Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મુસ્લિમ યુનિવર્સિટીમાં હિંદુ દેવી દેવતાઓ વિરૂદ્ધ લખાયા અપશબ્દો, કડક કાર્યવાહીની કરી માગ

છેલ્લા ઘણા સમયથી દેશભરમાં હિંદુ દેવી દેવતાઓને લઈને અનેક વખત વિવાદ થઈ રહ્યા છે. વારંવાર હિંદુઓની આસ્થાને લઈને અસમાજીક તત્વો દ્વારા ઠેર પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ક્યાંક હિંદુ મંદિરોમાં હુમલાઓ થઈ રહ્યા છે તો ક્યાંક હિંદુઓની રેલીઓ પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે વધુ એક હિંદુ દેવી દેવતાઓને લઈને અપશબ્દો લખવાની ઘટના પ્રકાશમાં આવી છે. અલીગઢ મુસ્લિમ ય
10:03 AM Apr 06, 2022 IST | Vipul Pandya

છેલ્લા ઘણા સમયથી દેશભરમાં હિંદુ દેવી
દેવતાઓને લઈને અનેક વખત વિવાદ થઈ રહ્યા છે. વારંવાર હિંદુઓની આસ્થાને લઈને અસમાજીક
તત્વો દ્વારા ઠેર પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ક્યાંક હિંદુ
મંદિરોમાં હુમલાઓ થઈ રહ્યા છે તો ક્યાંક હિંદુઓની રેલીઓ પર પથ્થરમારો કરવામાં આવી
રહ્યો છે. ત્યારે આજે વધુ એક હિંદુ દેવી દેવતાઓને લઈને અપશબ્દો લખવાની ઘટના
પ્રકાશમાં આવી છે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં નવો
વિવાદ ઉભો થયો છે. અહીં એક પ્રોફેસરે બળાત્કારના મુદ્દે કરવામાં આવેલી રજૂઆતમાં
હિંદુ દેવી-દેવતાઓ પર વાંધાજનક વાતો લખી છે. સોશિયલ મીડિયા પર સ્લાઇડની તસવીર સામે
આવ્યા બાદ
AMU એડમિનિસ્ટ્રેશન અને મેડિસિન ફેકલ્ટીએ
આસિસ્ટન્ટ પ્રોફેસરને કારણ બતાવો નોટિસ જારી કરી છે. પ્રોફેસર પર વિદ્યાર્થીઓ
,
સ્ટાફ અને નાગરિકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ
પહોંચાડવાનો આરોપ છે.

Tags :
AligarhGujaratFirstHindugodsHindusJitendraKumarMuslimUniversity
Next Article