ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોરોનાના પગલે 2 વર્ષથી બંધ રહેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ આવતીકાલથી ફરી થશે શરૂ

કોરોનાના કારણે લગભગ બે વર્ષથી બંધ રહેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રવિવારથી ફરી શરૂ કરવામાં આવી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવા અંગે માર્ગદર્શિકા જારી કરી છે, જેમાં કોવિડ નિયમો અંગે થોડી છૂટછાટ આપવામાં આવી છે. નવા નિયમો મુજબ કેબિન ક્રૂ માટે ફ્લાઇટની અંદર PPE કીટ પહેરવી જરૂરી રહેશે નહીં. આ સિવાય એરપોર્ટ પર સુરક્ષાકર્મીઓ જરૂર પડ્યે તેને ટચ કરીને પેસà
12:56 PM Mar 26, 2022 IST | Vipul Pandya

કોરોનાના કારણે લગભગ બે વર્ષથી બંધ રહેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ
રવિવારથી ફરી શરૂ કરવામાં આવી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આંતરરાષ્ટ્રીય
ફ્લાઇટ્સ શરૂ કરવા અંગે માર્ગદર્શિકા જારી કરી છે
, જેમાં કોવિડ નિયમો અંગે થોડી છૂટછાટ આપવામાં આવી છે. નવા નિયમો મુજબ કેબિન ક્રૂ માટે ફ્લાઇટની અંદર PPE
કીટ પહેરવી જરૂરી રહેશે નહીં. આ સિવાય એરપોર્ટ
પર સુરક્ષાકર્મીઓ જરૂર પડ્યે તેને ટચ કરીને પેસેન્જરને ચેક કરી શકે છે. આ સિવાય
એરલાઈન્સે મેડિકલ ઈમરજન્સી માટે ત્રણ સીટો ખાલી રાખવાની પણ જરૂર નથી.


નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં
આવ્યું છે કે
કોરોનાના ઘટતા કેસ અને મોટા પાયે
રસીકરણ કાર્યક્રમ ચલાવવાના આધારે કોવિડ નિયમોમાં આ છૂટછાટ આપવામાં આવી રહી છે.
આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ નિયમોમાં છૂટછાટ આપ્યા બાદ એર ઓપરેશન
સરળતાથી ચાલશે તેવી આશા છે. જો કે
આદેશમાં સ્પષ્ટપણે એમ પણ કહેવામાં આવ્યું છે કે એરપોર્ટ પર અને
ત્યાંથી મુસાફરી કરતી વખતે ફેસ માસ્ક લગાવવું
, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો
ફરજિયાત રહેશે.


આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવાઈ માર્ગ પર આવી કોઈપણ મેડિકલ
ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને એરલાઈન્સ ફ્લાઈટમાં કેટલીક વધારાની
PPE કિટ, સેનિટાઈઝર અને N-95 માસ્ક રાખી શકે છે. નોંધનીય છે કે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષમાં ઉડ્ડયન વિભાગને ભારે નુકસાન થયું
છે. જો કે
છેલ્લા બે મહિનાથી ઉડ્ડયન ઉદ્યોગ ફરી પાટા પર આવી રહ્યો
છે. ફેબ્રુઆરીમાં
76.96 લાખ લોકોએ ઘરેલુ હવાઈ મુસાફરી કરી હતી,
જે જાન્યુઆરીની સરખામણીએ 20 ટકા વધુ છે. સરકારે 18 ઓક્ટોબર 2021થી ડોમેસ્ટિક ફ્લાઈટ ઓપરેશન શરૂ કર્યું હતું.

Tags :
CoronaVirusGujaratFirstInternationalFlightsInternationalTravelGuidelines
Next Article