Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વરસાદમાં શું તમારો સ્માર્ટ ફોન બગડી ગયો છે ? તો કરો આ સરળ કામ

આજકાલ ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આપણને વરસાદમાં સૌથી વધુ ટેન્શન સ્માર્ટ ફોનનું હોય છે. વરસાદ હોય કે ગરમી પણ આપણે બહાર કામ માટે તો નીકળવું પડે છે. વરસાદમાં ફોનને બચાવવા માટે લોકો પાઉચ હાથમાં રાખે છે. કેટલીકવાર આપણે ઘણું ધ્યાન રાખીએ તો પણ ફોન ભીનો થઈ જાય છે અને બગડી જાય છે.શું  તમારો ફોન પણ બગડી ગયો છે તો આજે અમે તમને અમુક એવી  ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે  મà
વરસાદમાં શું તમારો સ્માર્ટ ફોન બગડી ગયો છે   તો કરો આ સરળ કામ
આજકાલ ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આપણને વરસાદમાં સૌથી વધુ ટેન્શન સ્માર્ટ ફોનનું હોય છે. વરસાદ હોય કે ગરમી પણ આપણે બહાર કામ માટે તો નીકળવું પડે છે. વરસાદમાં ફોનને બચાવવા માટે લોકો પાઉચ હાથમાં રાખે છે. કેટલીકવાર આપણે ઘણું ધ્યાન રાખીએ તો પણ ફોન ભીનો થઈ જાય છે અને બગડી જાય છે.શું  તમારો ફોન પણ બગડી ગયો છે તો આજે અમે તમને અમુક એવી  ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે  મોબાઈલને સરળતાથી ઠીક કરી શકો છો.
તરત જ ફોન  સ્વિચ ઓફ કરી દો :
જો સ્માર્ટફોન/ફોન પાણીમાં ભીના થઈ જાય તો તેને તરત જ બંધ કરી દો. જો ફોનની અંદર પાણી ભરાઈ જાય તો  તેમાં શોર્ટ સર્કિટ પણ થઈ શકે છે. 
ફોનમાંથી બેટરી બહાર કાઢી લો:
જો ફોન પાણી કે વરસાદમાં ભીંજાઈ જાય તો તેની બેટરી કાઢી નાખો, તેનાથી ફોનમાં આવતો  પાવર બંધ થઈ જશે. જો તમારા ફોનમાં નોન-રીમૂવેબલ બેટરી છે, તો તમારે સીધો ફોન બંધ કરી દેવો જોઈએ. જે ફોનમાં નોન-રીમુવેબલ બેટરી હોય છે તેમાં શોર્ટ સર્કિટ થવાની સંભાવના વધુ હોય છે.આ ઉપરાંત તમે ફોનમાંથી ફોન કવર, સિમ કાર્ડ, મેમરી કાર્ડ કાઢી નાખો. આમ કરવાથી શોર્ટ સર્કિટનું જોખમ ઓછું થશે. 
હેડફોન અને યુએસબીનો ઉપયોગ કરશો નહીં:
જો તમારો ફોન ભીનો હોય ત્યારે  તેની સાથે હેડ ફોન અને યુએસબીને બિલકુલ કનેક્ટ કરશો નહીં. જે તમારા  ફોનને નુકસાન પહોંચાડી શકે છે. 
વોટરપ્રૂફ પાઉચ સાથે રાખો :
મોબાઈલને સુરક્ષિત રાખવા માટે તમે વોટરપ્રૂફ પાઉચ સાથે રાખી શકો છો. જે તમને તે કોઈપણ ઓનલાઈન સાઈટ પર મળશે. તેની કિંમત પણ માત્ર 99 રૂપિયા છે. આટલા પૈસા ખર્ચીને તમે તમારા હજારો રૂપિયાના ફોનને બચાવી શકો છો.
Advertisement
Tags :
Advertisement

.