કોઈપણ તહેવાર હોય હિન્દુઓ પર પથ્થર ફેંકવાનો રિવાજ થઈ ગયો છે, જોધપુર હિંસા મામલે ભડક્યા ગિરિરાજ સિંહ
દેશમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુઓ પર હુમલાઓ અને અત્યાચારના પ્રમાણમાં ખુબ જ
વધારો થયો છે. હિન્દુઓની રેલીઓ પર અને મંદિરોમાં હુમલાઓ હવે સામાન્ય થઈ ગયા છે.
હિન્દુઓનો કોઈ તહેવાર હોય કે પછી બિન હિન્દુ સમુદાય લોકોનો કોઈ તહેવાર હોય ટાર્ગેટ
હંમેશા હિન્દુઓને જ કરવામાં આવી રહ્યા છે. ત્યારે જોધપુરમાં ઈદના અવસર પર થયેલી હિંસા પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ
સિંહે નિવેદન આપ્યું છે. રાજસ્થાન સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તહેવાર
ગમે તે હોય, હિંદુઓ પર પથ્થરથી હુમલો કરવાનો રિવાજ
બની ગયો છે. ગિરિરાજ સિંહે કહ્યું, 'તહેવાર હિંદુઓનો હોય કે તેમનો... હિંદુઓ પર પથ્થરથી હુમલો કરવાનો
રિવાજ બની ગયો છે. જો સરકાર રાજસ્થાનની જેમ બિનસાંપ્રદાયિક હોય તો તેમની કામગીરી તરત
થાય છે. જો આવી જ ઘટના ઉત્તર પ્રદેશ કે મધ્યપ્રદેશમાં બની હોત તો અત્યાર સુધીમાં કાર્યવાહી
થઈ ગઈ હોત. પરંતુ અહીં તો રાજસ્થાન સરકાર જ પથ્થરમારો કરી રહી છે.
त्योहार चाहे हिंदुओं का हो या उनका..हिंदुओं पर पत्थर से हमला रिवाज हो गया है। — Shandilya Giriraj Singh (@girirajsinghbjp) May 3, 2022 " title="" target="">javascript:nicTemp();
सरकार अगर राजस्थान की तरह सेक्युलर हो तो उनका प्रदर्शन और निखर जाता है।
यही घटना UP या मध्यप्रदेश में हुई होती तो अभी तक इलाज हो गया होता,लेकिन यहाँ तो राजस्थान सरकार द्वारा ही पत्थर फ़िकवाए जा रहे है। pic.twitter.com/AcTuDtRwOX
જોધપુરના જલોરી ગેટ
ખાતે બાલમુકુંદ બિસ્સા ચોકમાં ધાર્મિક ધ્વજ લગાવવાને લઈને વિવાદ શરૂ થયો હતો. લઘુમતી
સમુદાયના લોકોએ સ્વતંત્રતા સેનાની બાલમુકુંદ બિસ્સાની પ્રતિમા પર ઈસ્લામિક ધ્વજ
લગાવ્યો હતો. હિન્દુ સમુદાયના કેટલાક લોકોએ આનો વિરોધ કર્યો હતો, જેના કારણે વિવાદ વધી ગયો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભગવાન
પરશુરામની જન્મજયંતિ પર જે ભગવા ધ્વજ લગાવવામાં આવ્યો હતો તેને બદલીને ઈસ્લામિક
ધ્વજ લગાવવામાં આવ્યો હતો. આ પછી બંને સમુદાયના લોકો મોટી સંખ્યામાં સામસામે આવી
ગયા અને હિંસક અથડામણ શરૂ થઈ ગઈ. પથ્થરમારામાં પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. અફવાઓને કારણે
વાતાવરણ વધુ બગાડે નહીં તે માટે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.
આટલું જ નહીં
મંગળવારે ઈદની નમાજ બાદ ફરી એકવાર વાતાવરણ બગડ્યું અને અનેક ઘરોમાં પથ્થરમારો પણ
થયો. આ ઘટનાઓ બાદ શહેરના 10 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. આ સિવાય
સીએમ અશોક ગેહલોતે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. નોંધનીય છે કે રાજસ્થાનથી
આવેલા કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પણ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો
કર્યા છે. તેમણે કહ્યું કે નમાજ પછી એવું શું થયું કે હિંસા ફાટી નીકળી અને કેટલાક
લોકોના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો.