Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જડ્ડુનો એકવાર ફરી ચાલ્યો જાદુ, પત્તાની જેમ પડી ભાંગી ઓસ્ટ્રેલિયન બેટિંગ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.  આ ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ છે. આ મેચમાં ત્રીજા દિવસની રમત આજે એટલે કે રવિવાર, 19 ફેબ્રુઆરીએ ચાલી રહી છે. આ દિવસને મૂવિંગ ડે કહેવામાં આવે છે કારણ કે મેચનો ત્રીજો દિવસ ખૂબ જ રસપ્રદ હોય છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસે પણ તેની બીજી ઇનિંગમાં 113 રનમાં તમામ વિકેટ ગુમાવી દીધી છે. ભારતને હવે જીàª
જડ્ડુનો એકવાર ફરી ચાલ્યો જાદુ  પત્તાની જેમ પડી ભાંગી ઓસ્ટ્રેલિયન બેટિંગ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.  આ ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ છે. આ મેચમાં ત્રીજા દિવસની રમત આજે એટલે કે રવિવાર, 19 ફેબ્રુઆરીએ ચાલી રહી છે. આ દિવસને મૂવિંગ ડે કહેવામાં આવે છે કારણ કે મેચનો ત્રીજો દિવસ ખૂબ જ રસપ્રદ હોય છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસે પણ તેની બીજી ઇનિંગમાં 113 રનમાં તમામ વિકેટ ગુમાવી દીધી છે. ભારતને હવે જીતવા માટે 115 રનનો ટાર્ગેટ છે, કારણ કે કાંગારૂ ટીમને પ્રથમ ઇનિંગના આધારે એક રનની લીડ મળી હતી.
ભારતીય સ્પિનરે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોની તોડી કમર
ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાના સ્પિનરોએ ઘાતક બોલિંગ કરીને કાંગારૂ ટીમની કમર તોડી નાખી હતી. રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિનની જોડીએ ઓસ્ટ્રેલિયા પર પ્રભુત્વ જમાવ્યું હતું અને ત્રીજા દિવસના પહેલા જ સેશનમાં જ 7 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ દિલ્હી ટેસ્ટની બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા માટે 7 વિકેટ ઝડપી છે તો ત્યાં તેના પાર્ટનર અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ જે રીતે બીજા દિવસે દિવસનો અંત આણ્યો ત્યારે ટ્રેવિસ હેડ અને માર્નસ લેબુશેન તોફાની સ્ટાઈલથી લીડ લઈ રહ્યા હતા અને બધા જાણે છે કે જો હેડ આજે એક સેશન ટકી જશે તો ભારત મુશ્કેલીમાં મુકાઈ જશે પણ કોઈએ આ વિચાર્યું નહોતું કે આખી મુલાકાતી ટીમ આ સત્રમાં જ ઓલઆઉટ થઇ જશે. 
Advertisement

જાડેજાની 7 વિકેટ, ઓસ્ટ્રેલિયા સ્તબ્ધ
ત્રીજા દિવસે લંચ પહેલા જ ઓસ્ટ્રેલિયાની આખી ટીમ ભાંગી પડી હતી. રવિન્દ્ર જાડેજાએ સાત વિકેટ ઝડપી હતી. ઈજામાંથી પરત ફર્યા બાદ જાડેજાનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. જાડેજાની સાત વિકેટના આધારે ભારતે ઓસ્ટ્રેલિયાને બીજી ઇનિંગમાં 113 રન પર રોકી દીધું છે. ભારતને જીતવા માટે 115 રનની જરૂર છે. રવિચંદ્રન અશ્વિને પણ ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી.

ઓસ્ટ્રેલિયા (પ્લેઇંગ ઇલેવન): 
ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવન સ્મિથ, ટ્રેવિસ હેડ, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (c), ટોડ મર્ફી, નાથન લિયોન, મેથ્યુ કુહનમેન
ભારત (પ્લેઈંગ ઈલેવન): 
રોહિત શર્મા (c), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, શ્રીકર ભરત (wk), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.