EOW દ્વારા જેક્લીનની આજે ફરીથી પૂછપરછ, મની લોન્ડ્રિંગ કેસમાં છે સહ આરોપી
મહાઠગ સુકેશ ચંદ્રશેખર જેમાં મુખ્ય આરોપી છે તે 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં બોલીવૂડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝ આજે ફરીએકવાર દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા સમક્ષ હાજર થઇ હતી. જ્યાં તેની ફરીએકવાર પૂછપરછ હાથ ધરાઇ. અગાઉ 14 સપ્ટેમ્બરે જેક્લિનની ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા સતત આઠ કલાક સુધી પૂછપરછ કરાઇ હતી.જેમાં મોટાભાગના સવાલો તેના અને સુકેશ ચન્દ્રશેખરના સંબંધોને લગતા હતા. à
12:10 PM Sep 19, 2022 IST
|
Vipul Pandya
મહાઠગ સુકેશ ચંદ્રશેખર જેમાં મુખ્ય આરોપી છે તે 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં બોલીવૂડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝ આજે ફરીએકવાર દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા સમક્ષ હાજર થઇ હતી. જ્યાં તેની ફરીએકવાર પૂછપરછ હાથ ધરાઇ. અગાઉ 14 સપ્ટેમ્બરે જેક્લિનની ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા સતત આઠ કલાક સુધી પૂછપરછ કરાઇ હતી.જેમાં મોટાભાગના સવાલો તેના અને સુકેશ ચન્દ્રશેખરના સંબંધોને લગતા હતા. તેના જવાબોની સમીક્ષા બાદ તેને ફરીથી પૂછપરછ માટે 19 સપ્ટેમ્બરની તારીખ આપવામાં આવી હતી.૨૦૦ કરોડથી વધુના ખંડણી કેસમાં જેક્લિનને ઈડી દ્વારા સહ આરોપી તરીકે દર્શાવવામાં આવી છે.
જેક્લિનને અગાઉ તા. ૨૯ ઓગસ્ટ તથા ૧૨ સપ્ટેમ્બર એમ બે વખત સમન્સ અપાયા હતા. પરંતુ ત્યારે તેણે પોતે વ્યસ્ત હોવાનું બહાનું કાઢી ૧૫ દિવસનો સમય માગ્યો હતો. જોકે, દિલ્હી પોલીસે માત્ર બે દિવસ બાદ 14 સપ્ટેમ્બરની તારીખનો સમન્સ ફરીથી મોકલતાં જેક્લિન ગત 14 સપ્ટેમ્બરે નાછૂટકે સવારે ૧૧.૩૦ કલાકે દિલ્હીમાં આર્થિક અપરાધ નિવારણ શાખા સમક્ષ હાજર થઈ ગઈ હતી.અને રાતના લગભગ આઠ વાગ્યે તે પોલીસની ઓફિસની બહાર નીકળી હતી.
જેક્લિને અગાઉ દાવો કર્યો હતો કે સુકેશની સહયોગી પિન્કી ઈરાનીએ તેને સુકેશનો પરિચય કરાવ્યો હતો. આ સંદર્ભમાં પોલીસે પિંકીને પહેલાં અલગ અલગ અને બાદમાં જેક્લિનની સામે બેસાડીને પૂછપરછ કરી હતી. આ વખતે પિંકીએ જણાવ્યું હતું કે જેક્લિનને સુકેશ ખંડણી ઉઘરાવી રહ્યાની પૂરેપૂરી જાણ હતી અને તેમ છતાં તેણે સંબંધો આગળ ધપાવ્યા હતા અને કરોડોની ભેટસોગાદો સ્વીકારી હતી. જેક્લિને આ આરોપો નકાર્યા હતા. આ દરમિયાન બંને વારંવાર ઝઘડી પડી હતી અને એકમેક પર ખોટું બોલતી હોવાનું આળ મુક્યું હતું. એક તબક્કે તો બંને વચ્ચેનો ઝઘડો એટલી હદે વધી ગયો હતો કે પોલીસે તેમને વચ્ચે પડીને છોડાવવાં પડયાં હતાં.
મહત્વપૂર્ણ છે કે સુકેશે લોકો પાસેથી લૂંટેલા કરોડો રૂપિયા ગર્લફ્રેન્ડ જેકલિન પર ઉડાવ્યા હતા. તેને મોંઘીદાટ ઢગલાબંધ ગિફ્ટ્સ આપેલી. ઈડીના દાવા પ્રમાણે સુકેશે જેકલિનને ૫.૭૧ કરોડ રૂપિયાની ગિફ્ટ્સ આપ્યાનું કબૂલેલું છે. એ સિવાય ૧.૭૨ લાખ અમેરિકન ડોલર અને ૨૭ હજાર ઓસ્ટ્રેલિયન ડોલર અવતારસિંહ કોચર નામના હવાલા ડીલર મારફતે જેકલિનનાં નજીકનાં સગાંને આપેલા. આ બધું મળીને ૭.૨૭ કરોડ રૂપિયાની આસપાસ થાય છે.
Next Article