Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જીતુ વાઘાણીની વાત માની સુરતના મેયરે પોતાની દીકરીને વિદેશ અભ્યાસ કરવા મોકલી: ઇસુદાન ગઢવી

સુરતના કતારગામમાં આમ આદમી પાર્ટીનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીના નેતૃત્વમાં યોજાયો હતો. જેમાં કતારગામ સહિત સુરતી લોકો સાથે કર્યો સંવાદ કર્યો હતો. આપના નેતા ઈસુદાન ગઢવીએ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા તેમને ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પર આકરા પ્રહાર કરવાનું ચુક્યા ન હતા. જીતુ વાઘાણીએ ગુજરાતના શિક્ષણ અંગà
06:28 PM Apr 21, 2022 IST | Vipul Pandya
સુરતના કતારગામમાં આમ આદમી પાર્ટીનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીના નેતૃત્વમાં યોજાયો હતો. જેમાં કતારગામ સહિત સુરતી લોકો સાથે કર્યો સંવાદ કર્યો હતો. આપના નેતા ઈસુદાન ગઢવીએ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા તેમને ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પર આકરા પ્રહાર કરવાનું ચુક્યા ન હતા. જીતુ વાઘાણીએ ગુજરાતના શિક્ષણ અંગે આપેલા નિવેદનની   પ્રતિક્રિયા આપી હતી. સુરતના મેયર હેમાલી બોધાવાળાની પુત્રીના વિદેશ અભ્યાસ પર નિવેદન આપ્યું હતું.  
સુરતના મેયરની પુત્રી પર સાધ્યું નિશાન 
સુરતના મેયર હેમાલી બોધાવાળાની પુત્રીના વિદેશ અભ્યાસ પર નિવેદન આપતા કહ્યું કે, જીતુ વાઘાણીની વાત માની મેયરે પોતાની દીકરીને વિદેશ અભ્યાસ કરવા મોકલી. મેયરની પુત્રી કેનેડા અભ્યાસ કરવા જઈ રહી છે. સુરત કે ગુજરાતમાં સિંગાપોર ,કેનેડા જેવું સારું શિક્ષણ આપતી કોલેજો નથી. સુરતના મેયરને ઇસુદાન ગઢવી દ્વારા સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવી કટાક્ષ કર્યો છે.
 
 
શું કહ્યું હતું જીતુ વાઘાણીએ 
રાજકોટના પ્રભારી અને રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી રાજકોટમાં રૂ.3.40 કરોડના ખર્ચે બનેલા સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર 16ના નવનિર્માણ પામેલા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓને સંબોધન કરતી વખતે કહ્યુકે  જન્મ્યા ગુજરાતમાં, રહેવું ગુજરાતમાં, ધંધો અહીં કર્યો, છોકરા અહીં ભણ્યા. હવે બીજે સારૂ લાગતું હોય તો મારી વિનંતી છે પત્રકાર મિત્રોની હાજરીમાં. જેને બીજે સારું લાગતું હોય ને તેઓ છોકરાના સર્ટિફિકેટ લઇ જે દેશ અને જે રાજ્યમાં સારું લાગતું હોય ત્યાં જતા રહો. ત્યાં જઇને ઘર-કુટુંબ ફેરવી નાંખો અહીં તો બધું પતી ગયું છે. અહીંયા તો ભાંગીને ભુક્કો થઈ ગયું છે.
નરેશ પટેલ પર આપ્યું નિવેદન
ગુજરાતમાં પાટીદાર સમાજ પર મજબૂત પકડ ધરાવતા અને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે ચર્ચાઓ ચાલી છે. નરેશ પટેલ આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રી ચેહરો હશે આ અંગે કહ્યુકે પાર્ટીમાં નરેશભાઈ જેવી વ્યક્તિ આવકાર્ય છે. મુખ્યમંત્રી માટે પાર્ટીમાં ચર્ચા કરી જાહેર કરાશે. ગુજરાતમાં 182 વિધાનસભા પર કરાશે લોકો સાથે જનસંવાદ કરવામાં આવશે.
Tags :
GujaratFirstHemaliBoghawalaIsudanGadhviJituVaghaniSuratsuratmayor
Next Article