Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ISROને મળી વધુ એક સિદ્ધિ, એક સાથે લોન્ચ કર્યા 9 સેટેલાઈટ

ભારતના સ્પેસ મિશનના ક્ષેત્રમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન આજે એટલે કે 26મી નવેમ્બરે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરમાંથી ઓશનસેટ 3 અને ભૂટાનના એક ઉપગ્રહ સહિત આઠ નેનો સેટેલાઇટ સાથે PSLV C54/EOS06 મિશન લોન્ચ કર્યું.હવામાન, તોફાન વગેરેની સચોટ માહિતી મળી રહેશેઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ને શુક્રવારે એક મોટી સફળતા મળી છે, જ્યાં OceanSat-3 (OceanSat) ને શ્રીહરિકોટાà
isroને મળી વધુ એક સિદ્ધિ  એક સાથે લોન્ચ કર્યા 9 સેટેલાઈટ
Advertisement
ભારતના સ્પેસ મિશનના ક્ષેત્રમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન આજે એટલે કે 26મી નવેમ્બરે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરમાંથી ઓશનસેટ 3 અને ભૂટાનના એક ઉપગ્રહ સહિત આઠ નેનો સેટેલાઇટ સાથે PSLV C54/EOS06 મિશન લોન્ચ કર્યું.
હવામાન, તોફાન વગેરેની સચોટ માહિતી મળી રહેશે
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ને શુક્રવારે એક મોટી સફળતા મળી છે, જ્યાં OceanSat-3 (OceanSat) ને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું. જેમાં ભારતના શક્તિશાળી રોકેટ PSLV-XLની મદદ લેવામાં આવી હતી. ઈસરોના જણાવ્યા અનુસાર, તેઓએ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ સહિત આઠ નેનો સેટેલાઇટ અવકાશમાં મોકલ્યા છે. જેના દ્વારા હવામાન, તોફાન વગેરેની સચોટ માહિતી મળી રહેશે. PSLV-C54 શુક્રવારે સવારે 10.26 વાગ્યે શરૂ થયેલા 25.30 કલાકના કાઉન્ટડાઉન પછી શનિવારે સવારે 11.56 વાગ્યે ઉડાન ભરી હતી. ISROના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહનની આ 56મી અને વિસ્તૃત PSLV-XL વેરિઅન્ટની 24મી ઉડાન છે.

રોકેટના ઉપરના ભાગમાં 9 ઉપગ્રહો ગોઠવવામાં આવ્યા છે
Oceansat-1 સૌપ્રથમ વર્ષ 1999માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી, તેનો બીજો ઉપગ્રહ 2009 માં અવકાશમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. વચ્ચે Oceansat-3 લોન્ચ કરવાને બદલે SCATSAT-1 મોકલવામાં આવ્યો હતો. કારણ કે ઓશનસેટ-2 નકામું બની ગયું હતું. Oceansat વિશે એવું કહેવાય છે કે આના દ્વારા દરિયાઈ સરહદોની દેખરેખ પણ કરી શકાય છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.

×