Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું ફરી એકવાર ગુજરાતી સિનેજગત તેના સુવર્ણકાળ તરફ આગળ વધી રહ્યું છે ?

કહેવાય છે કે કલાને કોઈ સીમાડા નડતા નથી. હવે સાચા અર્થમાં આ સાચું સાબિત થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. સંજીવ કપૂર, પરવીન બાબી, આશા પારેખ, જેકી શ્રોફ, પરેશ રાવલ, શર્મન જોષી, હિમેશ રેશમીયા, રેમો ડિસોઝા, સંજય લીલા ભણસાલી, મહેશ ભટ્ટ આ લિસ્ટ ઘણું લાંબુ છે. જ્યારથી ફિલ્મ જગતની શરુઆત થઈ છે ત્યારથી લઈને આજ સુધી ગુજરાતીઓનું ફિલ્મ જગતમાં સારું એવું યોગદાન રહ્યું છે. એક સમયે ગુજરાતી ફિલ્મોનો સ
શું ફરી એકવાર ગુજરાતી સિનેજગત તેના સુવર્ણકાળ તરફ આગળ વધી રહ્યું છે
કહેવાય છે કે કલાને કોઈ સીમાડા નડતા નથી. હવે સાચા અર્થમાં આ સાચું સાબિત થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. સંજીવ કપૂર, પરવીન બાબી, આશા પારેખ, જેકી શ્રોફ, પરેશ રાવલ, શર્મન જોષી, હિમેશ રેશમીયા, રેમો ડિસોઝા, સંજય લીલા ભણસાલી, મહેશ ભટ્ટ આ લિસ્ટ ઘણું લાંબુ છે. જ્યારથી ફિલ્મ જગતની શરુઆત થઈ છે ત્યારથી લઈને આજ સુધી ગુજરાતીઓનું ફિલ્મ જગતમાં સારું એવું યોગદાન રહ્યું છે. એક સમયે ગુજરાતી ફિલ્મોનો સુવર્ણ કાળ ચાલતો હતો. ત્યાં સુધી માધુરી દીક્ષિત, જેકી શ્રોફ, ઓમ પુરી, રીટા ભાદુરી, નસીરુદ્દીન શાહ જેવા ઘણા જાણીતા કલાકારોએ ફિલ્મોમાં કામ કરેલું છે. તો સાથે લત્તા મંગેશકર, આશા ભોંસલે, અલકા યાજ્ઞિક જેવા ગાયક કલાકારોએ ગુજરાતી ફિલ્મોના ગીતોમાં પોતાના સૂર રેલાવ્યા છે. ફિલ્મ જગતમાં કલાકારો હોય કે ગાયક કલાકારો હોય કે પછી ફિલ્મ ડિરેક્ટરો કે પછી હોય કોરિયોગ્રાફર કે સંગીતકાર તમામ ક્ષેત્રે ગુજરાતીઓનું ખુબ મોટું યોગદાન રહ્યું છે.
 
1970-80 ગુજરાતી ફિલ્મ જગત માટે ખૂબ સારો દાયકો ગણાતો હતો પરંતુ ત્યારબાદ જાણે કે અમુક અંશે ગુજરાતી ફિલ્મોના ધીર-ઘીરે વળતા પાણી શરુ થયા. છેલ્લા દસકાની વાત કરવામાં આવે તો ગુજરાતી ફિલ્મો તેની જૂની લઢણ અને સ્ટાઈલથી ધીમે-ધીમે બહાર આવી અને ફરી એકવાર ગુજરાતી દર્શકને થિયેટર સુધી ખેંચવામાં સફળ પણ રહી. હવે છેલ્લા વર્ષોમાં ફક્ત ગુજરાતીઓ જ નહીં બોલીવુડ દિગ્ગજો પણ ગુજરાતી ફિલ્મો તરફ વળ્યા છે. છેલ્લા સમયમાં જોની લિવર, બીગ બી, સુપ્રિયા પાઠક જેવા કલાકારો ગુજરાતી ફિલ્મો તરફ વળ્યા છે તો આ તરફ દલેર મહેંદી, અલ્તાફ રાજા, સોનુ નિગમ જેવા કલાકારો પણ ગુજરાતી ગીતો ગાતા જોવા મળી રહ્યા છે. તો આ તરફ ઉભરતા ગુજરાતી કલાકારો પણ બોલીવુડમાં એન્ટ્રી લઈ રહ્યાં છે. છેલ્લા સમયમાં દિવ્યાંગ ઠક્કર હોય કે પછી ધ્વનિ ગૌતમ કે પછી કૃષ્ણદેવ યાજ્ઞિક બોલીવુડ અને ઢોલીવુડ વચ્ચેનું અંતર છે તે ધીરે-ધીરે જાણે કે ભરી રહ્યાં છે. એટલે કે કહી શકાય કે કલાજગત ભાષાના સીમાડા વટી ટેલેન્ટના જોરે આગળ વધી રહ્યું છે.
આજ રોજ ઘણા લાંબા સમય બાદ ખૂબ મોટા બજેટ અને તગડી સ્ટારકાસ્ટ સાથેની ફિલ્મ રાડો રિલીઝ થઈ. ફિલ્મમાં હિતેન કુમાર, હિતુ કનોડીયા, યશ સોની, નિકિતા શર્મા, નીલમ પાંચાલ જેવા કલાકારો જોવા મળશે. ઘણા લાંબા સમય બાદ કોઈ ગુજરાતી ફિલ્મે રિલીઝ પહેલા આટલી ચર્ચાઓ જગાવી છે. રાડોનું ટ્રેઈલર ઘણું અપીલીંગ છે. દર્શકોમાં અત્યારથી જ ફિલ્મને લઈને જબરી ઉત્સુકતા જોવા મળે છે. ઘણા લાંબા સમય બાદ એવું બન્યું છે કે કોઈ ગુજરાતી ફિલ્મે તેની રિલીઝ પહેલા આટલી બધી ચર્ચા જગાવી હોય.... કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ રાડો 22 જૂલાઈ એટલેકે આજથી થિયેટરોમાં આવી ચૂકીછે. હિતેનકુમાર, હિતુ કનોડીયા, યશ સોની જેવા 3-3 સુપરસ્ટાર અને 119 જેટલા કલાકારો સાથે એક ધમાકેદાર ગુજરાતી ફિલ્મ એટલે રાડો.. ઘણા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કોરોનાનું ગ્રહણ લાગેલું હતું અને કોરોના પહેલા જ અનાઉન્સ થઈ ચૂકી હતી ફિલ્મ રાડો..
 
સુપર સ્ટાર હિતેન કુમાર, હિતુ કનોડીયા, યશ સોની, નીલમ પાંચાલ, નિકીતા શર્મા, તર્જની ભાડલા જેવી અધધધ મોટી સ્ટાર કાસ્ટ સાથે કેડી ગુજરાતી ફિલ્મમાં રાડ પડાવવા આવી ચૂક્યા છે ફિલ્મ રાડો સાથે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે સૌથી મિસીંગ જોવા મળે છે તે છે ફિલ્મનું માર્કેટીંગ. પરંતુ રાડોને લઈને પ્રમોશન પણ જોરશોરથી ચાલી રહ્યા છે અને ફિલ્મ પ્રમોશન માટે અલગ-અલગ ટેકનિક પણ અપનાવાઈ રહી છે. રાડોનું ટ્રેઈલર પણ દર્શકોમાં ખૂબ લોકપ્રિય બન્યું છે જેને દર્શકોમાં ફિલ્મને લઈને અનેરી ઉત્સુકતા વધારી છે. લોકોમાં ફિલ્મ અને ફિલ્મના સ્ટાર્સને લઈને જોવા મળી રહ્યો છે અનેરો ક્રેઝ.
કોઈ પણ પ્રોપગન્ડા વગર પોલિટિક્સ, રાયોટ્સ, કોપ અને એક્શન જેવા મુ્દા સાથે કોઈ ફિલ્મને રજૂ કરવી એ પણ એક ખૂબ મોટી ચેલેન્જ ગણાય. છેલ્લો દિવસ હોય કે કરસનદાસ પે એન્ડ યુઝ કેડી નવી પેઢીમાં ફિલ્મી ક્રાંતિ લાવવા સદા સફળ થયા છે.
હાલ તો ફિલ્મનું અત્યારથી જ એડવાન્સ બુકિંગ પણ થઈ ગયું છે ત્યારે જોઈએ રિલીઝ પહેલા જ આટલી રાડો પડાવતી આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ જગતમાં કેવા બેચમાર્ક સેટ કરે છે.
#BaaniKiVani
Advertisement
Tags :
Advertisement

.