Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમેરિકી ટીવી એન્કરે હિજાબ પહેરવાનો કર્યો ઈનકાર તો ઈરાનના રાષ્ટ્રપતિએ ઈન્ટરવ્યૂ ન આપ્યો!

હિજાબને( Hijab) લઇને ઇરાનમાં વિરોધ વધી રહ્યો છે, મહિલાઓ રસ્તા પર છે, હિજાબ( Hijab Row)ને લઈને ઈરાનમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાનમાં મહિલાઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી( Ebrahim Raisi) સાથે સંબંધિત છે. વાસ્તવમાં ઈરાનના રાષ્ટ્રપતિ હાલમાં યુએનજીએમાં સામેલ થવા માટે અમેરિકા(America)માં છે. આ દરમિયાન તેમણે વરિષ્ઠ પત્રકાર ક્રિસ્à
07:15 AM Sep 23, 2022 IST | Vipul Pandya
હિજાબને( Hijab) લઇને ઇરાનમાં વિરોધ વધી રહ્યો છે, મહિલાઓ રસ્તા પર છે, હિજાબ( Hijab Row)ને લઈને ઈરાનમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાનમાં મહિલાઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી( Ebrahim Raisi) સાથે સંબંધિત છે. વાસ્તવમાં ઈરાનના રાષ્ટ્રપતિ હાલમાં યુએનજીએમાં સામેલ થવા માટે અમેરિકા(America)માં છે. આ દરમિયાન તેમણે વરિષ્ઠ પત્રકાર ક્રિસ્ટીન આમનપોર(Christiane Amanpour) સાથે મુલાકાતનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ તે પહેલા તેમણે એક વિચિત્ર શરત મૂકી હતી. ઇરાનના રાષ્ટ્રપતિ રઈસીએ એક શરત રાખી હતી કે તે ઈન્ટરવ્યૂ ત્યારે જ આપશે જ્યારે આમનપોર હિજાબ પહેરશે.

તમામ તૈયારીઓ બાદ પણ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનો ઈન્ટરવ્યૂ કેન્સલ
અમેરિકામાં ઈરાનની રાષ્ટ્રપતિની મુશ્કેલી, મહિલા ન્યૂઝ એન્કરે હિજાબ ન પહેર્યો તો તેઓ ઇન્ટરવ્યૂ( Ebrahim Raisi Cancelled Interview)  આપવા જ ન આવ્યાં ઇબ્રાહિમ રઈસી ઇન્ટરવ્યૂમાં ઇરાનમાં પોલીસ કસ્ટડીમાં માહસા અમીનીના મૃત્યુ પછી હિજાબ ઉપર ભારે હંગામો થયો છે, દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ઈરાનમાં હિજાબ પર ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીને અમેરિકામાં ઘણું નુકસાન થયું છે. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ ઈન્ટરવ્યૂ લેવા માટે ન્યૂઝ એન્કરની સામે હિજાબ પહેરવાની શરત મૂકી હતી, પરંતુ એન્કરે તેમ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. તમામ તૈયારીઓ બાદ પણ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનો ઈન્ટરવ્યુ થઈ શક્યો નથી. ન્યૂઝ એન્કર ક્રિસ્ટીન આમનપોરે દાવો કર્યો હતો કે તે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનો ઈન્ટરવ્યૂ લઈ શકી નથી કારણ કે તેના સાથીદારે તેને હેડસ્કાર્ફ(હિજાબ) પહેરવાનું કહ્યું હતું.
હિજાબ પહેરીને ઇન્ટરવ્યૂ લેવાનો ઇનકાર
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનો પ્રથમ વખત અમેરિકાની ધરતી પર ઈન્ટરવ્યુ થવાનો હતો. હિજાબ વિવાદ અને પરમાણુ કરાર પર તીક્ષ્ણ પ્રશ્નો મુદ્દે તેમનો અભિપ્રાય જાણવાનો હતો, પરંતુ તે થઈ શક્યું નહીં કારણ કે તે ઈરાન હોય કે ન્યૂયોર્ક, ઈબ્રાહિમ રઈસી તેના કટ્ટરપંથી એજન્ડાથી દૂર જઈ શકતા નથી. વાસ્તવમાં ક્રિસ્ટીન આમનપોર અમેરિકાની પ્રખ્યાત ન્યૂઝ ચેનલ CNNની જાણીતી એન્કર છે. અમેરિકાની ધરતી પર ક્રિસ્ટીન સાથે ઈબ્રાહિમ રઈસીનો ઈન્ટરવ્યૂ પ્રીપ્લાન્ડ હતો, પરંતુ ઈન્ટરવ્યૂના લાંબા સમય બાદ પણ રાયસી ચેનલની ઓફિસે પહોંચ્યા ન હતા.

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી મુશ્કેલીમાં છે
આ પછી કંઈક એવું બન્યું જેના કારણે ઈબ્રાહિમ રઈસી આખી દુનિયામાં મુશ્કેલીમાં મુકાઈ ગયા. ન્યૂઝ એન્કર ક્રિસ્ટીન આમનપોરે ટ્વીટ કર્યું કે ઈન્ટરવ્યુનો સમય પૂરો થયાના 40 મિનિટ બાદ ઈરાનના રાષ્ટ્રપતિના એક સહયોગી આવ્યા. તેમણે કહ્યું કે રઈસીએ તમને હેડસ્કાર્ફ એટલે કે હિજાબ પહેરવાનું સૂચન કર્યું છે કારણ કે તે મોહરમ અને સફરનો મહિનો છે.
રઈસીના કટ્ટરવાદ સાથે મુલાકાત
ન્યૂઝ એન્કર ક્રિસ્ટીન આમનપોરે દાવો કર્યો છે કે ઈબ્રાહિમ રઈસીનો મેસેજ લાવનાર વ્યક્તિએ કહ્યું કે જો તમે હિજાબ નહીં પહેરો તો ઈન્ટરવ્યુ નહીં થાય. આ સાંભળીને ક્રિસ્ટીન ગુસ્સે થઈ ગઈ અને તેણે રઈસીના મેસેન્જરને કહ્યું કે આ ન્યુયોર્ક છે, ઈરાન નથી. અહીં હિજાબ પહેરવા માટે કોઈ કોઈ પર દબાણ કરી શકે નહીં. ક્રિસ્ટીનના પિતા ઈરાની હતા. ક્રિસ્ટીને આ ઈન્ટરવ્યુ માટે ઘણી મહેનત અને રિસર્ચ કર્યું હતું, પરંતુ ઈબ્રાહિમ રઈસીના કટ્ટરવાદને કારણે આ ઈન્ટરવ્યૂ થઇ શક્યો ન હતો.
ઈરાનમાં હિજાબને લઈને ભારે હોબાળો ચાલુ 
ઈરાનમાં પોલીસ કસ્ટડીમાં મહસા અમીનીના મોત બાદ હિજાબને લઈને હોબાળો મચી ગયો છે. દેશમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે. પોલીસ કસ્ટડીમાં મહસા અમીનીના મોતના વિરોધમાં મહિલાઓ તેમના હિજાબ સળગાવી રહ્યી છે.  31 પ્રદર્શનકારીઓના મોતના પણ અહેવાલ છે. મહસા અમીની તેના પરિવાર સાથે તેહરાન જઈ રહી હતી, તે દરમિયાન હિજાબ ન પહેરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કથિત રીતે માર પણ મારવામાં આવ્યો હતો. 
 
આ પણ વાંચો- હજારો મહિલાઓ કાપી રહી છે માથાંના વાળ, તો લાખો સામી છાતીએ ગોળી ખાવા તૈયાર- હિજાબ વિરુદ્ધ ઇરાની મહિલાઓની લોહિયાળ ક્રાંતિ
Tags :
ChristianeAmanpourEbrahimRaisiEbrahimRaisiCancelledInterviewGujaratFirsthijabHijabRowMahsaAmini
Next Article