Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

થર્ટી ફર્સ્ટ પૂર્વે રતનપુર ચેક પોસ્ટ પર પોલીસનું સઘન ચેકિંગ

સમગ્ર રાજ્યમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારુ સહિતની બદી રોકવા પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. પોલીસ ઠેર ઠેર ચેકીંગ કરી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ (Arvalli Police) દ્વારા પણ સમગ્ર જિલ્લાને જોડતી રાજસ્થાન સરહદની રતનપુર (Ratanpur) સહિતની તમામ ચેક પોસ્ટો ઉપર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.પોલીસ એલર્ટથર્ટી ફર્સ્ટની ઉજવણીમાં અનેક સ્થળોએ નાની મોટી પાર્ટી યોજાતી હોય છે અને તેમાં નશાબંધીના લી
07:33 AM Dec 27, 2022 IST | Vipul Pandya
સમગ્ર રાજ્યમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારુ સહિતની બદી રોકવા પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. પોલીસ ઠેર ઠેર ચેકીંગ કરી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ (Arvalli Police) દ્વારા પણ સમગ્ર જિલ્લાને જોડતી રાજસ્થાન સરહદની રતનપુર (Ratanpur) સહિતની તમામ ચેક પોસ્ટો ઉપર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
પોલીસ એલર્ટ
થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં અનેક સ્થળોએ નાની મોટી પાર્ટી યોજાતી હોય છે અને તેમાં નશાબંધીના લીરેલીરા ઉડતા જોવા મળે છે. આ વખતે થર્ટી ફર્સ્ટ નજીક છે ત્યારે પાડોશી રાજ્યોમાંથી દારુનો જથ્થો ગુજરાતમાં ના પ્રવેશે તે માટે પોલીસને એલર્ટ કરી દેવાઇ છે. 

રતનપુર સહિત ચેકપોસ્ટ પર ચેકિંગ
અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા શામળાજી નજીકની રતનપુર, બોબીમાતા , મેઘરજની કાલીયાકુવા ઉંડાવા સહિતની ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન બાજુથી આવતા તમામ નાના મોટા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા વાહનોમાં આવતા મુસાફરો તેમજ તેમાં ભરેલા માલસામાનની તપાસ કરવામાં આવી રહી છે. 
વાહનોનું સઘન ચેકીંગ
ઉલ્લેખનીય છે કે રાજ્સ્થાનની રતનપુર ચેક પોસ્ટ ઉપરથી પોલીસ દ્વારા વર્ષે કરોડો રૂપિયાનો દારૂ ઝડપવામાં આવે છે ત્યારે દારૂના બુટલેગરો માટે દારૂ ઘૂસાડવા માટે મુખ્ય પ્રવેશ દ્વાર ગણાતી આ ચેકપોસ્ટ ઉપર રાઉન્ડ ઘી ક્લોક ચોવીસ કલાક વાહનોનું સઘન ચેકીંગ કરી સતર્કતા રખાઈ રહી છે તેમજ રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રખાઈ રહી છે.
આ પણ વાંચો: નડિયાદના શહીદ BSF જવાન અને તેના પરિવારને ન્યાય અપાવાશે: BSF

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstpolicePoliceCheckingRatanpurCheckPost
Next Article