આંતરરાષ્ટ્રીય ચા દિવસ, જાણો શું છે ઉજવણી પાછળનો હેતુ અને ઇતિહાસ
ચાનું નામ સાંભળતા જ ઘણા લોકોને ચા પીવાનું મન થઇ જાય છે. ચાનું મહત્વ ખુબ જ અલગ છે. કોઈ સારો પ્રસંગ હોય કે કોઈ ખરાબ પ્રસંગ હોય પીરસવામાં તો આવે છે ચા. આવા ચા પ્રેમીઓ માટે આજનો દિવસ ખાસ છે. કારણ કે આજે ચાનો દિવસ છે. ચા ઉત્પાદક દેશોમાં દર વર્ષે 21મી મેના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવામાં આવે છે.ચાના વપરાશની વાત કરવામાં આવે તો ભારત પ્રથમ ક્રમાંકે આવે છે. ભારતમાં તો ચા જાણે રિવાજ જ થઇ ગયો છે. à
03:02 AM May 21, 2022 IST
|
Vipul Pandya
ચાનું નામ સાંભળતા જ ઘણા લોકોને ચા પીવાનું મન થઇ જાય છે. ચાનું મહત્વ ખુબ જ અલગ છે. કોઈ સારો પ્રસંગ હોય કે કોઈ ખરાબ પ્રસંગ હોય પીરસવામાં તો આવે છે ચા. આવા ચા પ્રેમીઓ માટે આજનો દિવસ ખાસ છે. કારણ કે આજે ચાનો દિવસ છે. ચા ઉત્પાદક દેશોમાં દર વર્ષે 21મી મેના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવામાં આવે છે.
ચાના વપરાશની વાત કરવામાં આવે તો ભારત પ્રથમ ક્રમાંકે આવે છે. ભારતમાં તો ચા જાણે રિવાજ જ થઇ ગયો છે. જયારે ઉત્પાદનની વાત કરવામાં આવે તો બીજા ક્રમે છે. પાણી પછી ચા એ વિશ્વમાં સૌથી વધુ વપરાતું પીણું છે. આવી સ્થિતિમાં, તેના માટે એક દિવસ સમર્પિત હોવો જરૂરી છે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 21 મેના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવામાં આવે છે. તેની શરૂઆત વર્ષ 2019માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરવામાં આવી હતી. 21 મે 2020ના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રથમ આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વર્ષ 2005થી ભારત, નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, મલેશિયા, વિયેતનામ, યુગાન્ડા, તાન્ઝાનિયા, યુકે, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ અને કેન્યા સહિત વિશ્વના અન્ય ઘણા દેશોમાં આ દિવસ દર વર્ષે 15 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. ચા પ્રેમીઓ દ્વારા ચાના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ચા દિવસ મુખ્યત્વે ચાની સૌથી વધુ ઉત્પાદકતા ધરાવતા દેશો દ્વારા ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભારતમાં તેની શરૂઆત વર્ષ 2005થી થઈ હતી.
આંતરરાષ્ટ્રીય ચા દિવસનો ઇતિહાસ
ભારત સરકારની પહેલ પર વર્ષ 2015માં ચા દિવસની ઉજવણી કરવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘની પેનલને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. જેના પર ઈન્ટરનેશનલ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) ઈન્ટર ગવર્નમેન્ટલ ગ્રૂપ (IGG) દ્વારા સંમતિ આપવામાં આવી હતી.
15-16 ઓક્ટોબરના રોજ ઇટાલીના મિલાનમાં ગ્રૂપની આંતર-સત્રની બેઠકમાં તેને ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પ્રતિનિધિમંડળનું પ્રતિનિધિત્વ કરતા એક અધિકારીએ જણાવ્યું હતું કે ટી બોર્ડ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ સંતોષ કુમાર સારંગીએ ગ્રુપને દરખાસ્ત કરી હતી કે દર વર્ષે "આંતરરાષ્ટ્રીય ચા દિવસ" ઉજવવામાં આવે.
આ દરખાસ્ત પર મંજૂરી મળ્યા પછી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN) એ 19 ડિસેમ્બર, 2019ના રોજ એક ઠરાવ પસાર કરીને 21 મેને આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)ને તેનું નેતૃત્વ કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
પ્રથમ આંતરરાષ્ટ્રીય ચા દિવસ 21મી મે 2020ના રોજ વર્ચ્યુઅલ રીતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં વિશ્વના શ્રેષ્ઠ ચા નિકાસકારો અને આયાત કરનારા દેશો તેમજ તેનું ઉત્પાદન કરતા દેશોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમની શરૂઆત ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના મહાનિર્દેશક, QU ડોંગ્યુ (Q Dongyu) દ્વારા કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય ચા દિવસ 2022ની થીમ
21મી મે 2022 એ ત્રીજો આંતરરાષ્ટ્રીય ચા દિવસ છે. આ વર્ષની થીમ "ચા અને વાજબી વેપાર" છે. આ થીમનો પ્રાથમિક હેતુ ચાના આર્થિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો છે. ખાસ કરીને તેના વિકસતા વિસ્તારોમાં. આ ચા-ઉત્પાદક વિસ્તારો ગરીબીથી ઘેરાયેલા છે અને ચાનો વાજબી વેપાર માત્ર તેમના સંસાધનોને જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં તેમના ઉત્પાદનને પણ ઉજાગર કરશે. આ તેમની ગરીબી દૂર કરવામાં મદદરૂપ થશે.
શા માટે આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવામાં આવે છે?
21 મેના રોજ ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય ચા દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ચાના વેપાર, કામદારો અને ઉત્પાદકો પર ચાની અસર તરફ વિશ્વ અને સરકારોનું ધ્યાન દોરવાનો છે. ચાનું ઉત્પાદન અને તેની પ્રક્રિયા લાખો પરિવારો માટે આજીવિકાનું મુખ્ય સાધન છે. ચા પર આધારિત આ મહત્વપૂર્ણ દિવસ ચાના ટકાઉ ઉત્પાદન, વપરાશ અને વેપારને પ્રોત્સાહન આપે છે.
આ ઉપરાંત તે વૈશ્વિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે એ પણ નક્કી કરે છે કે ચા ઉદ્યોગ અતિશય ગરીબી દૂર કરવામાં, ભૂખમરા સામે લડવામાં અને કુદરતી સંસાધનોનું રક્ષણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.
ચાનો વેપાર કેટલાક ગરીબ દેશોમાં લોકો માટે આવક અને નિકાસ આવકનો મુખ્ય સ્ત્રોત છે. ચા ઉત્પાદક દેશોમાં કામદારોને રોજગાર પૂરો પાડે છે. આ ઉપરાંત, ચાનું ઉત્પાદન અને પ્રક્રિયા ગરીબી ઘટાડવા, ભૂખ સામેની લડાઈ, મહિલા સશક્તિકરણ બાબતે મહત્વનો ફાળો આપે છે.
Next Article