Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નાના મુકેશ અંબાણી મળવા પહોંચ્યા ઈશાના ટ્વીન્સ બાળકો, આટલા કિલો સોનું દાન કરશે પરિવાર

ભારતના સૌથી સફળ બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેમના આખા પરિવાર માટે આજનો દિવસ ઘણો ખાસ છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી આજે પોતાના જોડિયા બાળકો સાથે ભારત આવી છે અને અંબાણી પરિવારે ઈશા અને તેના બાળકોના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ પહેલેથી જ કરી લીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે મુકેશ અંબાણી પોતે દીકરીને રિસીવ કરવા પોતે જશે અને એવું જ થયું. ઈશા અને તેના બાળàª
નાના મુકેશ અંબાણી મળવા પહોંચ્યા ઈશાના ટ્વીન્સ બાળકો  આટલા કિલો સોનું દાન કરશે પરિવાર
ભારતના સૌથી સફળ બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેમના આખા પરિવાર માટે આજનો દિવસ ઘણો ખાસ છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી આજે પોતાના જોડિયા બાળકો સાથે ભારત આવી છે અને અંબાણી પરિવારે ઈશા અને તેના બાળકોના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ પહેલેથી જ કરી લીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે મુકેશ અંબાણી પોતે દીકરીને રિસીવ કરવા પોતે જશે અને એવું જ થયું. 
ઈશા અને તેના બાળકો માટે થશે પૂજા 
જણાવી દઈએ કે આ જ વર્ષ નવેમ્બર માં ઈશા અંબાણીએ કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં સીડર સેનાઈ ખાતે જોડિયા બાળકો કૃષ્ણા અને આદિયાને જન્મ આપ્યો હતો અને આ જોડિયા બાળકોના આગમન પછી ઈશા પહેલીવાર ઘરે આવી છે. આ સાથે જ અંબાણી પરિવારનો દરેક સભ્ય એનએ ખાસ કરીને મુકેશ અંબાણી તેમના પૌત્ર-પૌત્રીઓને મળવા આતુર હતા. ઈશા અને તેના બાળકો માટે ભારતના વિવિધ મંદિરોમાંથી ઘણા પંડિતોને બોલાવવામાં આવ્યા છે અને ઈશા અંબાણીના વર્લીવાળ ઘરમાં બાળકો માટે ભવ્ય પૂજા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૂજાને લગતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 
અંબાણી પરિવાર દાન કરશે આટલા કિલો સોનું?
આ બધા વચ્ચે ચર્ચા એવી પણ સંભળાઇ રહી છે કે અંબાણી પરિવાર ઈશાના બાળકોના નામે 300 કિલો સોનું દાન કરવા જઈ રહ્યું છે. જો કે આ વિશે હજુ કોઈ સતાવાર નિવેદન બહાર આવ્યું નથી. જણાવી દઈએ કે ઈશા અંબાણી અને તેના બાળકો માટે થતી આ પૂજાના ભોજનનું મેનુ પણ ઘણું મોટું અને નવીન છે. પૂજામાં રસોઇ બનાવવા માટે વિશ્વભરમાંથી વિવિધ કેટરર્સને બોલાવવામાં આવ્યા છે અને એ સાથે જ અંબાણી પરિવાર તેમના ઘરના ભવ્ય સમારોહમાં ભારતના મોટા મંદિરો જેમ કે તિરુપતિ બાલાજી, તિરુમાલા, શ્રીનાથજી, નાથદ્વારા અને શ્રી દ્વારકાધીશ અને અન્ય સ્થળોએથી વિશેષ પ્રસાદ પણ પીરસશે
ડોકટરોની ટીમ એમની દેખરેખ હેઠળ ઈશા અને બાળકોને મુંબઈ લઈ આવ્યા 
જણાવી દઈએ કે ઈશા અને તેના બાળકો કતારથી ફ્લાઈટ દ્વારા મુંબઈ આવ્યા છે અને આ ફ્લાઈટ કતારના નેતાએ જ મોકલી હતી જે મુકેશ અંબાણીના સારા મિત્ર પણ છે. આ સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈના શ્રેષ્ઠ ડોક્ટરોની ટીમ પણ લોસ એન્જલસ પહોંચી હતી અને આ તમામ ડોકટરોની ટીમ એમની દેખરેખ હેઠળ ઈશા અને બાળકોને મુંબઈ લઈ આવ્યા છે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.