Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મનો વિરોધ કરનારા પર ઇન્દ્રેશકુમારનો કટાક્ષ- ફિલ્મ અંગે ભડકાવનારા શેતાન છે

દેશભરમાં આજે ‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ ખૂબ ચર્ચામાં છે. કાશ્મીરી પંડિતોના દર્દને દર્શાવતી આ ફિલ્મને જોઇને દર્શકો ખૂબ ભાવુક થઇ રહ્યા છે. વળી બીજી તરફ આ ફિલ્મને રાજનીતિક પ્રોપગન્ડા તરીકે ગણવામાં આવી રહી છે. હવે આ મુદ્દે RSSના મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક ઇન્દ્રેશકુમારે મોટી પ્રતિક્રિયા આપતા ફિલ્મનો વિરોધ કરનારા લોકો પર કટાક્ષ કર્યો છે.  ઇન્દ્રેશકુમારે મુસ્લિમ બુદ્ધિજીવીઓ àª
 કાશ્મીર ફાઇલ્સ  ફિલ્મનો વિરોધ કરનારા પર ઇન્દ્રેશકુમારનો કટાક્ષ  ફિલ્મ અંગે ભડકાવનારા શેતાન છે
દેશભરમાં આજેકાશ્મીર ફાઇલ્સફિલ્મ ખૂબ ચર્ચામાં છે. કાશ્મીરી પંડિતોના દર્દને દર્શાવતીફિલ્મને જોઇને દર્શકો ખૂબ ભાવુક થઇ રહ્યા છે. વળી બીજી તરફફિલ્મને રાજનીતિક પ્રોપગન્ડા તરીકે ગણવામાં આવી રહી છે. હવેમુદ્દે RSSના મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક ઇન્દ્રેશકુમારે મોટી પ્રતિક્રિયા આપતા ફિલ્મનો વિરોધ કરનારા લોકો પર કટાક્ષ કર્યો છે.  


ઇન્દ્રેશકુમારે મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે કરી બેઠક
કાશ્મીર ફાઇલ્સફિલ્મ એક એવા સંવેદનશીલ મુદ્દા પર બનાવવામાં આવી છે, જેને લઇને તે હાલમાં દેશભરમાં ચર્ચામાં આવી છે. આ ફિલ્મની જ્યા કેન્દ્ર સરકાર તરફેણમાં છે. તો બીજી તરફ વિરોધ પક્ષના નેતા તેને પોલિટિકલ સ્ટન્ટ કહી રહ્યા છે. આ અંગે હવે RSSનું પણ નિવેદન સામે આવી રહ્યું છે. મહત્વનું છે કે, RSSના મુખ્ય રાષ્ટ્રીય પ્રચારક ઇન્દ્રેશકુમાર આજે વડોદરા આવ્યા. જ્યા તેમણે મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે બેઠક કરી હતીબેઠકમાં કટ્ટરવાદ અને રૂઢિચુસ્તતા દૂર કરવા અંગે ચર્ચા થવાની હતી. તેઓ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ વડોદરા પહોંચ્યા હતા. જ્યા તેમણેકાશ્મીર ફાઇલ્સમુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે દેશભરમાં કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનો વિરોધ કરનારા લોકો પર કટાક્ષ કરતા કહ્યું કે, આ ફિલ્મ અંગે ભડકાવનારા શેતાન છેસાથે તેમણે દરેક દેશવાસીઓને ફિલ્મ જોવાની અપીલ કરી હતી


હિજાબ વિવાદ મામલે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પર ઇશારો 
ઉપરાતં તેમણે હિજાબ વિવાદ મુદ્દે પણ પોતાની વાત રાખતા કહ્યું કે, હિજાબ વિવાદદેશમાં અશાંતિ ફેલાવવાનું કાવતરું છે. ઇન્દ્રેશકુમારે હિજાબ વિવાદ મામલે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પર ઇશારો કર્યો હતો. તેમણેમામલે કહ્યું કે, કર્ણાટકના હિજાબ વિવાદની સંપૂર્ણ તપાસ થવી જોઇએ. હિજાબા વિવાદ ભડકાવવા માટે ફન્ડિંગ થયાનો પણ ઇન્દ્રેશકુમારે આરોપ મુક્યો હતો. તેમણે કહ્યું કે, આ વિવાદ ભડકાવવા મૌલાનાએ પાંચ લાખ આપ્યાં છે. દેશની એકતા અને અખંડિતતાના દુશ્મનોનુંકાવતરું હતું. તેમણે તે પણ યાદ અપાવ્યું કે, જે દેશમાં રહો છો તે દેશના કાયદા માનવા પડશે. જે કાયદાનું પાલન કરવા નથી માંગતા તે બેઇમાન છે. તેમણે કહ્યું કે, દેશ યુનિફોર્મિટી અને યુનિટી માટે હોય છે.


કેમ કરી મુસ્લિમ રાષ્ટ્રીય મંચ નામના સંગઠનની રચના
મુસ્લિમોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડવા માટે, ઈન્દ્રેશ કુમારે 24 ડિસેમ્બર 2002ના રોજ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ[2] નામના સંગઠનની રચના કરી. તેમણે 1975ની કટોકટી દરમિયાન ભૂગર્ભ ચળવળમાં પણ સક્રિય ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સહાયક સંસ્થા મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ઉપરાંત, તે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદથી વિસ્થાપિત કાશ્મીરીઓના પુનર્વસન, ગ્રામ સુરક્ષા સમિતિઓની રચના, ભૂતપૂર્વ સૈનિકો માટે સંગઠન, હિમાલય પરિવારની સ્થાપના, સમગ્ર રાષ્ટ્રીય સુરક્ષામાં સામેલ છે. ફોરમ, ઈન્ડો-તિબેટ તેમણે સહયોગ મંચ, રાષ્ટ્રીય કવિ સંગમ, અમરનાથ યાત્રીઓ માટે સરકાર પાસેથી જમીન મેળવવાની ચળવળનું પણ નેતૃત્વ કર્યું હતું.
કોણ છે ઇન્દ્રેશકુમાર?
ઉલ્લેખનીય છે કે, ઈન્દ્રેશ કુમાર ભારતના મુસ્લિમ રાષ્ટ્રીય મંચ નામના રાષ્ટ્રવાદી સંગઠનના નેતા છે. તેમનો જન્મ 18 ફેબ્રુઆરી 1949ના રોજ સમાના, પંજાબમાં શ્રીમતી પદ્માવતી અને શ્રી ચમન લાલને ત્યાં થયો હતો. તેમના જન્મના લગભગ પંદર દિવસ પછી, તેમનો પરિવાર કૈથલ, હરિયાણામાં શિફ્ટ થયો. ઈન્દ્રેશ કુમારે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ અને શિક્ષણ પંજાબ એન્જિનિયરિંગ કૉલેજ, ચંદીગઢમાંથી પૂર્ણ કર્યું. તેમનું એન્જિનિયરિંગ શિક્ષણ પૂર્ણ કર્યા પછી, ઈન્દ્રેશ કુમાર 16 જુલાઈ 1970ના રોજ દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પૂર્ણ-સમયના પ્રચારક તરીકે જોડાયા.
Advertisement
Tags :
Advertisement

.