ગુજ્જુ પ્લેયરોની બોલબાલા.... અધધ રુપિયાની લાગી બોલી!
બેંગલુર ખાતે ચાલી રહેલી બીજા દિવસની આઈપીએલની હરાજીમાં ગુજ્જુ ક્રિક્ટરની ભારે બોલબોલા જોવાં મળી. સૌરાષ્ટ્રના ગુજ્જુ પ્લેયર ચેતન સાકરિયાને લેવા રીતસરની પડાપડી જોવા મળી હતી, તો ભારતીય ખેલાડી શિવમ દુબેને પણ ચેન્નાઈ સુપર કિંગ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ચેતન સાકરિયાને દિલ્લીએ 4.20 કરોડમાં ખરીદ્યોઇશાન કિશનને MIએ 15.25 કરોડ રૂપિયામાં જ્યારે, દીપક ચહરને CSKએ 14 કરોડ રૂપિયા તો શ્રેયસ ઐયà
બેંગલુર ખાતે ચાલી રહેલી બીજા દિવસની આઈપીએલની હરાજીમાં ગુજ્જુ ક્રિક્ટરની ભારે બોલબોલા જોવાં મળી. સૌરાષ્ટ્રના ગુજ્જુ પ્લેયર ચેતન સાકરિયાને લેવા રીતસરની પડાપડી જોવા મળી હતી, તો ભારતીય ખેલાડી શિવમ દુબેને પણ ચેન્નાઈ સુપર કિંગ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ચેતન સાકરિયાને દિલ્લીએ 4.20 કરોડમાં ખરીદ્યો
ઇશાન કિશનને MIએ 15.25 કરોડ રૂપિયામાં જ્યારે, દીપક ચહરને CSKએ 14 કરોડ રૂપિયા તો શ્રેયસ ઐયરને KKRએ 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ ખેલાડીઓ મોંઘી કિંમતમાં ખરીદાયેલા ખેલાડીઓની યાદીમાં સામેલ છે.
બીજા દિવસની હરાજીમાં ગુજ્જુ પ્લેયર ચેતન સાકરિયાને દિલ્લીની ટીમે 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. સાઉથ આફ્રિકાના ખેલાડી માર્કો યાનસેનને સનરાઇઝર્સ હૈદરાબાદ 4.2 કરોડમાં ખરીદ્યો છે.
પહેલા દિવસે ઈશાન કિશન પર સૌથી વધુ બોલી
હરાજીના પહેલા દિવસે વિકેટકીપર અને બેટ્સમેન ઈશાન કિશન પર સૌથી વધુ બોલી લાગી હતી. મુંબઈ ઈન્ડિયન્સે ઈશાનને 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. IPL સિઝન-15નો અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી ઈશાન બની ગયો છે. ગત સિઝનમાં ઈશાનને 6.2 કરોડ મળ્યા હતા અને તે મુંબઈની ટીમ સાથે જોડાયેલો હતો. આ સિવાય દીપક ચાહરને 2018માં ફ્રેન્ચાઇઝીએ 80 લાખ રૂપિયામાં રિટેન કર્યો હતો. ચાર વર્ષ બાદ તેની સેલેરી લગભગ 18 ગણી વધી ગઇ છે. ચહરની બોલને સ્વિંગ કરવાની અને પાવરપ્લેમાં વિકેટ લેવાની તેની ક્ષમતાએ તેને મોંઘો બનાવ્યો.
પહેલાં દિવસની કેટલીક મુખ્ય હાઇલાઇટ્સ
- હર્ષલ પટેલ (RCB),વાનિન્દુ હસરંગા RCBઅને નિકોલસ પૂરન (SRH) 10.75 કરોડ રૂપિયામાં વેચાયા હતાં.
-ઓક્સનર હ્યુજ એડમીડ્સ માટે ઉતર્યા હતા જે દિવસની શરૂઆતમાં સ્ટેજ પર પડી ગયા હતાં.
- ન વેચાયેલામાં સુરેશ રૈના, સ્ટીવન સ્મિથ અને વિધિમાન સાહાનો સમાવેશ થાય છે.
Advertisement