Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈશાન કિશને મસ્તીમાં શુભમન ગિલને મારી દીધો લાફો અને પછી...

ટીમ ઈન્ડિયા (Team India) એ તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ સામે હોમ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું અને વનડે (ODI), T20 બંનેમાં સિરીઝ જીતી ફેન્સને ખુશ થવાની તક આપી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડે શ્રેણીમાં કીવી ટીમનો 3-0થી ક્લીન સ્વીપ કર્યો હતો. આ બંને શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગિલ (Shubman Gill) તેના બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. વળી બીજી તરફ ટીમ ઈન્ડિયામાં કે.એલ રાહુલ (KL Rahul) અને રિષભ પà
ઈશાન કિશને મસ્તીમાં શુભમન ગિલને મારી દીધો લાફો અને પછી
ટીમ ઈન્ડિયા (Team India) એ તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ સામે હોમ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું અને વનડે (ODI), T20 બંનેમાં સિરીઝ જીતી ફેન્સને ખુશ થવાની તક આપી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડે શ્રેણીમાં કીવી ટીમનો 3-0થી ક્લીન સ્વીપ કર્યો હતો. આ બંને શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગિલ (Shubman Gill) તેના બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. વળી બીજી તરફ ટીમ ઈન્ડિયામાં કે.એલ રાહુલ (KL Rahul) અને રિષભ પંત (Rishabh Pant) ની ગેરહાજરીમાં વિકેટકીપર તરીકે ઈશાન કિશન (Ishan Kishan) ને ટીમમાં લેવામાં આવ્યો હતો, પરંતુ તે કોઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નહીં. હવે તેનો એક વીડિયો સામે આવી રહ્યો છે. જેમા તે શુભમન ગિલને થપ્પડ મારતો જોવા મળી રહ્યો છે.
ઈશાને ગિલને માર્યો થપ્પડ
ભારતીય ક્રિકેટ ટીમ માટે દરેક ફોર્મેટમાં સતત રન બનાવનાર ટીમનો યુવા બેટ્સમેન શુભમન ગીલ સોશિયલ મીડિયા પર તેટલો જ સક્રિય છે જેટલો તે મેદાન પર હોય છે અને વિરોધી ટીમના બોલરોને ફાડી નાખે છે. ગિલ અવારનવાર સોશિયલ મીડિયા રીલ્સ, ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે. ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી T20માં ધમાકેદાર સદી ફટકાર્યા બાદ ગિલે તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર એક ધમાકેદાર વીડિયો અપલોડ કર્યો છે. જીહા, આ વીડિયો ધમાકેદાર છે કારણ કે આ વીડિયોમાં ગિલ સિવાય તેનો પાર્ટનર ઈશાન કિશન અને ટીમનો ફ્લર્ટી ખેલાડી યુઝવેન્દ્ર ચહલ પણ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, શુભમન ગિલ, યુઝવેન્દ્ર ચહલ અને ઈશાન કિશન મસ્તી કરતા જોવા મળ્યા હતા. ગિલે આ મસ્તીનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં ત્રણેય ખેલાડીઓ રિયાલિટી શો રોડીઝની નકલ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં ઈશાન કિશન ગોરિલાના રૂપમાં જોવા મળી રહ્યો છે અને તે ચારે બાજુ કૂદી રહ્યો છે. આ દરમિયાન ઈશાન કિશન ગિલને જોરથી થપ્પડ પણ મારે છે. ત્રણેયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
શું છે આ વીડિયોમાં?
આ વીડિયોમાં શુભમન ગિલ, ઈશાન કિશન અને યુઝવેન્દ્ર ચહલે પ્રખ્યાત ટીવી શો રોડીઝમાંથી અભિનય કર્યો છે. વીડિયોમાં શુભમન ગિલ એક સ્પર્ધકની ભૂમિકા ભજવી રહ્યો છે જ્યારે ચહલ અને ઈશાન જજની ભૂમિકા ભજવી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર આ ફની વીડિયો શેર કરતા શુભમન ગિલે લખ્યું, "રોડીઝના સીનને રિક્રિએટ કરવો એ અમારી ફેવરિટ મોમેન્ટ હતી."
કોહલીએ ગિલને 'ફ્યુચર સ્ટાર' કહ્યો
શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીની છેલ્લી મેચમાં 63 બોલમાં 126 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઈનિંગમાં 12 ચોક્કા અને 7 છક્કા ફટકારીને T20 ઈન્ટરનેશનલમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. આ પહેલા ગિલે ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં પણ શાનદાર બેવડી સદી ફટકારી હતી. તેના શાનદાર ફોર્મને જોઈને પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શુભમન ગિલને ટીમ ઈન્ડિયાનો 'ફ્યુચર સ્ટાર' ગણાવ્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.