Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તે 10 આતંકી અને લોહીથી લથબથ થયેલું મુંબઇ શહેર, મુંબઇ હુમલાને 14 વર્ષ પૂર્ણ

2008નું એ વર્ષ હતું અને 26 નવેમ્બરનો કાળો દિવસ...એ દિવસે સાંજથી દેશની આર્થિક રાજધાની મુંબઇ (Mumbai) શહેર પર શરુ થયેલા આતંકી હુમલા (Terror Attack)થી આખો દેશ હચમચી ગયો હતો. આજે પણ આ દિવસ યાદ કરીને દેશવાસીઓ ધ્રુજી ઉઠે છે. આજે 26 નવેમ્બર મુંબઇ હુમલાની 14મી એનિવર્સરી છે. 10 આતંકીઓએ કર્યો હુમલો26/11 તરીકે ઓળખાતા મુંબઇ હુમલામાં દરિયાઇ માર્ગે મુંબઇ શહેરમાં પ્રવેશેલા લશ્કર તૈયબાના 10 આતંકવાદીઓએ મુંબઈમાં બોમ્બ બ્લાà
તે 10 આતંકી અને લોહીથી લથબથ થયેલું મુંબઇ શહેર  મુંબઇ હુમલાને 14 વર્ષ પૂર્ણ
2008નું એ વર્ષ હતું અને 26 નવેમ્બરનો કાળો દિવસ...એ દિવસે સાંજથી દેશની આર્થિક રાજધાની મુંબઇ (Mumbai) શહેર પર શરુ થયેલા આતંકી હુમલા (Terror Attack)થી આખો દેશ હચમચી ગયો હતો. આજે પણ આ દિવસ યાદ કરીને દેશવાસીઓ ધ્રુજી ઉઠે છે. આજે 26 નવેમ્બર મુંબઇ હુમલાની 14મી એનિવર્સરી છે. 
10 આતંકીઓએ કર્યો હુમલો
26/11 તરીકે ઓળખાતા મુંબઇ હુમલામાં દરિયાઇ માર્ગે મુંબઇ શહેરમાં પ્રવેશેલા લશ્કર તૈયબાના 10 આતંકવાદીઓએ મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ અને ગોળીઓથી આતંક મચાવ્યો હતો. આતંકવાદીઓએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), તાજમહેલ પેલેસ હોટેલ, હોટેલ ટ્રાઇડેન્ટ, નરીમાન હાઉસ, લિયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ સહિત ભરચક અને ભીડવાળા વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. સ્વતંત્ર ભારતમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો આતંકવાદી હુમલો હતો.  આ હુમલામાં 18 સુરક્ષાકર્મીઓ સહિત 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. 
અજમલ કસાબ જીવતો પકડાયો હતો
આતંકવાદીઓએ દેશની સૌથી સુરક્ષિત જગ્યા તાજમહેલ હોટલને નિશાન બનાવીને આપણી સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું હતું. NSG કમાન્ડો અને મુંબઈ પોલીસે સાથે મળીને આ હુમલાનો સામનો કર્યો અને 9 આતંકવાદીઓ માર્યા ગયા. અજમલ કસાબ નામના આતંકીને જીવતો પકડવામાં આવ્યો હતો અને કોર્ટે તેને મોતની સજા ફટકારી હતી. હુમલાની ચોથી વર્ષગાંઠના પાંચ દિવસ પહેલા 21 નવેમ્બર 2012ના રોજ કસાબને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. આ હુમલા બાદ મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ અને ગૃહમંત્રી શિવરાજ પાટીલ સહિત અનેક રાજકારણીઓએ રાજીનામું આપી દીધું હતું.
શરુઆતમાં ગેંગ વોર હોવાનું લાગ્યું હતું
26 નવેમ્બર 2008ની રાત્રે પાકિસ્તાનના કરાચીથી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓ કોલાબાના દરિયા કિનારેથી બોટ મારફતે ભારતમાં પ્રવેશ્યા હતા. તેઓ દરિયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશ્યા. ભારતીય નૌકાદળને ફસાવવા માટે, આતંકવાદીઓએ રસ્તામાં એક ભારતીય બોટને હાઇજેક કરી હતી અને તેમાં સવાર તમામ લોકોની હત્યા કરી હતી. આતંકવાદીઓ સંપૂર્ણ રીતે સજ્જ હતા અને તેમનો દેખાવ એવો બનાવવામાં આવ્યો હતો કે કોઈ તેમને ઓળખી ન શકે. જો કે, કોલાબાના કેટલાક સ્થાનિક લોકોને તેના વિશે થોડી શંકા હતી. જે બાદ તેમણે પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસે તેને હળવાશથી લીધો હતો.  શરૂઆતમાં તે ગેંગ વોર હોવાનું જાણવા મળે છે પરંતુ ટૂંક સમયમાં જ સ્પષ્ટ થઈ જાય છે કે તે આતંકવાદી હુમલો છે.
સુયોનિયોજીત રીતે કરાયો હુમલો
મુંબઈમાં ઘૂસ્યા બાદ તમામ આતંકવાદીઓ 2-2ના જૂથમાં વહેંચાઈ ગયા હતા. તેમાંથી 2 ટ્રાઇડેન્ટમાં પ્રવેશે છે, બે તાજમાં અને 4 નરીમાન હાઉસમાં પ્રવેશ કરે છે. કસાબ અને તેના સાથીઓએ સીએસએમટીને નિશાન બનાવીને ત્યાં ગોળીબાર શરૂ કર્યો હતો. આ સ્થળે ઓછામાં ઓછા 58 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.


પોલીસ અધિકારીઓ શહીદ
કસાબ અને ઈસ્માઈલ ખાને પછી કામા હોસ્પિટલને નિશાન બનાવ્યું. રસ્તામાં તેમણે પોલીસ અધિકારીઓ અશોક કામટે, વિજય સાલસ્કર અને મુંબઈ (ATS)ના વડા હેમંત કરકરે સહિત 6 પોલીસકર્મીઓ પર હુમલો કરે છે. આ હુમલામાં હેમંત કરકરેએ પણ શહીદ થયા હતા. ત્યારબાદ બંને આતંકીઓ પોલીસની જીપ લઈને ભાગી ગયા હતા. ક્રોસફાયરમાં કમા ખાન માર્યો જાય છે અને અજમલ કસાબને કસ્ટડીમાં લેવામાં આવે છે. કસાબને જીવના જોખમે જીવતો પકડનારા  પોલીસ કર્મી તુકારામ ઓમ્બલે શહીદ થયા હતા.
ઓપરેશન બ્લેક ટોર્નેડો
હોટેલ તાજ, ઓબેરોય ટ્રાઇડેન્ટ અને નરીમાન હાઉસને  NSG કમાન્ડોએ કોર્ડન કરી લીધા હતા. ત્યારબાદ ઓપરેશન બ્લેક ટોર્નેડો શરૂ કરવામાં આવ્યું હતું. એનએસજી કમાન્ડોએ તમામ આતંકીઓને ઠાર કર્યા હતા. 28 નવેમ્બરે NSG કમાન્ડોએ ટ્રાઈડેન્ટ અને નરીમન હાઉસનું ઓપરેશન પૂરું કર્યું. 29 નવેમ્બરના રોજ, NSG કમાન્ડોએ હુમલાને ખતમ કરીને હોટેલ તાજની રક્ષા કરી અને તેમની બહાદુરીના કારણે દેશ પર જે સંકટ આવ્યું હતું તે ટળી ગયું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.