Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોંઘવારી દર છેલ્લા 8 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો, હજુ વધી શકે છે ચીજ-વસ્તુઓના ભાવ

ભારતમાં વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. મોંઘવારી ઝડપથી ફેલાઈ રહી છે. વધતા જતા ભાવને કારણે વસ્તુઓ સામાન્ય માણસની પહોંચની બહાર થઈ રહી છે. રિપોર્ટ અનુસાર દેશમાં વસ્તીનો મોટો હિસ્સો ગરીબી રેખા નીચે પોતાનું જીવન જીવી રહ્યો છે. જે પોતાની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે ભાગ્યે જ સક્ષમ છે. માર્ચમાં મોંઘવારીનો દર 6.95 હતો જે એપ્રિલમાં વધીને 7.79 થયો હતો. મહત્વનું છે કે, મોંઘવારી દર છેલ્લà
મોંઘવારી દર છેલ્લા 8 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો  હજુ વધી શકે છે ચીજ વસ્તુઓના ભાવ
ભારતમાં વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. મોંઘવારી ઝડપથી ફેલાઈ રહી છે. વધતા જતા ભાવને કારણે વસ્તુઓ સામાન્ય માણસની પહોંચની બહાર થઈ રહી છે. રિપોર્ટ અનુસાર દેશમાં વસ્તીનો મોટો હિસ્સો ગરીબી રેખા નીચે પોતાનું જીવન જીવી રહ્યો છે. જે પોતાની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે ભાગ્યે જ સક્ષમ છે. 
માર્ચમાં મોંઘવારીનો દર 6.95 હતો જે એપ્રિલમાં વધીને 7.79 થયો હતો. મહત્વનું છે કે, મોંઘવારી દર છેલ્લા 8 વર્ષના સર્વોચ્ચ સ્તર પર છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા નજીવા ઘટાડાથી જનતાને થોડી રાહત તો મળી હતી કે હવે શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. શાકભાજીના ભાવમાં અચાનક થયેલા વધારાથી સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. દેશમાં મોંઘવારીનો દર સતત વધી રહ્યો છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર એપ્રિલ 2022માં છૂટક મોંઘવારીનો દર 7.79 ટકા હતો. સૌથી આશ્ચર્યની વાત એ છે કે માર્ચ મહિનામાં મોંઘવારી દર 6.95 ટકા હતો. આવી સ્થિતિમાં, કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે જો સ્થિતિ આવી જ રહી તો ફરી એકવાર રિઝર્વ બેંક (RBI) રેપો રેટમાં વધારો કરી શકે છે. 
નોંધપાત્ર વાત એ છે કે મોંઘવારી દર છેલ્લા 8 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે છે. અગાઉ મે 2014માં મોંઘવારી દર 8.33 ટકા હતો. દેશમાં મોંઘવારીનો દર વધી રહ્યો છે. સરકારી આંકડા મુજબ દેશમાં મોંઘવારી દર વધીને 8 ટકાની નજીક પહોંચી ગયો છે. હવે પ્રશ્ન એ છે કે મોંઘવારીનો દર શું છે અને તે કેવી રીતે માપવામાં આવે છે. વાસ્તવમાં, મોંઘવારી એ સમયાંતરે કોઈપણ સામાન અથવા સેવાઓની કિંમતમાં વધારો દર્શાવે છે. મોંઘવારીનો દર વર્ષ કે મહિને અથવા ક્યારેક અઠવાડિયા દ્વારા માપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો એક વર્ષ પહેલા ડુંગળી 100 પ્રતિ કિલો હતી, પરંતુ હવે તે 110 રૂપિયા પ્રતિ કિલો મળી રહી છે, તો તે મુજબ ડુંગળીનો વાર્ષિક મોંઘવારી દર 10 ટકા થયો. આનો અર્થ એ નથી કે ડુંગળીના ભાવ વધ્યા છે, તેનો અર્થ એ પણ છે કે પૈસાની ખરીદ શક્તિ ઘટી ગઈ છે.
ભારતમાં આ વર્ષે ગરમીએ 122 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પર્યાવરણની સાથે સાથે હવે લોકોના ખિસ્સા પર પણ તેની અસર થવાની છે. જીહા, મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસ મુજબ, લાંબા સમય સુધી ઊંચ્ચ તાપમાન ભારત માટે ઘાતક સાબિત થઈ શકે છે. તેનાથી મોંઘવારી વધી શકે છે અને વૃદ્ધિને પણ અસર થઈ શકે છે. ભારતમાં લાંબા સમય સુધી અને ભારે ગરમીને કારણે, હવામાન પરિવર્તનની સાથે, દેશના લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી શકે છે. 
Advertisement
Tags :
Advertisement

.