Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં ? હવે ઘરે બેઠા એકદમ સરળ રીતે કરો ચેક

મતદાન કરવું તે આપણો અધિકાર છે. પરંતુ મતદાન કરવા માટે પણ મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે. તમારા વિસ્તારના સારા પ્રતિનિધિને ચૂંટવા માટે મતદાન કરવું જોઈએ.18 વર્ષ પૂર્ણ થયા હોય તે લોકો મતદાર યાદીમાં નામ નોંધણી કરી શકે છે. નામ નોંધાવવા અથવા કોઈ સુધારા કરવા માટે વિશેષ ઝુંબેશ પણ ચલાવવામાં આવી છે. જો કે મતદાન યાદીમાં તમારું નામ છે કે નહીં એ ચેક કરી લો અને ન હોય તો વૉટરહેલ્પલાઈન પર નામ નોં
01:08 PM May 10, 2022 IST | Vipul Pandya

મતદાન કરવું તે આપણો
અધિકાર છે. પરંતુ મતદાન કરવા માટે પણ મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે. તમારા
વિસ્તારના સારા પ્રતિનિધિને ચૂંટવા માટે મતદાન કરવું જોઈએ.
18
વર્ષ પૂર્ણ થયા હોય તે લોકો મતદાર યાદીમાં નામ નોંધણી કરી શકે છે.
નામ નોંધાવવા અથવા કોઈ સુધારા કરવા માટે વિશેષ ઝુંબેશ પણ ચલાવવામાં આવી છે. જો કે
મતદાન યાદીમાં તમારું નામ છે કે નહીં એ ચેક કરી લો અને ન હોય તો વૉટરહેલ્પલાઈન પર
નામ નોંધણી કરવી શકાય છે.
ચૂંટણી
પંચે આની ચકાસણી કરવાની પદ્ધતિ ખૂબ જ સરળ બનાવી છે. તમે ઘરે બેઠા લિસ્ટમાં તમારું
નામ ચેક કરી શકો છો. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે કરી શકાય..


મતદાર યાદીમાં તમારું નામ આ રીતે
ઓનલાઈન ચેક કરો

આ માટે તમારે ચૂંટણી પંચની વેબસાઇટ http://electoralsearch.in/
પર જવું પડશે.

તમે આ વેબસાઇટ પર તમારું નામ બે રીતે શોધી શકો છો.

પ્રથમ પદ્ધતિ વિગતો દ્વારા શોધ
નામની છે. જ્યાં તમે તમારું નામ, સરનામું,
ઉંમર જેવી માહિતી દાખલ કરી શકો.

બીજી રીત ‘EPIC નંબર દ્વારા શોધછે.
અહીં તમારે ઓળખ કાર્ડ નંબર (
EPIC નંબર) દાખલ કરવો પડશે.

 

આ રીતે EPIC
નંબર વગર તમારું નામ શોધો

આ માટે ‘Search by Details’નો વિકલ્પ પસંદ કરો.

તમારું નામ, પિતાનું નામ, ઉંમર, લિંગ, રાજ્ય, જિલ્લો અને
વિધાનસભા મતવિસ્તાર પસંદ કરો.

હવે  આપેલ કેપ્ચા કોડ દાખલ કરો અને શોધ વિકલ્પ પર
ક્લિક કરો.

આમાં તમારો ઓળખ કાર્ડ નંબર / EPIC
નંબર, અને મતદાન મથક સુધી લખવામાં આવશે.

તમે નીચે આપેલા
પ્રિન્ટ મતદાર માહિતી વિકલ્પ પર ક્લિક કરીને મતદારની માહિતી પણ છાપી શકો છો.

Tags :
GujaratFirstOnlineVoterCardVoterList
Next Article