Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાનમાં સત્તા પરિવર્તનથી ભારત સાથેના સબંધ પર કેવી પડશે અસર?

પાકિસ્તાનના રાજકારણમાં રવિવારનો દિવસ ઈતિહાસમાં નોંધાયો છે. ઈમરાન ખાન દેશમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સત્તા ગુમાવનારા પ્રથમ વડાપ્રધાન બન્યા છે. 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં 174 સાંસદોએ ઈમરાન સરકારના વિરોધમાં મતદાન કર્યું હતું. જો કે, સમગ્ર વિશ્વ આ સત્તા પરિવર્તનનું સાક્ષી બન્યું છે.  સત્તા પરિવર્તનથી  ફરી એકવાર ભારત-પાકિસ્તાનના સંબંધો પર સવાલો સામે આવ્યા છે. ખાસ કરીને જ્યારે ઇà
પાકિસ્તાનમાં સત્તા પરિવર્તનથી ભારત સાથેના સબંધ પર કેવી પડશે અસર
Advertisement
પાકિસ્તાનના રાજકારણમાં રવિવારનો દિવસ ઈતિહાસમાં નોંધાયો છે. ઈમરાન ખાન દેશમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સત્તા ગુમાવનારા પ્રથમ વડાપ્રધાન બન્યા છે. 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં 174 સાંસદોએ ઈમરાન સરકારના વિરોધમાં મતદાન કર્યું હતું. જો કે, સમગ્ર વિશ્વ આ સત્તા પરિવર્તનનું સાક્ષી બન્યું છે.  સત્તા પરિવર્તનથી  ફરી એકવાર ભારત-પાકિસ્તાનના સંબંધો પર સવાલો સામે આવ્યા છે. ખાસ કરીને જ્યારે ઇમરાને સત્તા ગુમાવવાના થોડા દિવસો પહેલા ભારતના વખાણ કર્યા હતા.
સવાલ એ છે કે ભારતના દૃષ્ટિકોણથી પાકિસ્તાનમાં સરકાર બદલવાનો અર્થ શું છે? ભારત હંમેશા પાકિસ્તાનના રાજકીય ગણિતમાં સામેલ રહ્યું છે.  આ વખતે ઇમરાન ખાને ભારતની વિદેશ નીતિના વખાણ કર્યા અને તેની વિદેશ નીતિ અને સુરક્ષા નીતિને લઈને પાકિસ્તાનની સેના પર સવાલો ઉઠાવ્યા. 
ભારત સાથે કેવા રહેશે સબંધ
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાન ખાને નવી દિલ્હી માટે રાજકીય માર્ગો ખોલવાનું મુશ્કેલ બનાવી દીધું હતું. કારણ કે તેઓ છેલ્લા અઢી વર્ષથી ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર અંગત પ્રહારો કરી રહ્યા હતા. તેમની હકાલપટ્ટી નવી દિલ્હી અને ઈસ્લામાબાદ વચ્ચે રાજદ્વારી વાટાઘાટો શરૂ કરવાનું સરળ બનાવશે તેવું માનવામાં આવે છે.
શરીફ પરિવાર ફરી સત્તા પર 
ચાર વર્ષ પહેલા સત્તાથી દૂર રહેલો શરીફ પરિવાર ફરી એકવાર શાહબાઝ તરીકે પાછો ફર્યો છે. ઈમરાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં તેની મોટી ભૂમિકા રહી છે. તેમના ભાઈ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ લંડનમાં છે, પરંતુ તેમણે અવિશ્વાસ પ્રસ્તાવ પછી તેમના ભાષણમાં તેમને ઘણી વાર યાદ કર્યા. એવા અહેવાલ છે કે શરીફ ભારત સાથેના સંબંધો સુધારવા માટે હંમેશા સકારાત્મક રહ્યા છે. 
Tags :
Advertisement

.

×