નિર્દોષ ગદર્ભની વગર વાંકે કરી પીટાઇ, પછી ગદર્ભે લીધા ક્લાસ, જુઓ વીડિયો
જેસી કરની વેસી ભરની હિન્દીની આ કહેવત તો આપ સૌએ સાંભળી જ હશે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં આ કહેવત યર્થાથ ઠરતી દેખાય છે. આ વિડીયોમાં જોઇ શકાય છે કે એક શખ્સ ગદર્ભને વગર વાંકે મારી રહ્યો છે. ગદર્ભના ગળામાં એક દોરડુ બાંધેલું છે. આ શખ્સ એક હાથે આ દોરડુ પકડીને ગદર્ભને મુક્કા પર મુક્કા મારી રહ્યો છે.એટલું જ નહીં તેના ગળાના ભાગે લાતો પર લાતો મારી રહ્યો છે. કોઇને પણ વિડીયો જોઇનà
જેસી કરની વેસી ભરની હિન્દીની આ કહેવત તો આપ સૌએ સાંભળી જ હશે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં આ કહેવત યર્થાથ ઠરતી દેખાય છે. આ વિડીયોમાં જોઇ શકાય છે કે એક શખ્સ ગદર્ભને વગર વાંકે મારી રહ્યો છે. ગદર્ભના ગળામાં એક દોરડુ બાંધેલું છે. આ શખ્સ એક હાથે આ દોરડુ પકડીને ગદર્ભને મુક્કા પર મુક્કા મારી રહ્યો છે.એટલું જ નહીં તેના ગળાના ભાગે લાતો પર લાતો મારી રહ્યો છે.
Advertisement
કોઇને પણ વિડીયો જોઇને ગદર્ભ પર દયા આવી જાય. આ શખ્સ આટલેથી નથી અટકતો. તે બાદમાં ગદર્ભ પર ચઢી જાય છે.અને પછી તેને મુક્કા મારવા પ્રયાસ કરે છે.પરંતુ આ દરમ્યાન જ ગદર્ભ આ શખ્સનો પગ મોંમા લઇ લે છે. અને પછી જે થાય છે તે જોઇને આપને ખરેખર આનંદ થશે.
આનંદ એટલા માટે કે આ શખ્સે થોડીવાર પહેલા આ નિર્દોષ પ્રાણી સાથે જે કરતૂત કરી હતી.તેનું તમામ ફળ તેને મળી જાય છે. ગદર્ભ આ શખ્સનો પગ મોંમા લઇને તેને ચારે તરફ ફંગોળે છે. દર્દનો માર્યો આ શખ્સ ચીસાચીસ કરી મુકે છે તેણે થોડીવાર પહેલા આ મુંગા પ્રાણી ને મારવાનું જે પાપ કર્યુ .તેનું તમામ ફળ તેને મળી જતું આ વિડીયોમાં જોઇ શકાય છે.