Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોંઘવારી ઘણી છે... પેન્સિલ-રબર મોંઘા થયા, મેગીના પણ ભાવ વધ્યા, ધોરણ 1ની વિદ્યાર્થિનીએ PM મોદીને લખ્યો પત્ર

દેશમાં વધી રહેલી મોંઘવારીને લઈને વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યો છે ત્યારે સામાન્ય નાગરિક પણ મોંઘવારીથી પરેશાન થઈ ગયો છે. મોંઘવારીની સમસ્યા એ છે કે તમામ આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધી ગયા છે. ખાવાથી લઈને વાંચન સુધીની વસ્તુઓ પણ હવે મોંઘી થઈ ગઈ છે. પેન્સિલ-રબરની વધેલી કિંમતોએ એક છોકરીને એટલી પરેશાન કરી કે તેણે પોતાની વાત પીએમ મોદી સુધી પહોંચાડવાનું નક્કી કર્યું. પીએમ મોદીને પત્ર à
02:07 PM Jul 31, 2022 IST | Vipul Pandya

દેશમાં
વધી રહેલી મોંઘવારીને લઈને વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યો છે ત્યારે સામાન્ય
નાગરિક પણ મોંઘવારીથી પરેશાન થઈ ગયો છે. મોંઘવારીની સમસ્યા એ છે કે તમામ આવશ્યક
ચીજવસ્તુઓના ભાવ વધી ગયા છે. ખાવાથી લઈને વાંચન સુધીની વસ્તુઓ પણ હવે મોંઘી થઈ ગઈ
છે. પેન્સિલ-રબરની વધેલી કિંમતોએ એક છોકરીને એટલી પરેશાન કરી કે તેણે પોતાની વાત
પીએમ મોદી સુધી પહોંચાડવાનું નક્કી કર્યું. પીએમ મોદીને પત્ર લખીને યુવતીએ
ખાણી-પીણીથી લઈને વાંચન-લેખન સુધીની વસ્તુઓની વધેલી કિંમતોનો ઉલ્લેખ કર્યો છે.


કન્નૌજ
જિલ્લાના છિબ્રામાઉ શહેરના મોહલ્લા બિર્ટિયા જનતા મંદિરના રહેવાસી એડવોકેટ વિશાલ
દુબેની પુત્રી કૃતિ દુબે હાઉસિંગ ડેવલપમેન્ટ કોલોની સ્થિત સુપ્રભાષ એકેડમીમાં ધોરણ
એકમાં અભ્યાસ કરે છે. તાજેતરમાં સરકાર દ્વારા કોપી-બુક
, રબર અને પેન્સિલ પર ટેક્સ લાદવાને
કારણે વધી ગયેલી મોંઘવારીથી પરેશાન વિદ્યાર્થી કૃતિ દુબેએ વડાપ્રધાન નરેન્દ્ર
મોદીને મન કી બાત લખીને પત્ર મોકલ્યો છે.


પીએમને
લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે મારું નામ કૃતિ દુબે છે. હું ધોરણ એકમાં ભણું
છું. મોદીજી તમે બહુ મોંઘવારી કરી છે. પેન્સિલ
, રબર પણ મોંઘા કરી દીધા છે અને મારી મેગીના પણ ભાવ વધાર્યા છે. હવે
મારી માતા મને પેન્સિલ માંગવા બદલ માર મારે છે. હું શું કરું. અન્ય બાળકો મારી
પેન્સિલ ચોરી કરે છે. આ પત્ર પહેલેથી જ પોસ્ટ કરવામાં આવ્યો છે.

Tags :
GujaratFirstKrutidubeMeggiPencilPMModiLatterRubberStusents
Next Article