Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું કામ ગોકુલધામમાં નથી જોવા મળતા જેઠાલાલ ?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. ક્યારેક શો છોડી રહેલા જૂના પાત્રો વિશે તો ક્યારેક શોમાં નવા કલાકારોની એન્ટ્રી વિશે. તાજેતરમાં જ મહેતા સાહેબના રોલમાં જોવા મળેલા શૈલેષ લોઢાએ તેને અલવિદા કહી દીધું, પછી ઘણી બધી વાતો થઈ, હવે જ્યારે આ પાત્ર માટે નવો ચહેરો મળ્યો છે, ત્યારે તે ફરી ચર્ચાનો વિષય બન્યો છે. તારક મહેતાના રોલમાં સચિન શ્રોફને કાસ્ટ કરવામાં આવ્યો છે.તારà
શું કામ ગોકુલધામમાં નથી જોવા મળતા જેઠાલાલ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. ક્યારેક શો છોડી રહેલા જૂના પાત્રો વિશે તો ક્યારેક શોમાં નવા કલાકારોની એન્ટ્રી વિશે. તાજેતરમાં જ મહેતા સાહેબના રોલમાં જોવા મળેલા શૈલેષ લોઢાએ તેને અલવિદા કહી દીધું, પછી ઘણી બધી વાતો થઈ, હવે જ્યારે આ પાત્ર માટે નવો ચહેરો મળ્યો છે, ત્યારે તે ફરી ચર્ચાનો વિષય બન્યો છે. તારક મહેતાના રોલમાં સચિન શ્રોફને કાસ્ટ કરવામાં આવ્યો છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આ દિવસોમાં બતાવવામાં આવ્યું છે કે જેઠાલાલને બેસ્ટ ડીલર બન્યા બાદ અમેરિકા જવાનો મોકો મળે છે, જેના કારણે દિલીપ જોશી શોમાં જોવા મળતા નથી. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસોમાં દિલીપ જોશી ખરેખર વિદેશમાં વેકેશન મનાવી રહ્યા છે. હાલમાં અમેરિકાના કેલિફોર્નિયામાં તેઓ  રજાઓ  માણી રહ્યા છે . 
Advertisement


 શું ખરેખર જેઠાલાલ ખરેખર અમેરિકામાં છે?
શોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે જેઠાલાલ અમેરિકા ગયા છે અને હવે દિલીપ જોશીએ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીર શેર કરી છે. જેમાં તેણે જણાવ્યું છે કે તે હાલમાં સેક્વોયા નેશનલ પાર્કમાં છે. તસવીરમાં  તમે જોઈ શકો  છો કે દિલીપ જોષી શર્ટ-પેન્ટ પહેરેલા અને માથા પર કેપ પહેરેલા જોવા મળે છે. ચાહકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે અને તેઓ દિલીપ જોશીને પણ જલદી શોમાં આવવા વિનંતી કરી રહ્યા છે.
જેઠાલાલે શો છોડ્યો હોવાની અફવા ફેલાઈ હતી
દિલીપ જોષી છેલ્લા દોઢ અઠવાડિયાથી શોમાં જોવા મળ્યા ન હોવાથી દર્શકોને લાગવા માંડ્યું હતું કે કદાચ હવે દિલીપ જોષી પણ શો છોડવા જઈ રહ્યા છે. નવા તારક મહેતાની એન્ટ્રી બાદ પણ જેઠાલાલનું પાત્ર શોમાં દેખાતું ન હતું, જેના કારણે એવી અટકળો વહેતી થઈ હતી કે દિલીપ જોશી પણ શો છોડવાના છે. એટલું જ નહીં, દર્શકોએ નિર્માતાઓને ચેતવણી પણ આપી હતી કે ગમે તે થાય, જેઠાલાલે શો છોડવા જોઈએ નહીં. પરંતુ દિલીપ જોશીએ તસ્વીર શેર કરતાની સાથે જ સ્પષ્ટ થઈ ગયું કે તેઓ શોથી દૂર કેમ છે. હાલમાં તે વેકેશનનો આનંદ માણી રહ્યા છે. 
Tags :
Advertisement

.