Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગણેશ ઉત્સવના દસ દિવસોમાં આ વસ્તુઓનો ભોગ ધરાવો , બાપ્પા પૂરી કરશે દરેક ઈચ્છા

આપણે ત્યાં  ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ 10 દિવસીય તહેવાર ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થાય છે. આ વખતે ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટે છે. આ દિવસે શુભ મુહૂર્તમાં ગણેશજીની સ્થાપના ઘરોમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ 10 દિવસમાં ગણપતિ બાપ્પાને 10 જુદી જુદી વસ્તુઓનો ભોગ(નૈવેદ્ય) લગાવવામાં આવે છે.  એવુ કહેવાય છે કે આ 10 દિવસ દરમિયાન ગણપતિને પ્રિય વસ્તુઓનો ભોગ લગાવવાથી ગણેશજી à
ગણેશ ઉત્સવના દસ દિવસોમાં આ વસ્તુઓનો ભોગ ધરાવો   બાપ્પા પૂરી કરશે દરેક ઈચ્છા
આપણે ત્યાં  ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ 10 દિવસીય તહેવાર ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થાય છે. આ વખતે ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટે છે. આ દિવસે શુભ મુહૂર્તમાં ગણેશજીની સ્થાપના ઘરોમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. 
આ 10 દિવસમાં ગણપતિ બાપ્પાને 10 જુદી જુદી વસ્તુઓનો ભોગ(નૈવેદ્ય) લગાવવામાં આવે છે.  એવુ કહેવાય છે કે આ 10 દિવસ દરમિયાન ગણપતિને પ્રિય વસ્તુઓનો ભોગ લગાવવાથી ગણેશજી પ્રસન્ન થાય છે.  તો  ચાલો જાણીએ ગણેશ ઉત્સવ દરમિયાન બાપ્પાને કયો ક્યો નૈવેદ્ય અર્પણ કરવો જોઈએ. 
ગણેશ ઉત્સવ પર બાપ્પાને લગાવો આ વસ્તુઓનો ભોગ 
 એવું માનવામાં આવે છે કે ગણેશજીને જો તેની  પ્રિય  વસ્તુનો  ભોગ  ધરાવવામાં આવે તો ગણેશજી વધુ પ્રસન્ન થશે. 
  • ગણેશને મોદક ખૂબ પ્રિય છે. ભગવાન ગણેશની જન્મજયંતિના દિવસે મોદકનો  ભોગ  ધરાવવો . તેનાથી જલ્દી જ બાપ્પા ખુશ થશે.
  • ગણેશ ઉત્સવના બીજા દિવસે ભગવાન ગણપતિને મોતીચૂરના લાડુનો ભોગ  ધરાવવો.
  • ત્રીજા  દિવસે ગણેશજીને બેસનના લાડુનો ભોગ  ધરાવવો. જે  ગણેશજીને ખૂબ પ્રિય છે.
  • એક ધાર્મિક માન્યતા છે કે ગણેશજીને કેળા અર્પણ કરવું શ્રેષ્ઠ છે. તેથી ચતુર્થીના દિવસે કેળાનો ભોગ ધરો. 
  • પાંચમા દિવસે  ગણેશજીને  માખાનેની  ખીર  અર્પણ  કરો. 
  • છઠ્ઠા દિવસે નારિયેળ અને સાતમા દિવસે બાપ્પાને ડ્રાયફ્રૂટ્સના લાડુ નો ભોગ  ધરવો .બાપ્પાને મનપસંદ વસ્તુઓ અર્પણ કરીને, તમે જલ્દી જ તેમને ખુશ કરી શકો છો અને તેમના આશીર્વાદ મેળવી શકો છો.
  • શાસ્ત્રો અનુસાર દૂધથી બનેલો કાલાકાંડ પણ ગણપતિને ખૂબ પ્રિય છે.આઠમા દિવસે તમે તેમને કાલાકાંડ અર્પણ કરી શકો છો. જો તમે આ વસ્તુઓ ઘરે બનાવીને ખવડાવશો તો બાપ્પા તમારા પર ચોક્કસ પ્રસન્ન થશે.
  • શ્રીખંડ ગણેશજીને પણ ખૂબ પ્રિય છે. તેથી, એક દિવસ તમે ભોગમાં તેમને કેસરના બનેલા શ્રી ખંડ પણ અર્પણ કરી શકો છો.
  • પૂજાના છેલ્લા દિવસે વિદાય સમયે, ફરીથી બાપ્પાને તેમની પ્રિય વસ્તુ, મોદક અર્પણ કરો. તમે તેને ઘરે પણ નવી રીતે ટ્રાય કરી શકો છો.
Advertisement
Tags :
Advertisement

.