શું વિરાટ કોહલીનું કરિયર ખતમ? ફોર્મ મેળવવા સતત કરી રહ્યો છે સંઘર્ષ
ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડની ધરતી પર ગત વર્ષ બાકી રહી ગયેલ એક માત્ર ટેસ્ટ મેચ રમી રહી છે. આ ટેસ્ટ મેચમાં ઘણા ખેલાડીઓના ટેસ્ટ થઇ રહ્યા છે. ખાસ કરીને ટીમનો સીનીયર ખેલાડી વિરાટ કોહલી, દિનેશ કાર્તિક પર સૌ કોઇની ખાસ નજર છે. જોકે, વિરાટ કોહલી આ મેચની પ્રથમ ઈનિંગમાં જલ્દી જ આઉટ થઇ ગયો હતો. ત્યારે હવે ચર્ચાઓ તેજ થઇ છે કે શું વિરાટ કોહલીનું કેરિયર ખતમ થઇ ગયું છે?એક એવો ખેલાડી કે જેણે પોતાના દ
03:18 AM Jul 02, 2022 IST
|
Vipul Pandya
ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડની ધરતી પર ગત વર્ષ બાકી રહી ગયેલ એક માત્ર ટેસ્ટ મેચ રમી રહી છે. આ ટેસ્ટ મેચમાં ઘણા ખેલાડીઓના ટેસ્ટ થઇ રહ્યા છે. ખાસ કરીને ટીમનો સીનીયર ખેલાડી વિરાટ કોહલી, દિનેશ કાર્તિક પર સૌ કોઇની ખાસ નજર છે. જોકે, વિરાટ કોહલી આ મેચની પ્રથમ ઈનિંગમાં જલ્દી જ આઉટ થઇ ગયો હતો. ત્યારે હવે ચર્ચાઓ તેજ થઇ છે કે શું વિરાટ કોહલીનું કેરિયર ખતમ થઇ ગયું છે?
એક એવો ખેલાડી કે જેણે પોતાના દમ પર ઘણીવાર ટીમ ઈન્ડિયાને જીત અપાવી છે, જે ખેલાડીને રન મશીન કહેવાય છે તે આજે એક-એક રન બનાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલી, ભારતીય ટીમનો એક એવો ખેલાડી કે જેના પર હંમેશા ચાહકોની નજર રહે છે. એજબેસ્ટન ખાતે રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ફરી નિર્ધારિત ટેસ્ટમાં કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં બધાની નજર કોહલી પર હતી, પરંતુ કિંગ કોહલીના બેટથી ફરી એકવાર ખરાબ ઈનિંગ જોવા મળી હતી. પાંચમી ટેસ્ટમાં વિરાટ ઈંગ્લિશ ટીમના નવોદિત ખેલાડી મેટી પોટ્સનો શિકાર બન્યો હતો.
એટલું જ નહીં, આ વખતે બોલ છોડવાના મામલામાં વિરાટે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. જે દર્શાવે છે કે તે કેવા સમયથી પસાર થઇ રહ્યો છે. આ ઘટના ભારતીય ઇનિંગ્સની 25મી ઓવરમાં બની હતી. મેટી પોટ્સ દિવસની 8મી ઓવર ફેંકવા આવ્યો હતો. આ ઓવરનો બીજો બોલ પોટ્સે ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો હતો. બોલ રમતી વખતે વિરાટ ખૂબ જ મૂંઝવણમાં દેખાઇ રહ્યો હતો. પહેલા વિરાટ બોલ પાસે ગયો પછી તેણે બોલ છોડવાનો નિર્ણય કર્યો. આ દરમિયાન પોટ્સનો બોલ વિરાટના બેટની અંદરની કિનારી સાથે અથડાયો અને પછી સીધો સ્ટમ્પ પર અથડાયો. આ રીતે વિરાટની ઇનિંગ્સનો અંત આવ્યો હતો.
વિરાટ કોહલીએ ફરીથી નિર્ધારિત ટેસ્ટમાં ઈંગ્લેન્ડના બોલરો સામે ભારતીય ટીમની પ્રથમ ઇનિંગમાં માત્ર 11 રન બનાવ્યા હતા. કોહલીએ ઈંગ્લિશ ટીમના બોલરોના 19 બોલનો સામનો કર્યો, જે દરમિયાન તેના બેટથી 2 ચોક્કા જોવા મળ્યા. પરંતુ આ પછી 23 વર્ષના બોલર મેટી પોટ્સના ઓફ-સ્ટમ્પની બહાર પડેલા બોલે વિરાટને મૂંઝવણમાં મૂકી દીધો અને વિરાટે પોતાની કિંમતી વિકેટ ગુમાવી દીધી.
જોકે આ અંગે હવે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓફ સ્પિનર ગ્રીમ સ્વાનનું કહેવું છે કે, ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ સામેની 5મી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં જે રીતે આઉટ થયો હતો તેના વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તે મેદાન પર ઓછા સમય સુધી રહ્યો હતો. મહત્વનું છે કે, વિરાટ કોહલીના ફોર્મથી તેના તમામ ફેન્સ અને ક્રિકેટ એક્સપર્ટ ચિંતિત છે. નવેમ્બર 2019 માં છેલ્લી સદી બાદ વિરાટે અત્યાર સુધી એક પણ સદી ફટકારી નથી, જ્યારે તેની સદીની રાહ હવે અઢી વર્ષથી વધુ સમય પસાર થઈ ગયો છે.
Next Article