શું સૌરવ ગાંગુલી નવી શરૂઆત કરવા જઈ રહ્યો છે? પોતે જ કરી દીધો ખુલાસો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ બુધવારે એક ટ્વિટ કર્યું. આ ટ્વીટમાં તેણે લખ્યું કે તે હવે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે અને આ માટે તેણે ફેન્સનો સપોર્ટ પણ માંગ્યો છે. આ પછી એવી અટકળો વહેતી થઈ હતી કે ગાંગુલી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી રહ્યા છે અને તેઓ રાજકારણમાં નવી ઈનિંગ શરૂ કરી શકે છે. પરંતુ હવે ગાંગુલીએ પોતે આ વાતને નકારી કાઢી છે. મીડિયા સાથેની વાતચીતમાં સૌà
06:15 PM Jun 01, 2022 IST
|
Vipul Pandya
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ બુધવારે એક ટ્વિટ કર્યું. આ ટ્વીટમાં તેણે લખ્યું કે તે હવે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે અને આ માટે તેણે ફેન્સનો સપોર્ટ પણ માંગ્યો છે. આ પછી એવી અટકળો વહેતી થઈ હતી કે ગાંગુલી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી રહ્યા છે અને તેઓ રાજકારણમાં નવી ઈનિંગ શરૂ કરી શકે છે. પરંતુ હવે ગાંગુલીએ પોતે આ વાતને નકારી કાઢી છે. મીડિયા સાથેની વાતચીતમાં સૌરવ ગાંગુલીએ કહ્યું કે મેં રાજીનામું આપ્યું નથી, હું એક નવી એજ્યુકેશન એપ લોન્ચ કરી રહ્યો છું.
બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌરવ ગાંગુલી શિક્ષણ ક્ષેત્રે એક નવી કંપની શરૂ કરી રહ્યો છે. BCCI પ્રમુખ દ્વારા આજે કરવામાં આવેલ ટ્વીટ આ એજ્યુકેશન એપના સંદર્ભમાં હતું. આ પહેલા BCCI સેક્રેટરી જય શાહે ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે સૌરવ ગાંગુલીના BCCI અધ્યક્ષ પદ પરથી હટવાની અફવાઓ ખોટી છે. શાહે કહ્યું હતું કે મીડિયા અધિકારોને લઈને આગળ કેટલાક રોમાંચક સમય આવી રહ્યા છે અને હું અને મારા સાથી ખેલાડીઓ આ આગામી અવસર પર અને ભારતીય ક્રિકેટના હિતોનું રક્ષણ કરવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ.
વર્ષ 2022 એ મારું ક્રિકેટમાં 30મું વર્ષ છે. મેં 1992માં રમવાનું શરૂ કર્યું, ત્યારથી આજ સુધી ક્રિકેટે મને ઘણું આપ્યું છે. સૌથી અગત્યની વાત એ છે કે મને તમારા બધાનો સાથ મળ્યો છે. હું દરેક વ્યક્તિનો આભાર માનું છું જેઓ મારી યાત્રાનો હિસ્સો છે. મને ટેકો આપ્યો અને આજે હું જ્યાં છું ત્યાં પહોંચવામાં મદદ કરી. આજે હું કંઈક શરૂ કરવાનું વિચારી રહ્યો છું જે મને લાગે છે કે કદાચ ઘણા લોકોને મદદ કરશે. હું આશા રાખું છું કે જીવનના આ નવા અધ્યાયમાં તમે મારી સાથે રહેશો.
Next Article