ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જેક્લીન ફર્નાન્ડીસ સાથે 8 કલાક ચાલ્યા સવાલ-જવાબ, ગુરૂવારે નોરા ફતેહીને પુછપરછ માટે બોલવાઈ

મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીસની (Jacqueline Fernandez) આજે 8 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (EOW) આજે 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેક્લીન ફર્નાન્ડીસની પૂછપરછ કરી રહી હતી. દિલ્હી પોલીસ એક સપ્તાહ જેકલીને ફરી પૂછપરછ માટે બોલાવી શકે છે. જ્યારે આવતીકાલે ગુરૂવારે 11 વાગ્યે અભિનેત્રી નોરા ફતેહીને (Nora Fatehi) પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. તà«
04:51 PM Sep 14, 2022 IST | Vipul Pandya
મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીસની (Jacqueline Fernandez) આજે 8 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (EOW) આજે 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેક્લીન ફર્નાન્ડીસની પૂછપરછ કરી રહી હતી. દિલ્હી પોલીસ એક સપ્તાહ જેકલીને ફરી પૂછપરછ માટે બોલાવી શકે છે. જ્યારે આવતીકાલે ગુરૂવારે 11 વાગ્યે અભિનેત્રી નોરા ફતેહીને (Nora Fatehi) પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. તેનો સામનો પિંકી ઈરાની સાથે થશે. જણાવી દઈએ કે દિલ્હી પોલીસ આ પહેલા પણ એક વખત નોરા ફતેહીની પૂછપરછ કરી ચુકી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેવા કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં બોલિવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીસને આરોપી તરીકે નોંધી છે. આ મામલામાં એજન્સી દ્વારા 37 વર્ષીય અભિનેત્રીની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે.

શ્રીલંકાની નાગરિક જેક્લીન ફર્નાન્ડીસે 2009માં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. દિલ્હી પોલીસની (Delhi Police) ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) એ કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર સંબંધિત કેસમાં પિંકી ઈરાની અને જેકલીન ફર્નાન્ડિસની સામસામે પૂછપરછ કરી હતી.
જેક્લીન ફર્નાન્ડીસે (Jacqueline Fernandez) ગયા વર્ષે ઓગસ્ટ અને ઓક્ટોબરમાં ED સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું કે, તેણે ચંદ્રશેખર પાસેથી તેને ગુચી, શનૈલના ત્રણ ડિઝાઇનર બેગ, ગુચીના બે જોડી જિમ સૂટ, લૂઈસ વિટનના એક જોડી શૂઝ, બે જોડી હીરાની બુટ્ટી અને વિવિધ રંગીન પત્થરો સાથેનું બ્રેસલેટ અને બે હર્મિસ બ્રેસલેટ જેવી ગિફ્ટ હતી અને તેણે ચંદ્રશેખર પાસેથી મળેલી 'મિની કૂપર' કાર પરત આપી હતી.
આ પણ વાંચો - ઝવેરી બજારમાં EDનો દરોડા, 92 કિલો સોનું અને 340 કિલો ચાંદી જપ્ત કર્યું
Tags :
DelhiPoliceedGujaratFirstJacquelineFernandezMoneyLaunderingCaseNoraFatehi
Next Article