Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મારો નાનો ભાઈ ભાજપમાં જોડાય તો મારા માટે તે આનંદનો છે વિષય: વરુણ પટેલ

રાજસ્થાનના ઉદયપુરમાં 3 દિવસ માટે કોંગ્રેસના ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિંતન શિબિરમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. પણ આ ચિંતન શિબિરમાંથી અમૃત નીકળ્યું કે નહીં તે તો પછી જ ખબર પડશે. પરંતુ કોંગ્રેસની સ્થિતિ બદલાતી જણાતી નથી.  હાર્દિક પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પાર્ટી માટે મુશ્કેલી વધારી દીધી છે. રાજીનામાની સાથ
મારો નાનો ભાઈ ભાજપમાં જોડાય તો મારા માટે તે આનંદનો છે વિષય  વરુણ પટેલ
રાજસ્થાનના ઉદયપુરમાં 3 દિવસ માટે કોંગ્રેસના ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિંતન શિબિરમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. પણ આ ચિંતન શિબિરમાંથી અમૃત નીકળ્યું કે નહીં તે તો પછી જ ખબર પડશે. પરંતુ કોંગ્રેસની સ્થિતિ બદલાતી જણાતી નથી.  
હાર્દિક પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પાર્ટી માટે મુશ્કેલી વધારી દીધી છે. રાજીનામાની સાથે હાર્દિક પટેલે કહ્યું કે, હવે હું હકારાત્મક રીતે કામ કરી શકીશ. આ સાથે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ પત્ર લખ્યો છે. જોકે, હાર્દિક પટેલને લઈને ઘણા દિવસોથી અટકળોનું બજાર ગરમ હતું. તેઓ ઘણા દિવસોથી કોંગ્રેસથી નારાજ હતા. પરંતુ સમાધાન થઇ શક્યું નહીં અને પરિણામ આજે સૌની સામે છે. હાર્દિક પટેલના રાજીનામા બાદ અલગ-અલગ લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જેમા હવે વરુણ પટેલ પણ ક્યા પાછા રહેવાના હતા.
હવે આ મામલે વરુણ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે આ અંગે ટ્વીટ કરતા લખ્યું કે, @BJP4Gujarat ના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈની સામે સંઘર્ષ કરેલો છે તે જોતાં કાર્યકરો, ભાઈનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. ભાજપમાં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે બાકી જાય જેને જવું હોય ત્યાં. ભાજપનો કાર્યકર મૌન છે માયકાંગલો નથી !!! 
Advertisement

વધુમાં વરુણ પટેલે કહ્યું કે, જે રીતે ભાજપના કાર્યકરોએ ભાઈની સામે સંઘર્ષ કર્યો છે તે જોતાં કાર્યકરો તેનો સ્વીકાર કરે તેવું લાગતું નથી. મહત્વનું છે કે, પાટીદાર આંદોલનમાં વરુણ પટેલ અને હાર્દિક પટેલ સાથે જ સભાઓ ગજવતા હતા. હાર્દિક જેલમાં ગયા ત્યારે વરુણ પટેલ પણ તેમની સાથે હતા. જોકે, વરુણ પટેલે કેસરિયો ખેસ ધારણ કર્યો ત્યારે તેમના પર અનેક આક્ષેપ થયા હતા. હાલ પણ વરુણ પટેલ ભાજપમાં જ છે, પરંતુ તેમણે હાર્દિકના ભાજપમાં આવવાની વાતને પાયાવિહોણી ગણાવી છે. સાથે જો હાર્દિક આવશે તો શું થઈ શકે છે તે પણ તેનું નામ લીધા વિના જ જણાવી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલ મહત્વના પરિબળ તરીકે ઉભરી આવ્યા હતા. હાર્દિક પટેલના નેતૃત્વમાં થયેલા પાટીદાર આંદોલનને કારણે પણ ભાજપની બેઠકો ઘટી હતી. આ જ કારણ હતું કે કોંગ્રેસ તેમને પોતાની સાથે લઈ ગઈ. જોકે, હવે હાર્દિક પટેલે રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં હાર્દિક પટેલની રાજકીય કારકિર્દી ક્યાં વળાંક લેશે તે સૌથી મોટો પ્રશ્ન છે. મળતી માહિતી મુજબ ભાજપ અને આમ આદમી પાર્ટી બંને હાર્દિક પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પટેલ સમાજમાં હાર્દિક પટેલની સારી પકડ છે. ગુજરાતની ચૂંટણીને જોતા હાર્દિક પટેલ પાર્ટીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement

.