Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરદાર પટેલને એક ફિલ્મમાં સમાવવા શક્ય નથી : એસ.એસ રાજામૌલી

તાજેતરમાં ફિલ્મ 'RRR'ના પ્રમોશન માટેની ફિલ્મની ટીમે ગુજરાતના પ્રસિદ્ધ કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. બાહુબલી ફેમ ફિલ્મ ડિરેક્ટર એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 25 માર્ચ 2022નાં રોજ રિલીઝ થશે. રિલીઝ પહેલા જ દર્શકોમાં આ ફિલ્મને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે.  આ ફિલ્મ તમિલ, તેલુગુ, હિંદી, મલયાલમ અને બીજી ભારતીય ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. વલ્લભભાઇ પટેલ જેà
સરદાર પટેલને એક ફિલ્મમાં સમાવવા શક્ય નથી   એસ એસ રાજામૌલી
તાજેતરમાં ફિલ્મ 'RRR'ના પ્રમોશન માટેની ફિલ્મની ટીમે ગુજરાતના પ્રસિદ્ધ કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. બાહુબલી ફેમ ફિલ્મ ડિરેક્ટર એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 25 માર્ચ 2022નાં રોજ રિલીઝ થશે. રિલીઝ પહેલા જ દર્શકોમાં આ ફિલ્મને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે.  આ ફિલ્મ તમિલ, તેલુગુ, હિંદી, મલયાલમ અને બીજી ભારતીય ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. 
વલ્લભભાઇ પટેલ જેવાં લોખંડી પુરૂષ આપણી પાસે હોવા આપણું ગૌરવ છે  : NTR
જૂનિયર NTRએ કહ્યું કે, 'સરદાર વલ્લભભાઇને જ્યારે આપણે જોઇ રહ્યાં છીએ ત્યારે માથું ઊંચુ કરીને જોઇ રહ્યાં છીએ. માથું ઊંચુ રાખીને જ જીવીશું. માથું ક્યારેય ઝુકવા નહીં દઇએ. આ આપણો ભારત દેશ છે. આ આપણું ગર્વ છે કે વલ્લભભાઇ પટેલ જેવાં લોખંડી પુરૂષ આપણી પાસે હતાં. ત્યારે RRR પણ અમારા જીવનમાં એ જ માન્ય રાખે છે કે, જે રોલ અમે ભજવી રહ્યાં છીએ તે લોકો પણ એવાં જ હતાં કે માથું ગર્વભેર ઊંચુ રાખવા માટે પોતાના જીવનનું પણ બલિદાન આપી દીધું. તો એ ગર્વની વાત છે કે, તે પાત્રો માટે અમને અમારા નિર્દેશક રાજમૌલીજીએ પસંદ કર્યા છે, જે અમારી માટે એક નસીબની વાત કહેવાય.
Advertisement

 
મને ગુજરાતીઓ ખૂબ ગમે છે, અમદાવાદ-બરોડામાં ઘણા મિત્રો : રામચરણ
અભિનેતા રામચરણે જણાવ્યું કે, 'અહીંના લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. માત્ર સાઉથ જ નહીં પણ સમગ્ર દેશમાંથી મળી રહ્યો છે કે જે RRRને આભારી છે. અમારી માટે અહીંયા હોવું એ એક ગૌરવપૂર્ણ બાબત છે. જેમણે આપને માથું ઉંચુ કરીને જીવવાની પ્રેરણા આપી છે એવાં લોખંડી પુરુષનો અમે આદર કરીએ છીએ. મને ગુજરાતી લોકો ખૂબ ગમે છે સાથે ગુજરાતી ફૂડ પણ મને પસંદ છે. મારા અમદાવાદ અને બરોડામાં ઘણાં ગુજરાતી મિત્રો છે.'

સરદાર પટેલને એક ફિલ્મમાં સમાવવા શક્ય નથી 
ફિલ્મ ડિરેક્ટર રાજમૌલીએ જણાવ્યું કે, 'અમને આંધ્ર અને તેલંગણા જેવું સમર્થન અહીંયા મળી રહ્યું છે. સરદાર પટેલે આપણને જે શીખવ્યું છે તે એક ફિલ્મમાં ઉતારવું શક્ય નથી. હાં કોઈક દિવસ મારા સદનસીબે એ હું કરી શકીશ.' ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ મુદ્દે રાજમૌલીએ જણાવ્યું કે, 'તે ફિલ્મ ઘણી સારી છે, મે હજી તે જોઈ નથી, પણ મને જોવી ગમશે અને સારી ફિલ્મ માટે બજેટ જરૂરી નથી.'
એક્શન થ્રિલર ફિલ્મ
 ફિલ્મ RRR એક્શન અને ઇમોશન્સથી એકદમ ભરપૂર છે. તેનું ટ્રેલરને પણ દર્શકોનો સારો રિસપોન્સ મળી રહ્યો છે. 
આફિલ્મમાં આલિયા અને અજય દેવણણ પણ જોવાં મળશે. આ ફિલ્મ તેની કાસ્ટને લઇને ખુબ ચર્ચામાં રહી છે. તેમાં જુનિયર NTR, રામ ચરણ તેજા, આલિયા ભટ્ટ, શ્રીયા સરણ અને અજય જેવા દિગ્ગજ કલાકાર છે.
 
Tags :
Advertisement

.