શું પત્ની સાથે જબરદસ્તીથી બંધાયેલા શારિરીક સંબંધને દુષ્કર્મ ગણાશે? સુપ્રીમ કોર્ટ કરશે સમીક્ષા
પત્ની સાથે જબરદસ્તીથી બંધાયેલા શારિરીક સંબંધને રેપ ગણવામાં આવે કે કેમ તે વિશે દેશમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે આ સંદર્ભે સુપ્રીમ કોર્ટ પણ સમીક્ષા કરશે. સુપ્રીમ કોર્ટ સમીક્ષા કરશે કે શું કોઇ પત્ની પોતાના પતિ પર દુષ્કર્મનો કેસ કરી શકે છે? એટલે કે શું પતિને તેની પત્ની સાથે જબરદસ્તી કરવાનો અધિકાર છે ખરો. હાલના કાયદા મુજબ પત્ની પોતાના પતિ પર દુષ્કર્મનો કેસ કરી શક્તી નથી. એક વ્યક્તિને
પત્ની સાથે જબરદસ્તીથી બંધાયેલા શારિરીક સંબંધને રેપ ગણવામાં આવે કે કેમ તે વિશે દેશમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે આ સંદર્ભે સુપ્રીમ કોર્ટ પણ સમીક્ષા કરશે. સુપ્રીમ કોર્ટ સમીક્ષા કરશે કે શું કોઇ પત્ની પોતાના પતિ પર દુષ્કર્મનો કેસ કરી શકે છે? એટલે કે શું પતિને તેની પત્ની સાથે જબરદસ્તી કરવાનો અધિકાર છે ખરો.
હાલના કાયદા મુજબ પત્ની પોતાના પતિ પર દુષ્કર્મનો કેસ કરી શક્તી નથી. એક વ્યક્તિને પોતાની પત્ની સાથે પોતાની મરજીથી સબંધ રાખવાનો અધિકાર છે. મેરિટલ રેપ એટલે કે લગ્નજીવનમાં બળજબરીથી સંબંધ રાખવાને ગુનો મનાતો નથી. તેને ગુનો ગણી શકાય તે મુદ્દે ઘણા મહિલા સંગઠનો વર્ષોથી માગ કરી રહ્યા છે અને હવે આ મુદ્દો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે કર્ણાટકના એક મામલામાં નોટિસ જારી કરી રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે. આ કેસની વધુ સુનાવણી 3 જુલાઇએ થશે. વાસ્તવમાં કર્ણાટકમાં એક વિવાહીત વ્યક્તિ પર તેની પત્નીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો, જેના પર નીચલી કોર્ટે આરોપી સામે દુષ્કર્મના ગુના મુજબ એફઆઇઆર નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. આરોપીએ નીચલી કોર્ટના આદેશને કર્ણાટક હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને હાઇકોર્ટે પણ તેની સામે દુષ્કર્મનો ગુનો નોંધવાનો નિર્દેશ આપ્યો હતો.
નીચલી કોર્ટમાં 29મેથી આ કેસની કાર્યવાહી શરુ થશે. આ કેસની સામે પતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પતિએ પોતાની અરજીમાં કહ્યું કે કાયદા મુજબ તેના પર દુષ્કર્મનો કેસ થઇ શકે નહી. જેથી નીચલી કોર્ટના આદેશ પર રોક લગાવામાં આવે. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ મામલમાં નીચલી કોર્ટની કાર્યવાહી પર રોક તો લગાવી નથી પણ અરજીકર્તા પતિને કહ્યું કે તે નીચલી કોર્ટને જણાવી દે કે હવે આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટ કરશે. સુપ્રીમ કોર્ટ હવે આ કાયદાની સમીક્ષા કરશે.
Advertisement