શું ખરેખર ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તૂકા રામ ભીડે નથી રહ્યાં ?
તારક મહેતાના એક્ટર શૈલેષ લોઢા આ શો છોડી રહ્યાં છે. તે વાત બાદ ફરી આ સિરિયલના ઘરે ઘરે જાણીતાં પાત્ર એવા અભિનેતા મંદાર ચાંદવાડકરના મૃત્યુની અફવા ઉડી હતી. પહેલીવાર નથી કે જ્યારે કોઈ સ્ટારના મોતના સમાચાર સામે આવ્યા વાત એટલી હદે વધી ગઇ કે પોતાના જીવિત હોવાના સમાચાર આપવા માટે તેમણે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવવું પડ્યું. કેટલાક લોકોએ તેમના મૃત્યુની અફવા ઉડાવી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મ
Advertisement
તારક મહેતાના એક્ટર શૈલેષ લોઢા આ શો છોડી રહ્યાં છે. તે વાત બાદ ફરી આ સિરિયલના ઘરે ઘરે જાણીતાં પાત્ર એવા અભિનેતા મંદાર ચાંદવાડકરના મૃત્યુની અફવા ઉડી હતી.
પહેલીવાર નથી કે જ્યારે કોઈ સ્ટારના મોતના સમાચાર સામે આવ્યા
વાત એટલી હદે વધી ગઇ કે પોતાના જીવિત હોવાના સમાચાર આપવા માટે તેમણે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવવું પડ્યું. કેટલાક લોકોએ તેમના મૃત્યુની અફવા ઉડાવી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ભીડેએ લાઈવ આવીને પોતાના મૃત્યુની અફવાનું ખંડન કર્યું છે. હવે તેમણે તેના ચાહકોને કહ્યું છે કે તેમની તબિયત સંપૂર્ણ સ્વસ્થ છે અને તે લોકોનું મનોરંજન કરવાનું ચાલુ રાખશે. આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ સ્ટારના મોતના સમાચાર સામે આવ્યા હોય. અગાઉ મુકેશ ખન્ના, શ્વેતા તિવારી, દિવ્યાંકા ત્રિપાઠી જેવા અનેક કલાકારોના મૃત્યુના ખોટા સમાચાર સોશિયલ મીડિયા પર વહેતા થયા છે.
ફેન્સ ચિંતા ન કરે એટલે લાઈવ આવ્યો
બન્યું એવું કે ભીડેના મૃત્યુના સમાચાર કોઇકે આત્મારામ તુકારામ ભીડેને ફોરવર્ડ કર્યા. આ પછી તેમણે લાઈવ આવીને પોતાની મોજૂદગી બતાવી. લાઈવ આવતા તેમણે કહ્યું, હેલો, કેમ છો બધા? બધું કામ બરાબર ચાલે છે? હું પણ કામ પર છું. કોઈ વ્યક્તિએ સમાચાર ફોરવર્ડ કર્યા છે, મેં વિચાર્યું કે બીજા બધાએ ચિંતા ન થવી જોઈએ તેથી હું લાઈવ આવ્યો છું. કારણ કે સોશિયલ મીડિયા આગ કરતા પણ ઝડપી છે.તેમણે કહ્યું કે તેઓ તંદુરસ્ત છે અને લોકોનું મનોરંજન કરવાનું ચાલુ રાખશે.
કહ્યું, ભગવાન તમને બુદ્ધિ આપે
હું માત્રએ વાતની પુષ્ટિ કરવા માંગતો હતો કે હું સ્વસ્થ છું અને તેનો આનંદ માણી રહ્યો છું. જેણે પણ આ કર્યુ છે. તેને વિનંતી છે કે આવી અફવાઓ ન ફેલાવે. ભગવાન તેને બુદ્ધિ આપે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમામ કલાકારો સ્વસ્થ અને ખુશ છે. અમે આવનારા ઘણા વર્ષો સુધી લોકોનું મનોરંજન કરવાના છીએ. આવી અફવાઓ ન ફેલાવવા મારી તમને વિનંતી છે.