Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિવાળીપૂર્વે આ કંપનીએ ડિવિડન્ડની કરી જાહેરાત, આટલા કરોડ રૂપિયાનું વહેંચશે ડિવિડન્ડ

ભારતની બીજી સૌથી મોટી આઈટી કંપની (IT Company) ઈન્ફોસિસે (Infosys) નાણાંકીય વર્ષ 2022-23ના બીજા ત્રીમાસિકગાળાના પરિણામોની જાહેરાત કરી છે.  જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં કંપનીના એકિકૃત ચોખ્ખો નફો 11% રહ્યો છે. આ દરમિયાન કંપનીનો વાર્ષિક આધારે રૂ. 6021 કરોડ રૂપિયાનો નફો થયો છે. કંપનીએ રેગ્યૂલેટરી ફાઈલિંગમાં આ જાણકારી આપી છે. શેર માર્કે ને આપવામાં આવેલી સૂચનામાં કંપનીએ કહ્યું કે, તે 9,300 કરોડ રૂપિયાà
દિવાળીપૂર્વે આ કંપનીએ ડિવિડન્ડની કરી જાહેરાત  આટલા કરોડ રૂપિયાનું વહેંચશે ડિવિડન્ડ
ભારતની બીજી સૌથી મોટી આઈટી કંપની (IT Company) ઈન્ફોસિસે (Infosys) નાણાંકીય વર્ષ 2022-23ના બીજા ત્રીમાસિકગાળાના પરિણામોની જાહેરાત કરી છે.  જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં કંપનીના એકિકૃત ચોખ્ખો નફો 11% રહ્યો છે. આ દરમિયાન કંપનીનો વાર્ષિક આધારે રૂ. 6021 કરોડ રૂપિયાનો નફો થયો છે. કંપનીએ રેગ્યૂલેટરી ફાઈલિંગમાં આ જાણકારી આપી છે. શેર માર્કે ને આપવામાં આવેલી સૂચનામાં કંપનીએ કહ્યું કે, તે 9,300 કરોડ રૂપિયાના મુલ્યના શેર બાયબેક કરશે. કંપની પોતાના શેરધારકોને કુલ રૂ. 6,940 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ પણ આપશે. કંપનીએ ગત વર્ષના સમાનગાળામાં રૂ. 5,421 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
કેટલી વધી આવક?
શેર બજારને (Share Market) આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ચાલૂ નાણાંકિય વર્ષના બીજા ત્રીમાસિકગાળામાં ઈન્ફોસિસની આવક વાર્ષિક આધારે 23.4% વધીને રૂ. 36,538 કરોડ રૂપિયા થઈ ગઈ. એક વર્ષ પહેલાની આ સમાન ગાળામાં આ આંકડો રૂ. 29,602 કરોડ રૂપિયા હતો. ઈન્ફોસિસે રૂ. 9,300 કરોડ રૂપિયાના શેર બાયબેક પ્લાનની જાહેરાત પણ કરી છે. બાયબેક પ્લાન હેઠળ કિંમત 1,850 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરથી વધારે નહી હોય. આ કિંમત ગુરૂવારે કંપનીના શેરના બંધ ભાવ રૂ. 1,419.7 રૂપિયાથી 30% વધારે છે.
કંપનીનું નિવેદન
કંપનીએ નાણાંકિયા વર્ષ 2022-23ના પોતાના પૂર્વાનુમાનને સંશોધિત કરતા તેમાં 15-16%ની વૃદ્ધિની આશાવ્યક્ત કરી છે. જ્યારે પહેલા આ અનુમાન 14-16% હતું. કંપનીએ નિવેદનમા  જણાવ્યું કે, ઓપરેટિંગ માર્જિન પૂર્વાનુમાનને સંશોધિત કરીને 21-22% કર દેવામાં આવ્યું છે.
ઈન્ફોસિસના CEO અને મેનેજિંગ ડિરેક્ટર (MD) સલિલ પારેખે જણાવ્યું હતું કે, "મોટા સોદાઓમાં અમારી મજબૂત વૃદ્ધિ અને બીજા ત્રીમાસિકગાળામાં સ્થિર સર્વાંગી વૃદ્ધિ ગ્રાહકો માટે અમારા ડિજિટલ અને ક્લાઉડ સોલ્યુશન્સની સુસંગતતાને દર્શાવે છે કરે છે. માંગ મજબૂત છે અને આ નાણાંકિય વર્ષ 2022-23 માટે 15 થી 16% અમારા સંશોધિત આવક અનુમાનો સાબિત થાય છે.
Advertisement
Tags :
Advertisement

.