IOCના સભ્ય નીતા અંબાણીએ IOAના પ્રથમ મહિલા અધ્યક્ષ પી.ટી.ઉષાને આપ્યા અભિનંદન
આંતર્રાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ (IOC)ના સભ્ય છે નીતા અંબાણીપી.ટી.ઉષાને ભારતીય ઓલમ્પિક સંઘના અધ્યક્ષ બન્યાઆ પદની અધ્યક્ષતા કરવાવાળી પહેલી એથ્લિટ છેઆંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ (IOC)ના સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન શ્રીમતી નીતા એમ. અંબાણીએ (Nita Ambani) આજે પી.ટી.ઉષાને ભારતીય ઓલમ્પિક સંઘ (IOA)ના નવા અધ્યક્ષ બનવા પર અભિનંદન આપ્યા છે. જણાવી દઈએ કે, ભારતના સૌથી સફળ એથ્લીટોમાં સ્થાન àª
- આંતર્રાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ (IOC)ના સભ્ય છે નીતા અંબાણી
- પી.ટી.ઉષાને ભારતીય ઓલમ્પિક સંઘના અધ્યક્ષ બન્યા
- આ પદની અધ્યક્ષતા કરવાવાળી પહેલી એથ્લિટ છે
આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ (IOC)ના સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન શ્રીમતી નીતા એમ. અંબાણીએ (Nita Ambani) આજે પી.ટી.ઉષાને ભારતીય ઓલમ્પિક સંઘ (IOA)ના નવા અધ્યક્ષ બનવા પર અભિનંદન આપ્યા છે. જણાવી દઈએ કે, ભારતના સૌથી સફળ એથ્લીટોમાં સ્થાન ધરાવતા અને વૈશ્વિક સ્તરે ભારતીય ખેલના ધ્વજવાહક સુશ્રી પી.ટી.ઉષાને આજે આજે IOAના અધ્યક્ષના રૂપમાં પસંદ કરવામાં આવ્યા છે.
IOA અધ્યક્ષ બનનારી પહેલી એથ્લિટ
નીતા અંબાણીએ આને ભારતીય ખેલ જગતમાં વધતી સમાવેશીકરણનું પ્રમાણ જણાવતા તેમણે ભારતને ગ્લોબલ સ્પોર્ટ્સ નેશન બનવાની દિશામાં છોકરીઓ અને મહિલાઓના નેતૃત્વની પ્રશંસા કરી. પી.ટી.ઉષાની સાથે-સાથે નવી કારોબારી સમિતિની પણ પસંદગી કરવામાં આવી છે. સુશ્રી પી.ટી.ઉષા ઇતિહાસમાં પહેલી મહિલા અધ્યક્ષ બની છે અને આ પદની અધ્યક્ષતા કરવાવાળી પહેલી એથ્લિટ પણ છે.
IOA અધ્યક્ષ બનવા પર શુભેચ્છા આપી
IOCના સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન શ્રીમતી નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, સુશ્રી પી.ટી.ઉષાનું ભારતીય ઓલમ્પિક સંઘની પ્રથમ મહિલા બનવા બદલ સ્વાગત કરતા મને ખૂબ જ આનંદ થાય છે. મને ગર્વ છે કે તેમણે આપણાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું અને ભારત માટે કેટલાય પુરસ્કાર જીત્યા. એથ્લિટના રૂપમાં તેઓ લાખો લોકોની પ્રેરણા રહી અને મને વિશ્વાસ છે કે તેઓ આ નવી ભૂમિકામાં પણ નિખરીને આગળ આવશે. આ પહેલાં પણ આપણી મહિલા એથ્લિટોએ ભારતને એક ગ્લોબલ-સ્પોર્ટ્સ-પાવરહાઉસ બનવામાં નેતૃત્વ પૂરું પાડ્યું છે અને હવે IOAની કારોબારી પરીષદમાં આટલી બધી મહિલા સભ્યોને જોઇને મને આનંદ થાય છે.
દરેક સભ્યોને આપ્યા અભિનંદન
તેમણે જણાવ્યું હતું કે, હું IOAના તમામ નવનિર્વાચિત સભ્યોને શુભેચ્છા પાઠવું છું અને તેમની સાથે મળીને કામ કરવા ઉત્સુક છું. આ ભારતીય ખેલ માટે ઐતિહાસિક ક્ષણ છે અને આપણા દેશમાં ઓલમ્પિક આંદોલનને મજબૂત કરવાની દિશામાં લાંબી છલાંગ છે.
એથ્લિટ ફર્સ્ટની નીતિ
ભારત એક મલ્ટી-સ્પોર્ટ્સ-નેશન બને એટલે કે અહીં ઘણી બધી રમત રમવામાં આવે તેના શ્રીમતી નીતા અંબાણી પ્રબળ સમર્થક છે. તેઓ આ માટે એથ્લિટ ફર્સ્ટ નીતિ અને મહિલા એથ્લિટ તથા પ્રશંસકોના યોગદાનને મહત્વપૂર્ણ માને છે. રિલાયન્સ ફાઉન્ડેશનના સમગ્ર વિકાસની દિશામાં ખૂબ જ મોટાપાયા પર કામ કરી રહ્યું છે જેથી તેમને તમામ પ્રકારની સહાયતા અને સહયોગ મળી શકે, જેમાં વિશ્વ સ્તરની સુવિધાઓ અને ખેલ વિજ્ઞાન વિશેષજ્ઞોની સહાયતા સામેલ છે.
આ પણ વાંચો - નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની વેબસાઇટ લોન્ચ કરાઇ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement