શું તમારા આધાર કાર્ડનો ઉપયોગ અન્ય કોઈ તો નથી કરી રહ્યું ને? કેવી રીતે જાણશો?
આધાર કાર્ડ એ આજકાલ ખૂબ જ જરૂરી ડૉક્યુમેન્ટ્સમાંથીનું એક ગણાય છે. કોઈ પણ જગ્યાએ પૂરાવા આપવાના થાય ત્યારે આધાર કાર્ડ તો સૌથી પહેલા જોઈએ જ.. પરંતુ આજના આ ડિજીટલ યુગમાં સરળતા વધવાની સાથે ફ્રોડ પણ એટલા જ વધવા લાગ્યા છે. અને તમારા જરૂરી ડૉક્યુમેન્ટોનો મિસ-યુઝ થતા વાર પણ નથી લાગતી.. ત્યારે શું તમારા આધાર કાર્ડનો પણ મિસ-યુઝ તો નથી થઈ રહ્યો ને? આવો જાણીએ કેવી રીતે ચૅક કરશો.. સાથે જ અમે તમને એ પણ
12:31 PM Jul 08, 2022 IST
|
Vipul Pandya
આધાર કાર્ડ એ આજકાલ ખૂબ જ જરૂરી ડૉક્યુમેન્ટ્સમાંથીનું એક ગણાય છે. કોઈ પણ જગ્યાએ પૂરાવા આપવાના થાય ત્યારે આધાર કાર્ડ તો સૌથી પહેલા જોઈએ જ.. પરંતુ આજના આ ડિજીટલ યુગમાં સરળતા વધવાની સાથે ફ્રોડ પણ એટલા જ વધવા લાગ્યા છે. અને તમારા જરૂરી ડૉક્યુમેન્ટોનો મિસ-યુઝ થતા વાર પણ નથી લાગતી.. ત્યારે શું તમારા આધાર કાર્ડનો પણ મિસ-યુઝ તો નથી થઈ રહ્યો ને? આવો જાણીએ કેવી રીતે ચૅક કરશો.. સાથે જ અમે તમને એ પણ જણાવી રહ્યા છીએ કે કઈ પદ્ધતિ અપનાવીને તમે આધાર કાર્ડ સાથે છેતરપિંડીથી બચી શકો છો.
- સૌ પ્રથમ UIDAI ની વેબસાઇટ પર જાવ. તે માટે https://uidai.gov.in/ પર લૉગ ઈન કરો.
- તેમાંથી My Aadhaar પર ક્લિક કરી, 'Aadhaar Services' ના વિકલ્પમાંથી 'Aadhaar Authentication History' પર ક્લિક કરો.
- હવે જે એક નવું પેજ ખુલશે, તેમાં તમારે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે.
- હવે અહીં 'કેપ્ચા કોડ' દાખલ કરવો.
- હવે અહીં 'જનરેટ OTP' બટન પર ક્લિક કરશો એટલે બીજું પેજ ખુલશે.
- પેજ પર, તમે જે માહિતી જોવા માંગો છો તેનો સમયગાળો પસંદ કરવા અથવા અગાઉના વ્યવહારો માટેની વિગતો જોવા માટે તમને વિકલ્પો મળશે.
- હવે અહીં તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલો OTP દાખલ કરવો પડશે.
- આ પછી છેલ્લા કેટલાક દિવસોમાં જ્યાં પણ આધાર કાર્ડનું પ્રમાણીકરણ કરવામાં આવ્યું છે ત્યાં તમને તારીખ, સમય અને પ્રમાણીકરણના પ્રકારની વિગતો મળશે. પરંતુ એક સમયે માત્ર 50 વ્યવહારોની જ વિગતો જાણી શકશો.
આ ટ્રાન્ઝેક્શનને જોઈને જાણી શકાશે કે, આ તમામ વ્યવહારો તમે જાતે જ કર્યા છે કે પછી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ થઈ છે.
આધાર નંબરનું અસ્તિત્વ છે કે નહીં તે ચકાસવા માટે https://myaadhaar.uidai.gov.in/verifyAadhaar પર લોગ ઈન કરી શકો છો. તેમજ ઓફલાઈન વેરીફાઈ કરવા માટે, mAadhaar મોબાઈલ એપ્લિકેશનમાં QR કોડ સ્કેનરનો ઉપયોગ કરીને ઈ-આધાર અથવા આધાર અક્ષર અથવા આધાર PVC કાર્ડ પર QR કોડ સ્કેન કરી શકો છો. પરંતુ બને ત્યાં સુધી તમારા કિંમતી ડૉક્યુમેન્ટને ખૂબ જ સાચવીને રાખવા જોઈએ..
Next Article