Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભચાઉના સામખીયાળી નજીક હક સ્ટીલ કંપનીમાં આઇટી વિભાગના દરોડા

ભચાઉ તાલુકાના સામખીયાળી નજીક  આવેલી હક સ્ટીલ કંપનીમાં રાજકોટ આયકર વિભાગ દ્વારા મંગળવારના વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું . અમદાવાદ સાથે કચ્છમાં આવેલા એકજ સમૂહના એકમો પર આઇટીએ દરોડા પાડ્યા હતા, અને મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ. હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હાલ તપાસ પ્રક્રિયા ચાલી રહી છે.કંપનીના અધિકારીએ રેડ પડી હોવાની વાત નકારી કચ્છના સામખીયાળી નજીક આવેલી
ભચાઉના સામખીયાળી નજીક હક સ્ટીલ કંપનીમાં આઇટી વિભાગના દરોડા
ભચાઉ તાલુકાના સામખીયાળી નજીક  આવેલી હક સ્ટીલ કંપનીમાં રાજકોટ આયકર વિભાગ દ્વારા મંગળવારના વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું . અમદાવાદ સાથે કચ્છમાં આવેલા એકજ સમૂહના એકમો પર આઇટીએ દરોડા પાડ્યા હતા, અને મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ. હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હાલ તપાસ પ્રક્રિયા ચાલી રહી છે.
કંપનીના અધિકારીએ રેડ પડી હોવાની વાત નકારી 
કચ્છના સામખીયાળી નજીક આવેલી હક સ્ટીલ કંપનીમાં આઈ.ટી. વિભાગના દરોડા અંગે સૂત્રો પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ જિલ્લા બહારના આયકર વિભાગ તરફથી આ રેડ પાડવામાં આવી છે. જેમાં કંપની સંકુલ ખાતે આજે વહેલી સવારથી IT વિભાગ દ્વારા આધાર પુરાવાની તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે હક સ્ટીલ કંપનીના સદાબ ઈરાકી સાથે વાત કરતા તેમણે રેડ પડી હોવાનો ઇન્કાર કર્યો હતો.કચ્છ આયકર વિભાગ પણ આ દરોડા વિશે બેખર હોવાનું જાણવા મળ્યું હતું. 
આગામી દિવસોમાં અન્ય એકમો પર દરોડા પડી શકે 
ત્રણ વર્ષ પૂર્વે કેન્દ્રના રોજગારલક્ષી યોજના હેઠળ બંધ પડેલા ઉધોગોમાં પુનઃ ગતિ લાવવાના ભાગરૂપે શરૂ થયેલી કંપનીમાં આયકર દરોડાની ચર્ચાથી સ્થાનિક ઉધોગ જગતમાં ચકચાર પ્રસરી જવા પામી હતી. આવનારા દિવસોમાં અન્ય એકમોમાં દરોડા પાડવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આયકર વિભાગના સર્ચ ઓપરેશનની કાર્યવાહી બાદ વધુ હકીકતો પ્રકાશમાં આવે તેમ છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.