Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચોમાસાની શરૂઆત અને મુંબઈ પાણી-પાણી ન થાય તેવું બને ખરું? તંત્ર પર ઉઠ્યા સવાલ

ગરમીની સીઝનના અંત સાથે હવે ચોમાસાની ઋતુનો પ્રારંભ થઇ ગયો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો અહીં ગઇ કાલે રાત્રિથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રોડ-રસ્તા પાણી-પાણી થઇ ગયા છે. બોલિવૂડ નગરીની આવા હાલ આ વર્ષે જ નહીં પરંતુ દર વર્ષે અહીં પરિસ્થિતિ આ પ્રકારની જ જોવા મળે છે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશને ચોમાસાએ આવરી લીધો છે. આગામી દિવસોમાં મુંબઈમાં પણ વરસાદ પàª
02:52 AM Jul 05, 2022 IST | Vipul Pandya
ગરમીની સીઝનના અંત સાથે હવે ચોમાસાની ઋતુનો પ્રારંભ થઇ ગયો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો અહીં ગઇ કાલે રાત્રિથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રોડ-રસ્તા પાણી-પાણી થઇ ગયા છે. બોલિવૂડ નગરીની આવા હાલ આ વર્ષે જ નહીં પરંતુ દર વર્ષે અહીં પરિસ્થિતિ આ પ્રકારની જ જોવા મળે છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશને ચોમાસાએ આવરી લીધો છે. આગામી દિવસોમાં મુંબઈમાં પણ વરસાદ પડતો રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈમાં આજે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ સુધી જઇ શકે છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. મુંબઈના સિઓન વિસ્તારમાં રોડ કે રસ્તા દેખાતા નથી તેટલો વરસાદ પડી ગયો છે. વળી દર વર્ષે BMC ચોમાસા પહેલા કહે છે કે આ વર્ષે પાણી ભરાવાની સમસ્યા નહીં થાય જોકે, આ વાત કેટલી સાચી તે તમે પણ જોઇ જ શકો છો. આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહીને પગલે લોકો પહેલાથી જ એલર્ટ થઈ ગયા છે. સૌથી મોટો ખતરો પાણીનો ભરાવો અને તેના કારણે થતા નુકસાનનો છે. આની સાથે ઓફિસે આવતા-જતા લોકોની મુશ્કેલી કે તેમના કામમાં વધારો થાય છે. રસ્તાઓની સાથે રેલ્વે ટ્રેક પણ પાણીથી ભરાઈ ગયા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બપોરે 3.53 કલાકે 4.07 મીટરની હાઈટાઈડ આવી શકે છે. દરિયામાં જોરદાર મોજા ઉછળવાની આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને દરિયાની નજીક ન જવા અપીલ કરવામાં આવી છે. કારણ કે ઘણી વખત લોકો વરસાદની મોસમમાં દરિયાની આસપાસ ફરે છે અને હાઇટાઇડને કારણે જાનમાલનું નુકસાન થાય છે. કોંકણમાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે. તો સાથે જ મહાડ જિલ્લામાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર પર પણ તેની અસર જોવા મળી રહી છે. નદીઓના જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે. આગામી 5 દિવસ દરમિયાન ગુજરાત, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને યાનમ, તેલંગાણા, દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક કર્ણાટક, કેરળ અને માહેમાં ભારેથી અતિભારે વરસાદ અને ગાજવીજ/વીજળીના ચમકારા થવાની સંભાવના છે. કેરળના 6 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 

દેશના તમામ ભાગોમાં ચોમાસું પહોંચી ગયું છે અને ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ અને માહેમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. 7મી અને 8મી જુલાઈ, 2022ના રોજ દક્ષિણ ગુજરાત પ્રદેશ અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટ પ્રદેશો અને કોંકણ અને ગોવામાં 8 ટકા ભારે વરસાદ થવાની સંભાવના છે. આગામી 5 દિવસ દરમિયાન મરાઠવાડા અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં વાવાઝોડું/વીજળીના વરસાદની સંભાવના છે અને 06 અને 07 જુલાઈના રોજ મરાઠવાડામાં અને 04-06 જુલાઈ, 2022 દરમિયાન ઉત્તર આંતરિક કર્ણાટકમાં ખૂબ જ વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો - ભાજપની નવી રણનીતિ વિપક્ષ માટે બનશે માથાનો દુ:ખાવો, મુસ્લિમો પર રહેશે ફોકસ ?
Tags :
GujaratFirstheavyrainMonsoonMUMBAIPre-MonsoonRain
Next Article