Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભ્રષ્ટાચારીઓના પાપે નિર્દોષ લોકોના ભોગ લેવાયા, ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી

મોરબી (Morbi)માં મચ્છુ નદી પર બનાવાયેલો ઝુલતો પુલ રવિવારે સાંજે અચાનક તૂટી પડતાં અત્યાર સુધી 132 લોકોના મોત થયા છે.  ઓરેવા કંપનીની સ્પષ્ટ બેદરકારી અને લાપરવાહી (Careless) સમગ્ર ઘટનામાં જોવા મળી રહી છે. ભ્રષ્ટાચારીઓના કારણે 17 રુપિયાની ટિકીટ હતભાગીઓને મોત તરફ લઇ ગઇ હતી. જવાબદાર લોકોના આ ગુનાઇત કૃત્ય અંગે ચારે બાજુ ફિટકાર વરસી રહ્યો છે. ભ્રષ્ટાચારીના પાપે નિર્દોષ લોકોના ભોગ લેવાયા છે. પૈસા કમાà
ભ્રષ્ટાચારીઓના પાપે નિર્દોષ લોકોના ભોગ લેવાયા  ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી
મોરબી (Morbi)માં મચ્છુ નદી પર બનાવાયેલો ઝુલતો પુલ રવિવારે સાંજે અચાનક તૂટી પડતાં અત્યાર સુધી 132 લોકોના મોત થયા છે.  ઓરેવા કંપનીની સ્પષ્ટ બેદરકારી અને લાપરવાહી (Careless) સમગ્ર ઘટનામાં જોવા મળી રહી છે. ભ્રષ્ટાચારીઓના કારણે 17 રુપિયાની ટિકીટ હતભાગીઓને મોત તરફ લઇ ગઇ હતી. જવાબદાર લોકોના આ ગુનાઇત કૃત્ય અંગે ચારે બાજુ ફિટકાર વરસી રહ્યો છે. ભ્રષ્ટાચારીના પાપે નિર્દોષ લોકોના ભોગ લેવાયા છે. પૈસા કમાવાની લાલચમાં વધુ ટિકીટો વેચવાના લોભના કારણે માસુમ લોકોનો ભોગ લેવાયો છે. 
ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી
મોરબી હોનારતમાં ઓરેવા કંપનીની સૌથી મોટી ગંભીર બેદરકારી બહાર આવી છે. નિર્દોષોની હત્યાનું પાપ ઓરેવા કંપની પર છે કારણ કે  ઓરેવાના જયસુખ પટેલના પોકળ દાવાએઆ હોનારત સર્જી છે. જયસુખ પટેલની ઘોર બેદરકારીએ મોતનું તાંડવ સર્જ્યું છે.  જયસુખ પટેલની કમાણીની લાલચે માતમનો માહોલ સર્જ્યો છે. ઝુલતા પુલને માણવાની મજા મોતની સજા બની છે.  મચ્છુનો તટ ભ્રષ્ટાચારીના પાપે કબ્રસ્તાન બન્યો છે, 7 વર્ષની પોકળ ગેરંટી 7 દિવસમાં ધરાશાયી છે. ચોંકાવનારી વાત તો એ છે કે ફિટનેસ સર્ટિ વગર જ જયસુખ પટેલે પુલ ખુલ્લો મુક્યો છે. તંત્રને જાણ કર્યા વગર જ જયસુખ પટેલે પરિવાર સાથે રિબીન કાપી હતી અને  ભ્રષ્ટાચારના કારણે અનેક પરિવારના માળા પિંખી નાખ્યા છે.  
જયસુખ પટેલની ગંભીર બેદરકારી
ઓરેવા કંપના માલિક જયસુખ પટેલ આ ઘટના બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. હજી સુધી તેમનું કોઇ નિવેદન આવ્યું નથી. લોકોમાં ભારે રોષ અને આક્રંદ જોવા મળી રહ્યું છે. 2 કરોડ રુપિયામાં બ્રિજનું રિનોવેશન કરનારા જયસુખ પટેલના ભ્રષ્ટાચાર અને નગરપાલિકાના ચીફ ઓફિસરની ગંભીર બેદરકારીના કારણે આજે માસૂમ લોકોનો ભોગ લેવાયો છે. ગુજરાત ફર્સ્ટ પણ અમદાવાદ સ્થિત ઓરેવા કંપનીની ઓફિસે પહોંચ્યું હતું પણ કોઇ જવાબદાર વ્યક્તિ મળ્યો ન હતો. જયસુખ પટેલ ક્યાં છુપાઇને બેઠા છે તે કોઇ જાણી શક્યું નથી. આ ઘટનામાં માસુમ બાળકોનો ભોગ લેવાયો છે અને તેથી જયસુખ પટેલની ગંભીર બેદરકારીને કોઇ માફ કરી શકે તેમ નથી. તેમણે હજુ સુધી માફી સુદ્ધાં માગી નથી. પિડીતોને ન્યાય મળે તે માટે મોરબીવાસીઓ અને સમગ્ર રાજ્યના લોકો ઇચ્છી રહ્યા છે. 
કાળજુ કંપાવી દે તેવી ઘટના
મોરબી ઝૂલતો પુલ તૂટતા કાળજુ કંપાવી દે તેવી મોટી કરૂણાંતિકા સર્જાઇ છે. ઘટનાના પગલે  રવિવાર રાતથી જ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ ઘટના સ્થળે ધસી ગયા છે અને તત્કાળ રાહત અને બચાવ કાર્ય શરુ કરી દેવાયું છે. રાતથી જ  બચાવ અભિયાન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.  સેનાની ત્રણેય પાંખના જવાનો પણ  રેસ્ક્યૂમાં જોડાયા છે તો વિવિધ હોસ્પિટલોમાં તબીબો,નર્સની ટીમો ખડેપગે રહી છે. ઈજાગ્રસ્તોને ત્વરિત સારવારમાં પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.  PMO દ્વારા પણ સમગ્ર ઘટના પર સતત દેખરેખ રખાઇ છે તથા  ઘટનાની તપાસ માટે SITની રચના કરાઈ છે. સેવાભાવી સંસ્થા અને લોકો લોકોની મદદે પહોંચ્યા છે અને રક્તદાન માટે હોસ્પિટલ બહાર લોકો ઉમટ્યા છે. 

મોરબી શહેરમાં ફેલાયો ડરામણો સન્નાટો
મોરબી પુલ દુર્ઘટનામાં અત્યાર સુધી 132 મોત થયા છે જેમાં 132 મૃતદેહોને પરિવારને સોંપી દેવાયા છે.  હાલ 110 લોકો સારવાર હેઠળ,13ની હાલત ગંભીર ગણાવાઇ છે. પરિવારોના આક્રંદથી ચારેબાજુ ગમગીની છવાઈ ગઇ છે. મોરબીમા ફરી મચ્છુ હોનારત જેવી ભયાવહતા જોવા મળી રહી છે. સમગ્ર શહેરમાં ડરામણો સન્નાટો ફેલાયો છે. સતત મૃત્યુઆંક વધવાની વાતથી અરેરાટી ફેલાઇ ગઇ છે અને કોણ કોને સાંત્વના આપે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. પુલ દુર્ઘટના બાદ આખું મોરબી ડૂસકે ચડ્યું છે. 
પત્તાની મહેલની જેમ પુલ તૂટ્યો
રવિવારે સાંજે પત્તાના મહેલની માફક 176 મીટરનો ઝુલતો પુલ તૂટી પડયો હતો. 142 વર્ષ પહેલાં વર્ષ 1880માં 176 મીટર લાંબો પુલ નિર્માણ પામ્યો હતો. સ્થાનિક લોકોએ કહ્યું કે દરબારગઢ અને મહાપ્રભુજી બેઠકને સામા કાંઠા વિસ્તારને જોડવા આ પુલ બંધાયો હતો. છેલ્લા લાંબા સમયથી પુલ સમારકામ માગી રહ્યો હતો અને સાત માસથી મરામત માટે પુલ બંધ રાખવામાં આવ્યો હતો. રિનોવેશન બાદ કંપલીસશન પ્રમાણ પત્ર વગર જ ખુલ્લો  ખુલ્લો મૂકી દેવાયો હતો. તૂટેલા પુલની હાલની જે સ્થિતિ છે તે ખૂબ જ ભયાવહ જોવા મળી રહી  છે. 
Advertisement
Tags :
Advertisement

.