Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઇરફાન પઠાણ ગેરવર્તનનો ભોગ બન્યો, પૂર્વ ક્રિકેટરે ટ્વિટ કરી બળાપો કાઢ્યો

ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ અને તેના પરિવારને એરપોર્ટ પર ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. ઈરફાન અને તેના પરિવારને વિસ્તારાના ચેક-ઈન કાઉન્ટર પર લગભગ દોઢ કલાક ઊભા રાખવામાં આવ્યા હતા.ખુદ ઈરફાન પઠાણે આ આરોપો લગાવ્યા છે. ઈરફાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે આ વાતનો ખુલાસો કર્યો છે. ઈરફાને જણાવ્યું કે આ દરમà
ઇરફાન પઠાણ ગેરવર્તનનો ભોગ બન્યો  પૂર્વ ક્રિકેટરે ટ્વિટ કરી બળાપો કાઢ્યો
ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ અને તેના પરિવારને એરપોર્ટ પર ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. ઈરફાન અને તેના પરિવારને વિસ્તારાના ચેક-ઈન કાઉન્ટર પર લગભગ દોઢ કલાક ઊભા રાખવામાં આવ્યા હતા.
ખુદ ઈરફાન પઠાણે આ આરોપો લગાવ્યા છે. ઈરફાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે આ વાતનો ખુલાસો કર્યો છે. ઈરફાને જણાવ્યું કે આ દરમિયાન તેની સાથે તેની પત્ની અને બે બાળકો પણ હતા.
 ઇરફાન પઠાણ બુધવારે (24 ઓગસ્ટ) પરિવાર સાથે દુબઈ જવા માટે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો. અહીંથી તેણે ફ્લાઈટ લેવાની હતી. આ દરમિયાન એરપોર્ટ પર તેની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો. ઈરફાન પઠાણ એશિયા કપ 2022ની કોમેન્ટ્રી પેનલમાં સામેલ છે. આ ટૂર્નામેન્ટ 27 ઓગસ્ટથી UAEમાં શરૂ થવા જઈ રહી છે. આ માટે ઈરફાન દુબઈ જવા રવાના થઈ ગયો છે.
ટ્વિટર પર પોસ્ટ શેર કરતા ઈરફાન પઠાણે લખ્યું, 'આજે (બુધવાર) હું મુંબઈથી દુબઈ વિસ્તારાની ફ્લાઈટ UK-201 જઈ રહ્યો હતો. દરમિયાન, ચેક-ઇન કાઉન્ટર પર મારી સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું. વિસ્તારાએ મારી કન્ફર્મ ટિકિટ સાથે ચેડાં કર્યા. આ સમસ્યાના ઉકેલ માટે મારે દોઢ કલાક કાઉન્ટર પર ઉભા રહેવું પડ્યું હતું. મારી સાથે મારી પત્ની, 8 મહિનાનું અને એક 5 વર્ષનું બાળક પણ હતું.
ઇરફાને  કહ્યું, ગ્રાઉન્ડ સ્ટાફ ઘણા બહાના બનાવી રહ્યો હતો અને તેમનું વર્તન પણ ઘણું ખરાબ હતું. મારા સિવાય, ત્યાં ઘણા મુસાફરો હતા, જેઓ પણ આવી જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. મને સમજાતું નથી કે તેઓએ ફ્લાઇટને કેવી રીતે ઓવરસોલ્ડ કરી અને મેનેજમેન્ટે તેને કેવી રીતે મંજૂરી આપી? હું સત્તાધિકારીને વિનંતી કરું છું કે તે આ બાબતે તાત્કાલિક પગલાં લે જેથી કરીને હું જે અનુભવમાંથી પસાર થયો છું તેમાંથી અન્ય કોઈ ન જાય. ઈરફાન પઠાણે લખ્યું, આશા છે કે તમે આ તરફ ધ્યાન આપશો અને એર વિસ્તારાને સુધારશો. 
Advertisement

Tags :
Advertisement

.