Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ સ્પ્રે છાંટવાથી તરત ભાગી જશે ગરોળીઓ..

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શિયાળા અથવા તો ઠંડા વાતાવરણમાં ગરોળી ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. કદાચ ઘણાં દિવસો સુધી જોવા ન મળે તો પણ નવાઈ નહીં.. પરંતુ ગરોળી શા માટે ઠંડા વાતાવરણમાં નથી જોવા મળતી તે પાછળનું કારણ જાણો છો? આવો જણાવીએ તે પાછળનું કારણ શું છે.. કહેવાય છે કે ઠંડા ટેમ્પ્રેચરમાં ગરોળીનું લોહી જાડું થઈ જાય છે. ગરોળીનું લોહી થીજી જવાના કારણે તેની મૂવમેન્ટ ઘટી જાય છà«
12:48 PM Jul 14, 2022 IST | Vipul Pandya
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શિયાળા અથવા તો ઠંડા વાતાવરણમાં ગરોળી ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. કદાચ ઘણાં દિવસો સુધી જોવા ન મળે તો પણ નવાઈ નહીં.. પરંતુ ગરોળી શા માટે ઠંડા વાતાવરણમાં નથી જોવા મળતી તે પાછળનું કારણ જાણો છો? આવો જણાવીએ તે પાછળનું કારણ શું છે.. 
  • કહેવાય છે કે ઠંડા ટેમ્પ્રેચરમાં ગરોળીનું લોહી જાડું થઈ જાય છે. ગરોળીનું લોહી થીજી જવાના કારણે તેની મૂવમેન્ટ ઘટી જાય છે, કારણ કે સરળતાથી સરકી શકતી નથી. તેથી જો તમારા ઘર કે બાથરૂમમાં પણ ગરોળીએ અડ્ડો જમાવ્યો હોય તો તેને ભગાડવા માટે જ્યાં પણ ગરોળી દેખાય ત્યાં બરફના પાણીનું સ્પ્રે થોડા દિવસો સુધી કરો. 
  • ગરોળીને લસણની ગંધ સહેજ પણ પસંદ નથી. તેથી લસણનો રસ કાઢી તેના સ્પ્રેનો એ જગ્યાએ છંટકાવ કરવાથી પણ ગરોળી ભાગી જશે. આ સાથે સાથે લસણની કળીઓ દરવાજા અને બારીઓ પર લટકવવાથી પણ ફાયદો થઈ શકે છે.
  • આ સાથે નેપ્થેલિનની ગોળીની ગંધ પણ ગરોળીને ભગાવવા માટે શ્રેષ્ઠ ગણાય છે. તેને વૉશબેઝિન, બારી કે કબાટમાં રાખી શકો છો. તેનાથી પણ ગરોળીથી છૂટકારો મેળવી શકો છો.
  • ડુંગળીની ગંધ આપણા મનુષ્યને પણ ચોધાર આંસુએ રડાવી મૂકતા હોય તો..તો એ બીજું શું ન કરી શકે! તો આ જ ડુંગળીનો રસ પણ ગરોળીને ભગાડવા માટે અક્સિર ગણાય છે. એ માટે ડુંગળીનો રસ કાઢી સ્પ્રે બોટલમાં ભરી જે જે જગ્યાઓએ ગરોળીઓનો વાસ હોય ત્યાં થોડા દિવસ સુધી સ્પ્રે કરવો. તેની ગંધ ગરોળી સહન કરી શકતી નથી. તેથી તરત જ ત્યાંથી ભાગવા લાગશે.
  • આ સાથે મરી પાવડર અને પાણીને મિક્સ કરીને એ જગ્યા પર સ્પ્રે કરો જ્યાંથી ગરોળી આવે છે, તેની ગંધથી પણ તે ગરોળી ત્યાંથી ભાગતી થઈ જશે. અને ફરી ત્યાં નહીં ફરકે.   
સા સાથે ખાસ કાળજીએ રાખો ઘરમાં સ્વચ્છતા જળવાઈ રહે. કારણ કે જે જે જગ્યાએ કીડી-મકોડા કે જીવજંતુઓ બણબણતા રહેતા હોય ત્યાં ગરોળીને પણ ત્યાં અડ્ડો જમાવતા વાર નહીં લાગે. કારણ કે આ જીવજંતુઓ ગરોળીનો ખોરાક ગણાય છે, તેથી તેને ખાવા માટે ગરોળી પણ આવશે જ.. 
Tags :
GujaratFirstHomeCareHomeRemediesLizardMonsoon
Next Article