Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

8 જૂનથી ગુજરાતમાં આ જગ્યાઓએ પડી શકે છે સામાન્ય વરસાદ

રાજ્યની જનતાએ હજી સત્તાવાર રીતે ચોમાસાના આગમન માટે જોવી પડશે રાહ. 8 જૂનથી દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે સામાન્ય વરસાદ. તો અમદાવાદ સહિતના ઉત્તર ગુજરાતના પંથકમાં ગરમીનું જોર રહી શકે છે યથાવત્. મેઘરાજાના આગમનને હજી વારસત્તાવાર રીતે ચોમાસું બેસવાની રાહ8 જૂનથી દ.ગુજરાતમાં પડી શકે વરસાદમેઘાની આતુરતાથી રાહ જોતા નગરજનો રાજ્યમાં હજી મેઘરાજાના આગમનને વાર છે. હવામાન વિભાગે હાલમાં વરસાદન
02:58 PM Jun 07, 2022 IST | Vipul Pandya
રાજ્યની જનતાએ હજી સત્તાવાર રીતે ચોમાસાના આગમન માટે જોવી પડશે રાહ. 8 જૂનથી દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે સામાન્ય વરસાદ. તો અમદાવાદ સહિતના ઉત્તર ગુજરાતના પંથકમાં ગરમીનું જોર રહી શકે છે યથાવત્.
 
  • મેઘરાજાના આગમનને હજી વાર
  • સત્તાવાર રીતે ચોમાસું બેસવાની રાહ
  • 8 જૂનથી દ.ગુજરાતમાં પડી શકે વરસાદ
  • મેઘાની આતુરતાથી રાહ જોતા નગરજનો 
રાજ્યમાં હજી મેઘરાજાના આગમનને વાર છે. હવામાન વિભાગે હાલમાં વરસાદના સત્તાવાર આગમનની કોઈ આગાહી કરી નથી. હાલમાં પશ્ચિમ દક્ષિણના પવન ફૂંકાઈ રહ્યા છે. 8 જૂનથી દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. સુરત,વલસાડ, નવસારી તથા સંઘપ્રદેશ દમણમાં વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે.
બીજી તરફ સૌરાષ્ટ્ર પંથકમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા. અમરેલીના સાવરકુંડલાના વંડા પીયાવામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતુ. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભાવનગરના જેસરમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. આકરી ગરમીમાં વરસાદી માહોલ થવાના કારણે નગરજનોને ઠંડકનો અનુભવ થયો છે.
Tags :
GujaratGujaratFirstRainRainUpdate
Next Article