પેપરલીકમાં વડોદરાના શખ્સની સંડોવણી? કોચીંગ સેન્ટરમાં પોલીસની તપાસ
વડોદરામાં પોલીસની ઉંડી તપાસ સ્ટેકવાઇઝ ટેકનોલોજી કોચીંગમાં પોલીસની તપાસમાંજલપુર વિસ્તારમાંથી 1ની ધરપકડગુજરાત એટીએસ અને વડોદરા પોલીસની તપાસ પટાવાળા સામે શંકાની સોયગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે 15 આરોપીની ધરપકડ કરી છે. વડોદરા અને હૈદરાબાદ સુધી તપાસનો રેલો પહોંચ્યો છે. ઘટનાના પà
Advertisement
- વડોદરામાં પોલીસની ઉંડી તપાસ
- સ્ટેકવાઇઝ ટેકનોલોજી કોચીંગમાં પોલીસની તપાસ
- માંજલપુર વિસ્તારમાંથી 1ની ધરપકડ
- ગુજરાત એટીએસ અને વડોદરા પોલીસની તપાસ
- પટાવાળા સામે શંકાની સોય
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે 15 આરોપીની ધરપકડ કરી છે. વડોદરા અને હૈદરાબાદ સુધી તપાસનો રેલો પહોંચ્યો છે. ઘટનાના પગલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
માંજલપુરમાંથી કોચિંગ ક્લાસના સંચાલક સહિત 15 ની ધરપકડ
માંજલપુરમાંથી કોચિંગ ક્લાસના સંચાલક સહિત 15 ની ધરપકડ કરવામાં આવી છે. કૌંભાડમાં સ્ટેક વાઇસ ટેકનોલોજીઝ કંપનીની સંડોવણી બહાર આવી છે. પોલીસને કંપનીમાંથી તૂટેલા પેન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ મળ્યા હતા.
ભાસ્કર ચૌધરી અને રિધ્ધિ ચૌધરી સ્ટેક વાઇસ ટેકનોલોજીઝના મુખ્ય સંચાલક
પોલીસ તપાસમાં જણાયું છે કે ભાસ્કર ચૌધરી અને રિધ્ધિ ચૌધરી સ્ટેક વાઇસ ટેકનોલોજીઝના મુખ્ય સંચાલક છે અને બંને મુળ બિહારના છે. છેલ્લા 4 વર્ષથી તેઓ કોચિંગ ક્લાસ ચલાવે છે. માહિત મળી છે કે કોચિંગ સેન્ટર પર કેન્દ્ર અને રાજ્ય સરકારની સ્પર્ધાત્મક ઓનલાઇન પરીક્ષા લેવામા આવતી હતી. જો કે હાલ સત્તાવાર કોઈ માહિતી નથી જાહેર કરાઈ
રેલવે સ્ટેશનથી પોલીસે 2 ને પેપર સાથે ઝડપી લીધા
પોલીસ તપાસમાં બિહાર અને ઓડિશાથી બે વ્યક્તિ પેપર લઈને આવ્યા હોવાની માહિતી મળી છે અને રેલવે સ્ટેશનથી પોલીસે 2 ને પેપર સાથે ઝડપી લીધા હતા. પેપર લઈને બંને વ્યક્તિ સ્ટેક વાઇઝ ટેકનોલોજી કોચિંગ ક્લાસ ખાતે આવવાના હતા અને ત્યાર બાદ પેપર વિતરણ કરવાનું હતું.
વડોદરામાં પોલીસની ઉંડી તપાસ થઇ રહી છે. સ્ટેકવાઇઝ ટેકનોલોજી કોચીંગમાં પોલીસની તપાસ ચાલુ છે અને સુત્રોએ કહ્યું કે માંજલપુર વિસ્તારમાંથી 1ની ધરપકડ કરાઇ છે. ગુજરાત એટીએસ અને વડોદરા પોલીસની તપાસમાં પટાવાળા સામે શંકાની સોય વ્યક્ત કરાઇ રહી છે.