IPLનું મેગા ઓક્શન-2022: ખેલાડીઓ પર કરોડો રૂપિયાનો વરસાદ
IPL-2022 માટે આજે મેગા ઓકશન કરવામાં આવ્યું છે KKRએ શ્રેયસ ઐયરને 12.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો, અત્યાર સુધીનો તે સૌથી મોંધોં ભારતીય ખેલાડી છે. તો અન્ય સ્ટાર પ્લેયર રબાડાને KINGS XI પંજાબે 9.25 કરોડમાં ખરીદ્યો, જે અત્યારસુધીનો સૌથૌ મોંધો વિદેશી ખેલાડી બની ગયો છે. હર્ષલ પટેલ બીજો સૌથી મોંઘો ખરીદાયલો ખેલાડી બન્યો, તેને રોયલ ચેલેન્જર બેંગ્લોરે 10 કરોડ 75 લાખ રૂપિયામાં ટીમમાં ખરીદ્યો છે.
- ડેવિડ મિલર - બેઝ પ્રાઈઝ 1 કરોડ
- સુરેશ રૈના- બેઝ પ્રાઈઝ 2 કરોડ
- સ્ટીવ સ્મિથ- બેઝ પ્રાઈઝ 2 કરોડ
- શાકીબ અલ હસન- બેઝ પ્રાઈઝ 2 કરોડ
આ હરાજી ફરી એકવાર બ્રિટનના હ્યુ એડમીડ્સ કરી રહ્યાં છે. તેમણે 2019માં વેલ્સના રિચાર્ડ મેડલીની જગ્યા લીધી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના કોષાધ્યક્ષ અરુણ ધુમલે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે 'એડમિડ્સે હરાજી કરનાર હોસ્ટ તરીકે શાનદાર કામ કરે છે. પોતાની 36 વર્ષની લાંબી કારકિર્દીમાં એડમીડ્સે વૈશ્વિક સ્તરે 2500થી વધુ હરાજીનું સંચાલન કર્યું છે. તે આંતરરાષ્ટ્રીય ફાઇન આર્ટ, ક્લાસિક કાર અને ચેરિટી હરાજી પણ કરી છે. આ મેગા ઓક્શન ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ પ્રસારિત કરવામાં આવ્યું છે.
દરેક ખેલાડીનું કરાય છે મૂલ્યાંકન
IPLમાં આ વર્ષે વધુ બે ટીમોનો સમાવેશ થઇ રહ્યો છે. IPLમાં કુલ 600 ખેલાડીઓની હરાજી કરવામાં આવી. જેમાં 370 ભારતીય ખેલાડીઓ અને 220 વિદેશી છે. હરાજી માટે ફ્રેન્ચાઈઝીઓ બિડિંગ વોર શરુ કરે તે પહેલા દરેક ખેલાડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ટીમના માલિકો, વ્યૂહ રચનાકારો અને કોચ બધા વાજબી કિંમતે શ્રેષ્ઠ ખેલાડીની પસંદગી કરી રહ્યાં છે.