Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સ્વપ્ન સાકાર કરવાની કોઈ ચોક્કસ ઉંમર હોય ખરી?

ઘણી વખત આપણે સાંભળતા હોઈએ છીએ કે યુવાનીમાં જેટલું થઈ શકે એટલું કામ કરી લેવું ઉંમરના અમુક વર્ષોમાં જ જો તમે તમારા સ્વપ્નાઓ સહકાર નહીં કરી શકો તો એ સ્વપ્નાઓ અધૂરા જ રહી જશે અને તમે એ અધુરા સ્વપ્નોના અફસોસના અહેસાસ સાથે બાકીનું જીવન જીવી જશો.સામાન્ય રીતે સૌને લાગુ પડે અને સહુને ગમી જાય અને સહુને માનવી પડે એવી આ વાત છે પણ જો આપણે દુનિયાના એવા કેટલાક સફળ થયેલા ઉદાહરણ જોઈએ કે જેમણે પોતાà
04:50 AM Apr 28, 2022 IST | Vipul Pandya
ઘણી વખત આપણે સાંભળતા હોઈએ છીએ કે યુવાનીમાં જેટલું થઈ શકે એટલું કામ કરી લેવું ઉંમરના અમુક વર્ષોમાં જ જો તમે તમારા સ્વપ્નાઓ સહકાર નહીં કરી શકો તો એ સ્વપ્નાઓ અધૂરા જ રહી જશે અને તમે એ અધુરા સ્વપ્નોના અફસોસના અહેસાસ સાથે બાકીનું જીવન જીવી જશો.
સામાન્ય રીતે સૌને લાગુ પડે અને સહુને ગમી જાય અને સહુને માનવી પડે એવી આ વાત છે પણ જો આપણે દુનિયાના એવા કેટલાક સફળ થયેલા ઉદાહરણ જોઈએ કે જેમણે પોતાના લક્ષ્યને પોતાના સ્વપ્નને પોતાના છે એને સાકાર કરવા માટે ક્યારે પોતાની વધતી ઉંમરનો વિચાર કર્યો નથી અને સતત પોતાના કાર્ય તરફ પ્રતિબદ્ધ રહીને કામ કરતા રહ્યા છે અને છેવટ સુધી ઝઝુમતા રહીને એમાંના કેટલાક એતો નોંધપાત્ર સફળતા પણ પ્રાપ્ત કરી છે.
આવા અનેક ઉદાહરણો આપી શકાય. અત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગની મૌસમ ચાલી રહી છે. સર્વત્ર IPLની મેચોના ધૂમ ધડાકાના સમાચાર આપણને સાંભળવા મળે છે અને એટલે ઉપરની વાતના સમર્થનમાં આજે એવો જ એક ક્રિકેટનું સ્વપ્ન સેવી માણસ કે જેણે 41માં વર્ષે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી તેની થોડીક વાત કરીએ.
મહારાષ્ટ્રના એક સામાન્ય પરિવારમાં જન્મેલા પ્રવીણને નાનપણથી જ ક્રિકેટનું ઘેલું લાગેલું હતું. પારિવારિક સંજોગો એટલા મજબૂત નહોતા એટલે બાળપણમાં કે કિશોર વયમાં પ્રવીણને ક્રિકેટની પ્રાથમિક તાલીમની પૂરતી સગવડો પણ મળી નહોતી અને છતાં પ્રવીણના મનમાં સતત ક્રિકેટ રમાતું હતું અને એક સફળ ક્રિકેટર તરીકે પોતે પોતાના દેશ માટે રમવા માગતો હતો. 40 વર્ષ સુધી મુંબઈમાં ક્રિકેટ રમતો રહ્યો પણ સારૂ ક્રિકેટ રમતો હોવા છતાં કોઈ એક યા બીજા કારણોસર કોઈ મોટી મેચમાં એટલે કે ફર્સ્ટ ક્લાસ મેચમાં પણ તેને કયારેય સ્થાન મળ્યું નહીં. બીજું કોઈ હોત તો નિરાશ થઈને પોતાનું સ્વપ્ન બદલી નાખત-  પોતાનું ક્ષેત્ર ભજવી નાખત પણ પ્રવીણ તાંબે સહેજ પણ નિરાશ થયા વગર 41માં વર્ષની ઉંમર સુધી ધીરજથી પોતાનો વારો આવવાની રાહ જોતો રહ્યો.
રાજસ્થાન રોયલ્સને એકવાર એક સ્પિનરની જરૂર પડી અને કોઈકે પ્રવીણ તાંબેનું નામ આગળ કર્યું અને સદનસીબે  ૪૧ વર્ષના પ્રવીણ તાંબેને પ્રથમ વખત IPLમાં રમવાની તક મળી. કહેવાય છે કે એનું સિલેક્શન થયા પછી એ જ્યારે ટીમ સાથે જોડાયો જ્યારે ટીમના કેટલાક સભ્યોએ એવી કોમેન્ટ પણ કરેલી કે"હા કાકા અહીં ક્રિકેટના મેદાન ઉપર કેમ આવ્યા છે?"
આવી કોઈ કૉમેન્ટ નથી કે કોઈ અભિપ્રાય આપે તેનાથી નિરાશ થઈ જાય તેવી પ્રવીણની માનસિકતા નહોતી અને એ પ્રવીણ તાંબે જ્યારે પ્રથમ વખત IPL માં મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યો ક્યારે ડ્રેસિંગરૂમમાં રડી પડ્યો હતો. તેનું આ રુદન તેની ૪૧ વર્ષની તપસ્યા પછી તેણે કરેલો ગાંડિવ  ટંકાર હતો એમ કહીએ તો પણ ખોટું નથી.
આજે તો જાણીતી સેલિબ્રિટી ઉપર બાયોપિક ફિલ્મ બનાવવાનો એક જબરજસ્ત ઉભરો આવ્યો છે. ત્યારે પ્રવીણ તાંબે ઉપર પણ ફિલ્મ બને અને ઓ.ટી. ટીના પ્લેટફોર્મ ઉપર એક ફિલ્મ રિલીઝ થતાની સાથે જ લોકોના હૃદયને સ્પર્શી જાય એ પ્રવીણ તાંબેની સ્વપ્નને સાકાર કરવા માટેની ધીરજ ખંત પરિશ્રમ અને આત્મવિશ્વાસની ગવાહી પૂરે છે. પ્રવીણ તાંબેને જ્યારે એની સફળતાનું રહસ્ય કોઈ પૂછે છે ત્યારે એ ત્રણ જ શબ્દો આપણને આપે છે કે ક્યારે તમારા સ્વપ્નને અધૂરા છોડશો નહીં.
વાત નીકળી છે ત્યારે આપણને મિસબાહ-ઉલ-હક, એલેક્સ જ્હોન નિકોલ્સ, સનત જયસૂર્યા વગેરે જેવા ક્રિકેટરો કે જેઓ 40ની આસપાસ ક્રિકેટના ગગનમાં ચમક્યા હતા તે યાદ આવે છે.
આપણા મહાન ભારતીય ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન નાયડુ ૧૯૩૬માં એમની છેલ્લી ટેસ્ટ મેચ રમ્યા ત્યારે તેમની વય પણ ૪૧ વર્ષની હતી અને ૬૨ વર્ષની વયે તેઓ ઉત્તર પ્રદેશ તરફથી રમ્યા પણ હતા ૧૯૬૩ અને ૬૪ માં મહારાષ્ટ્રમાં તેઓ એક ચેરિટી મેચ રમવા માટે મેદાન પર ઉતર્યા ક્યારેક તેમની ઉંમર ૬૯ વર્ષની હતી.
ટૂંકમાં ક્રિકેટ હોય કે જીવનનું બીજું કોઈ પણ ક્ષેત્ર હોય એ સ્વપ્નને સાકાર કરવાની કોઇ ઉંમર હોતી નથી એના આ બધા જીવતા જાગતા ઉદાહરણો છે કે ઉદાહરણોની સાથે આપણે ૪૧ વર્ષે IPLમાં દાખલ થઈને 45 માં વર્ષે કલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી રમનારા પ્રવીણ તાંબેને તેની ધીરજ અને તેના આત્મવિશ્વાસને સલામ કરીએ.
Tags :
GujaratFirstIPLPravintambeSanathJayasuriya
Next Article