Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટીમ ઈન્ડિયા માટે આજે કરો યા મરોની સ્થિતિ, ખરાખરીનો જોવા મળશે જંગ

ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ બાદ એશિયા કપ 2022 (Asia Cup 2022) માં સુપર ફોરની આગામી મેચ 6 સપ્ટેમ્બરે છે. ભારત ફરી એકવાર દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકા સામેની ટક્કર માટે તૈયાર છે. આ બંને ટીમ એશિયા કપના ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. આવી સ્થિતિમાં, એશિયા કપમાં આ બંને વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક બનવાની છે. ટીમ ઈન્ડિયા માટે આજની મેચ કરો યા મરો બરાબર હશે. ટીમ આજે એટલે કે મંગળવારે à
ટીમ ઈન્ડિયા માટે આજે કરો યા મરોની સ્થિતિ  ખરાખરીનો જોવા મળશે જંગ
Advertisement
ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ બાદ એશિયા કપ 2022 (Asia Cup 2022) માં સુપર ફોરની આગામી મેચ 6 સપ્ટેમ્બરે છે. ભારત ફરી એકવાર દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકા સામેની ટક્કર માટે તૈયાર છે. આ બંને ટીમ એશિયા કપના ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. આવી સ્થિતિમાં, એશિયા કપમાં આ બંને વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક બનવાની છે. 
ટીમ ઈન્ડિયા માટે આજની મેચ કરો યા મરો બરાબર હશે. ટીમ આજે એટલે કે મંગળવારે એશિયા કપ 2022માં સુપર-4ની પોતાની બીજી મેચ રમશે, ત્યારે તે નિશ્ચિતપણે કોઈ પણ સંજોગોમાં જીતવાનો ઈરાદો રાખશે. 'કરો યા મરો'ની 'સુપર ફોર' મેચમાં ભારત શ્રીલંકાના પડકારનો સામનો કરશે. રોહિત શર્માને અહીં તેના શ્રેષ્ઠ બોલરોની જરૂર પડશે જ્યારે વધુ પડતા ઉપયોગને ટાળશે. ઈજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ અને જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં ભારત પાસે બોલિંગ વિભાગમાં રમવા માટે વધુ વિકલ્પો નથી. 

ભારત રવિવારે પાકિસ્તાન સામે પાંચ બોલિંગ વિકલ્પો સાથે રમ્યું અને નિર્ણય ટીમની તરફેણમાં ગયો ન હતો. કારણ કે ભુવનેશ્વર કુમારનો દિવસ સારો નહોતો. ભુવનેશ્વર અને હાર્દિક પંડ્યા, જેઓ પાકિસ્તાન સામેની શરૂઆતની મેચમાં જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા હતા તે ખૂબ જ ખર્ચાળ સાબિત થયા હતા અને બીજી તરફ યુઝવેન્દ્ર ચહલ, જે ટૂર્નામેન્ટમાં તેના શ્રેષ્ઠ ફોર્મમાં દેખાઈ રહ્યો નથી. 
પાંચ બોલરોની 'થિયરી'માં હાર્દિકની ચાર ઓવર ઘણી મહત્વની બની જાય છે. ટીમમાં સંતુલન જાળવવા માટે અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે, જેણે જાડેજાની જગ્યાએ મુખ્ય ટીમમાં સ્થાન મેળવ્યું છે. મહત્વનું છે કે, મેચ પહેલા શ્રીલંકા ક્રિકેટ ટીમના કેપ્ટન દાસુન શનાકાએ કહ્યું કે, ભારત સારું ક્રિકેટ રમી રહ્યું છે, એવું નથી લાગતું કે તેઓ દબાણમાં હશે. 
Advertisement

આજે જ્યારે બોલિંગ વિકલ્પો ટીમ પાસે પૂરતા નથી, ત્યારે ભારતે પણ તેમના મિડલ ઓર્ડર પર નિર્ણય લેવાની જરૂર છે. પાકિસ્તાન સામેની મેચની સકારાત્મક બાબત એ હતી કે ટોપ ઓર્ડરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રોહિત, કેએલ રાહુલ અને વિરાટ કોહલી ત્રણેયએ ઘણી આક્રમકતા બતાવી અને ભારતે ઝડપી શરૂઆત કરી. કોહલીની સતત બીજી અડધી સદી ટીમ મેનેજમેન્ટ અને ચાહકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. તે ભલે તેના શ્રેષ્ઠ ફોર્મમાં ન હોય પરંતુ રવિવારે તેણે સંકેત આપ્યો કે તે તેની તરફ આગળ વધી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2022 ના ગ્રુપ તબક્કામાં સતત જીત્યા પછી, ભારતને કટ્ટર હરીફ પાકિસ્તાન સામે સિઝનની પ્રથમ હારનો સામનો કરવો પડ્યો. પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવી પાછલી હારનો બદલો લીધો હતો. શ્રીલંકાએ અફઘાનિસ્તાન સામે 4 વિકેટે જીત મેળવી હતી. ભારતની બોલિંગ અને નબળી ફિલ્ડિંગના કારણે પાકિસ્તાન જીતવામાં સફળ રહ્યું. ટીમના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ તેમના બોલરો ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.

×