કર્તવ્ય પથ પર ચાલવાનો અનોખો અહેસાસ હશે, જાણો સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂ વિશે
આજે દેશની મહત્વની જગ્યા બદલવા જઇ રહી છે.દેશની રાજધાની દિલ્હીમાં ઇન્ડિયા ગેટ અને તેની આસપાસના સમગ્ર વિસ્તારને નવો તૈયાર કરાયો છે અને તેને સેન્ટ્રલ વિસ્ટા નામ આપવામાં આવ્યું છે. ઇન્ડિયા ગેટથી સંસદ ભવન સુધીના વિસ્તારને સેન્ટ્રલ વિસ્ટા કહેવાશે. તેનું કામ હાલ અંતિમ તબક્કામાં છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરશે. ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન તરફ જતા રસ્તાને પહેલા àª
આજે દેશની મહત્વની જગ્યા બદલવા જઇ રહી છે.દેશની રાજધાની દિલ્હીમાં ઇન્ડિયા ગેટ અને તેની આસપાસના સમગ્ર વિસ્તારને નવો તૈયાર કરાયો છે અને તેને સેન્ટ્રલ વિસ્ટા નામ આપવામાં આવ્યું છે. ઇન્ડિયા ગેટથી સંસદ ભવન સુધીના વિસ્તારને સેન્ટ્રલ વિસ્ટા કહેવાશે. તેનું કામ હાલ અંતિમ તબક્કામાં છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરશે.
ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન તરફ જતા રસ્તાને પહેલા રાજપથ કહેવામાં આવતો હતો પરંતુ હવે તેનું નામ બદલીને કર્તવ્ય પથ રાખવામાં આવ્યું છે. સેન્ટ્રલ વિસ્ટા પર ચાલી રહેલા કામને કારણે આ રોડ પર છેલ્લા કેટલાય મહિનાઓથી બેરિકેડિંગ હતું, જેને કારણે ફરવા આવતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે કોરિડોરને ખોલવામાં આવી રહ્યા છે.
નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) એ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય તરફથી પ્રાપ્ત એક ઠરાવ પસાર કરીને "રાજપથ" નું નામ બદલીને " કર્તવ્ય પથ" કરી દીધું છે. સરકારે કહ્યું કે 'રાજપથ' સત્તાનું પ્રતીક હતું અને તેનું નામ બદલીને ' કર્તવ્ય પથ' રાખવું એ પરિવર્તનનો પુરાવો છે અને તે જાહેર માલિકી અને સશક્તિકરણનું ઉદાહરણ પણ છે. આ નિર્ણય બાદ તમામ રસ્તાઓ પર કર્તવ્ય પથના સાઈન બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે.
જોકે આ ઐતિહાસિક રૂટનું નામ પહેલીવાર બદલવામાં આવ્યું નથી. તેનું નામ પહેલા પણ બદલવામાં આવ્યું છે. રાજપથને પહેલા કિંગ્સવે કહેવામાં આવતો હતો. 1955માં તેનું નામ બદલીને રાજપથ કરવામાં આવ્યું. હવે તેનું નામ બદલીને 7મી સપ્ટેમ્બર 2022ના રોજ કર્તવ્ય પથ રાખવામાં આવ્યું છે.
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને ભારતની નવી સંસદ અને તેની આસપાસનો વિસ્તાર કહેવામાં આવે છે. તેમાં તમામ પ્રકારની સુવિધાઓ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે. આ અંતર્ગત સંસદ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના સમગ્ર વિસ્તારને રિ-ડેવલપ કરવામાં આવી રહ્યો છે. પીએમ હાઉસમાં પીએમઓ અને કેન્દ્રીય સચિવાલય પણ બનાવવામાં આવી રહ્યું છે. તેનું કામ લગભગ પૂર્ણતાના આરે છે. કોરોના લોકડાઉન દરમિયાન પણ આ પ્રોજેક્ટ પર કામ ચાલુ હતું. જે બાદ હવે વિજય ચોકથી ઈન્ડિયા ગેટ સુધીનો સમગ્ર માર્ગ તૈયાર થઈ ગયો છે. જેને સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવી રહ્યો છે. ઉદ્ઘાટન બાદ 9 સપ્ટેમ્બરથી લોકો આ ઐતિહાસિક માર્ગની મજા માણી શકશે.
કર્તવ્ય પથને સંપૂર્ણપણે નવો તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં પહેલા કરતા વધુ સુંદરતા જોવા મળશે. સેન્ટ્રલ વિસ્ટા એવન્યુમાં પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવી છે. હાલમાં પાર્કિંગ ફ્રી છે, પરંતુ પછીથી NDMC દ્વારા તેનો ચાર્જ વસૂલવામાં આવશે. લગભગ 3 કિલોમીટરના આ માર્ગની બંને બાજુ હરિયાળી હશે અને વિવિધ પ્રકારના સુંદર ફૂલો જોવા મળશે. અહીં પ્રવાસીઓને પાણીના અદભૂત ઝરણા પણ જોવા મળશે. રાત્રે ઝગમગતી લાઈટોમાં તેનો નજારો વધુ સુંદર લાગશે. નવી સુવિધાઓ સાથે બ્લોક અને વેચાણ સ્ટોલ પણ હશે.
ઈન્ડિયા ગેટ પર સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ ઉપરાંત નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રતિમાને તે જ જગ્યાએ સ્થાપિત કરવામાં આવી છે જ્યાં આ વર્ષની શરૂઆતમાં પરાક્રમ દિવસ (23 જાન્યુઆરી)ના અવસર પર નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પીએમઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગ્રેનાઈટથી બનેલી આ પ્રતિમા નેતાજીને આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાન માટે સાચી શ્રદ્ધાંજલિ હશે અને દેશની તેમની ઋણીતાનું પ્રતીક હશે. મુખ્ય શિલ્પકાર અરુણ યોગીરાજની 28 ફૂટ ઊંચી આ પ્રતિમા ગ્રેનાઈટ પથ્થર પર કોતરેલી છે અને તેનું વજન 65 મેટ્રિક ટન છે.
Advertisement