Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જેકલીન ફર્નાન્ડીઝ દબંગ ખાનના નામે વિદેશ જવા માંગતી હતી, લાગ્યો ઝટકો

મની લોન્ડરિંગ કેસનો સામનો કરી રહેલી જેક્લિને વિદેશ જવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગી હતી, પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેનું જૂઠાણું પકડી પાડ્યું હતું. એવું તો શું થયું કે જેકલીને કોર્ટમાં પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને મોટો ઝટકો આપ્યો છે. મની લોન્ડરિંગ કેસનો સામનો કરી રહેલી જેકલિનને વિદેશ જવા માટે à
12:38 PM May 18, 2022 IST | Vipul Pandya
મની લોન્ડરિંગ કેસનો સામનો કરી રહેલી જેક્લિને વિદેશ જવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગી હતી, પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેનું જૂઠાણું પકડી પાડ્યું હતું. એવું તો શું થયું કે જેકલીને કોર્ટમાં પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. 
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને મોટો ઝટકો આપ્યો છે. મની લોન્ડરિંગ કેસનો સામનો કરી રહેલી જેકલિનને વિદેશ જવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગી હતી, પરંતુ EDએ તેને જુઠાણું  પકડી પાડ્યું હતું. જેકલીને નેપાળમાં આયોજિત સલમાન ખાનની ઈવેન્ટ 'ધ બેંગ' ટૂરનો એક ભાગ જણાવીને વિદેશ જવાની પરવાનગી માંગી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને મોટો ઝટકો આપ્યો છે. મની લોન્ડરિંગ કેસનો સામનો કરી રહેલી જેકલીને વિદેશ જવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગી હતી, 200 કરોડની છેતરપિંડી મામલે ED સુકેશ ચંદ્રશેખરની તપાસ કરી રહી છે. આ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝનું નામ પણ છે. આરોપ છે કે તે સુકેશની ગર્લ ફ્રેન્ડ છે અને સુકેશે તેને 10 કરોડથી વધુની મોંઘી ગિફ્ટ પણ આપી હતી. હવે મની લોન્ડરિંગના કેસમાં ફસાયા બાદ જેકલીનનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો છે અને તેને વિદેશ જવાની મંજૂરી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, જેકલીને તાજેતરમાં જ દિલ્હીની એક કોર્ટમાં વિદેશ જવાની પરવાનગી માંગી હતી પરંતુ જુઠ્ઠાણું સામે આવતાં તેણે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.
જેક્લિને કોર્ટમાં રજૂ કરેલા પત્રમાં ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી (આઈફા) એવોર્ડ્સ અને અન્ય મહત્વપૂર્ણ ઈવેન્ટ્સના નામે વિદેશ જવાની પરવાનગી માંગી હતી. કહ્યું કે તે અબુ ધાબી, ફ્રાન્સ અને નેપાળ જવાની મંજૂરી આપવી જોઈએ. તેવી અરજી કરી હતી. અભિનેત્રીએ કોર્ટને જણાવ્યું હતું કે તેને 17 થી 22 મે દરમિયાન IIFA માટે અબુ ધાબી (UAE) જવું છે. ત્યારપછી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ફ્રાન્સ અને છેલ્લે 27 થી 28 મે દરમિયાન સલમાન ખાનની ઈવેન્ટ ધ-બેંગ ટુરમાં ભાગ લેવા માટે નેપાળ જશે. કોર્ટના આદેશ પર, EDએ જેકલીનના કારણોની તપાસ કરી અને જાણવા મળ્યું કે IIFA જૂન સુધી સ્થગિત કરવામાં આવ્યો છે અને તે નેપાળમાં પ્રવાસનો હિસ્સો નથી. EDએ કોર્ટને જાણ કર્યા બાદ જેકલીનના વકીલોએ અરજી પાછી ખેંચી લીધી હતી.
નોંધનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં, જેકલીન ફર્નાન્ડીઝને ED દ્વારા તેના વિરુદ્ધ જારી કરાયેલ લુક આઉટ સર્ક્યુલર (LoC)ના આધારે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેના દેશ છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તાજેતરમાં જ EDએ જેકલીનની 7.27 કરોડની સંપત્તિ  પણ જપ્ત કરી છે. 
Tags :
GujaratFirstJacquelineFernandezNationalNewsSalmanKhan
Next Article