ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

છાતીમાં થતો દુખાવો; ગેસનો દુખાવો છે કે હાર્ટ એટેકનો? જાણો બંને દુખાવા વચ્ચેનો Difference

ગેસના દુખાવા અને હાર્ટ એટેકના લક્ષણો વચ્ચે ઘણો તફાવત છે. તેને ઓળખવામાં ઘણીવાર લોકો ભૂલ કરી બેસે છે. કેટલીકવાર હાર્ટ એટેક અને છાતીના દુ:ખાવા વચ્ચેના તફાવત સમજવો જરૂરી હોય છે. છાતીની વચ્ચે જ ગેસનો દુખાવો થાય છે અને હાર્ટ એટેક દરમિયાન છાતીમાં ડાબી બાજુ સખત દુખાવો અને દબાણ આવે છે. જેથી ગેસના દુખાવા અને હાર્ટ એટેકમાં શું તફાવત હોય છે તે જાણીએ.ક્યારેક ગેસ કે અપચો હોય તો પણ છાતીમાં દુખાવ
09:03 AM Aug 13, 2022 IST | Vipul Pandya
ગેસના દુખાવા અને હાર્ટ એટેકના લક્ષણો વચ્ચે ઘણો તફાવત છે. તેને ઓળખવામાં ઘણીવાર લોકો ભૂલ કરી બેસે છે. કેટલીકવાર હાર્ટ એટેક અને છાતીના દુ:ખાવા વચ્ચેના તફાવત સમજવો જરૂરી હોય છે. 
છાતીની વચ્ચે જ ગેસનો દુખાવો થાય છે અને હાર્ટ એટેક દરમિયાન છાતીમાં ડાબી બાજુ સખત દુખાવો અને દબાણ આવે છે. જેથી ગેસના દુખાવા અને હાર્ટ એટેકમાં શું તફાવત હોય છે તે જાણીએ.
ક્યારેક ગેસ કે અપચો હોય તો પણ છાતીમાં દુખાવો (Gas pain) થઈ શકે છે. આવી સ્થિતિમાં મોટાભાગને છાતી થતાં દુખાવા વચ્ચેનો તફાવત સમજમાં નથી આવતો. હાર્ટ એટેક આવે ત્યારે છાતીમાં તીવ્ર દુખાવો થાય છે, તેમજ દબાણ પણ આવે છે.
  • ઘણી વખત લોકો હૃદયની સમસ્યાઓને ગેસનો દુખાવો સમજી લે છે, જે જીવલેણ પરિણામો તરફ દોરી જાય છે. 
  • છાતીમાં દુખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, પરસેવો થવો અને ગભરામણ થવી જેવા લક્ષણો ગેસના કારણે પણ થઈ શકે છે.
હાર્ટ એટેક એટલે શું?
  • હેલ્થલાઈન મુજબ, હાર્ટ એટેક કોરોનરી આર્ટરી ડિસિઝના કારણે થાય છે.
  • હૃદયની નસો સુધી લોહી ન પહોંચવાથી તકલીફ પડે છે.
  • હૃદયની કાર્ટિલેજમાં બ્લોકેજને કારણે હૃદયની કામગીરી ધીમી પડતા તે ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે. 
  • હાર્ટ એટેક અચાનક આવે છે, જેના કારણે ઘણી વખત વ્યક્તિને સાજા થવાની તક પણ નથી મળતી. તેને 'કાર્ડિયાક અરેસ્ટ' પણ કહેવામાં આવે છે.
ગેસના દુખાવા અને હૃદયરોગના હુમલા વચ્ચેનો તફાવત
  • ગેસની તકલીફમાં છાતીમાં દુખાવો(Chest pain) અને બળતરા થાય છે. જ્યારે હાર્ટ એટેકમાં છાતીની ડાબી બાજુ તીવ્ર દુ:ખાવો થાય છે.
  • વધુ સમય ભૂખ્યા રહ્યા બાદ ખાલી પેટે ખાવાથી કે વધુ પડતું ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. જ્યારે હાર્ટની સમસ્યા કાર્ટિલેજમાં બ્લોકેજના કારણે પણ થઇ શકે છે
  • ચા-કોફીના વધુ પડતા સેવનથી અથવા તો વધુ પડતા ધુમ્રપાનના કારણે ગેસની સમસ્યા થાય છે. જ્યારે હાઈ બ્લડપ્રેશર, ઓવરવેઈટ અને ડાયાબિટીસના કારણે હાર્ટ એટેક આવે છે.
હૃદયરોગના હુમલાના લક્ષણો
  • ભારેપણું અથવા પીડા થવી
  • છાતીની ડાબી બાજુએ તીવ્ર પીડા
  • બંને હાથ અને ગરદનમાં દુ:ખાવો
  • ઠંડો પરસેવો આવવો
  • ચક્કર આવવા
  • શ્વાસ લેવામાં તકલીફ
ગેસના દુ:ખાવાના લક્ષણો
  • પેટમાં દુ:ખાવો
  • પેટનું ફૂલવું
  • છાતીમાં બળતરા
  • એસિડ રિફ્લક્સ
  • છાતીમાં દુ:ખાવો
Tags :
ChestpainDifferencebetweenGasPainAndHeartAttackGaspainGujaratFirstHeartAttack
Next Article