Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાષ્ટ્રગીત વચ્ચે ઇશાન કિશન પર મધમાખીએ કર્યો હુમલો, જુઓ વિડીયો

ભારતે ઝિમ્બાબ્વે સામેની પ્રથમ વનડેમાં 10 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. મેચની શરૂઆત પહેલા જ્યારે ભારતીય ટીમ રાષ્ટ્રગીત માટે મેદાન પર પહોંચી ત્યારે ઈશાન કિશન પર મધમાખીએ હુમલો કર્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો.ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ 18 ઓગસ્ટના રોજ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઈ હતી. ભારતે આ મેચ એક તરફી રીતે 10 વિકેટથી જીતી લીધà
05:16 AM Aug 19, 2022 IST | Vipul Pandya
ભારતે ઝિમ્બાબ્વે સામેની પ્રથમ વનડેમાં 10 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. મેચની શરૂઆત પહેલા જ્યારે ભારતીય ટીમ રાષ્ટ્રગીત માટે મેદાન પર પહોંચી ત્યારે ઈશાન કિશન પર મધમાખીએ હુમલો કર્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ 18 ઓગસ્ટના રોજ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઈ હતી. ભારતે આ મેચ એક તરફી રીતે 10 વિકેટથી જીતી લીધી હતી. આ મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ રાષ્ટ્રગીત માટે મેદાન પર પહોંચી હતી. રાષ્ટ્રગીતની વચ્ચે ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન પર મધમાખીએ હુમલો કર્યો હતો, જે બાદ તેની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
ઈશાન કિશન મધમાખીથી પરેશાન જોઈને ચોંકી ગયો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે. ઈશાન કિશન સંપૂર્ણપણે રાષ્ટ્રગીતમાં ડૂબી ગયો હતો, જ્યારે એક મધમાખી તેના કાન પાસે પહોંચી અને તે ચોંકી ગયો હતો. જુઓ વિડીયો 

Tags :
BeeCricketGujaratFirstIndiaIshanKishanNationalAnthemZimbave
Next Article