જાલનામાં ત્રણ સ્થળોએ ITના દરોડા, અધધ..390 કરોડની સંપત્તિ જપ્ત
મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં આવકવેરા વિભાગે સ્ટીલ, કાપડના વેપારી અને રિયલ એસ્ટેટ ડેવલપર પર દરોડા પાડ્યા છે, જેમાં આવકવેરા વિભાગને મોટી માત્રામાં રોકડ, ઘરેણાં મળી આવ્યા છે. આવકવેરા વિભાગે લગભગ 390 કરોડની સંપત્તિ જપ્ત કરી છે, જેમાં 58 કરોડ રોકડ, 32 કિલો સોનું, હીરા અને મોતી અને ઘણી સંપત્તિના કાગળોનો સમાવેશ થાય છે. જે કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે તેમના નામ પીટી સ્ટીલ્સ પ્રા. લિ. અને àª
Advertisement
મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં આવકવેરા વિભાગે સ્ટીલ, કાપડના વેપારી અને રિયલ એસ્ટેટ ડેવલપર પર દરોડા પાડ્યા છે, જેમાં આવકવેરા વિભાગને મોટી માત્રામાં રોકડ, ઘરેણાં મળી આવ્યા છે. આવકવેરા વિભાગે લગભગ 390 કરોડની સંપત્તિ જપ્ત કરી છે, જેમાં 58 કરોડ રોકડ, 32 કિલો સોનું, હીરા અને મોતી અને ઘણી સંપત્તિના કાગળોનો સમાવેશ થાય છે. જે કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે તેમના નામ પીટી સ્ટીલ્સ પ્રા. લિ. અને કાલિકા સ્ટીલ એલોય પ્રા. લિમિટેડ છે.
દરોડામાં મળી આવેલી રોકડની ગણતરી કરવામાં વિભાગને 13 કલાક લાગ્યા હતા. મળતી માહિતી મુજબ આ કાર્યવાહી 1 થી 8 ઓગસ્ટ વચ્ચે કરવામાં આવી છે. આવકવેરા વિભાગની નાસિક શાખાએ આ કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં રાજ્યભરમાંથી 260થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
આ સમગ્ર દરોડામાં 120થી વધુ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવકવેરા વિભાગના તમામ અધિકારીઓને 5 ટીમોમાં વહેંચવામાં આવ્યા હતા. જે રોકડ મળી હતી તેને જાલનાની સ્થાનિક સ્ટેટ બેંકમાં લઈ જવામાં આવી હતી અને તેની ગણતરી કરવામાં આવી હતી. રોકડની ગણતરી સવારે 11 વાગ્યાથી શરૂ થઈ હતી અને બપોરે 1 વાગ્યા સુધી ચાલી હતી. આવકવેરા વિભાગને જાલનાની ચાર સ્ટીલ કંપનીઓના વર્તનમાં ગેરરીતિ હોવાની માહિતી મળી હતી, જેના પછી વિભાગ એક્શનમાં આવ્યું હતું. વિભાગે ઘર અને ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા.
છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુપ્ત રીતે આ દરોડાની કાર્યવાહી ચાલી રહી હોવાનું આઇટી સૂત્રોએ જણાવ્યું હતું. જે બે સ્ટીલ કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે તેમના નામ કાલિકા સ્ટીલ અને સાઈ રામ સ્ટીલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેમાં કાલિકા સ્ટીલના માલિકનું નામ ઘનશ્યામ ગોયલ જણાવવામાં આવી રહ્યું છે. સમગ્ર કામગીરી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવી હતી. આ કામગીરીમાં આવકવેરા વિભાગે સ્થાનિક પોલીસની પણ મદદ લીધી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બંગાળના ભૂતપૂર્વ પ્રધાન પાર્થ ચેટરજીના સહયોગી અંકિતા મુખર્જીના બે ઘરો પર દરોડા પાડ્યા પછી આ દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં ED દ્વારા 50 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. બંનેની પશ્ચિમ બંગાળ SSC કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં દરોડા પડ્યા બાદ દેશભરમાં દરોડાનો દોર ચાલી રહ્યો છે. થોડા દિવસો પહેલા ઈડીએ પાત્રા ચાલ કૌભાંડ કેસમાં શિવસેનાના નેતા સંજય રાઉતના ઘરે દરોડા પાડ્યા હતા.