Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઇના ચકચારી શીના બોરા હત્યા કેસમાં ઇન્દ્રાણી મુખર્જીને મળ્યા જામીન

શીના બોરા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે ઇન્દ્રાણી મુખર્જીને જામીન આપી દીધા છે. ઇન્દ્રાણી મુખર્જીના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે ગત 11 મહિનામાં સુનાવણી આગળ ચાલી રહી ન હતી. ઉલ્લેખનીય છે કે ઇન્દ્રાણીના પતિ પીટર મુખર્જીને જામીન મળી ચૂકયા છે. મુંબઇના ચકચારી શીના બોરા મર્ડર કેસમાં બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં આરોપી ઇન્દ્રાણી મુખર્જીને જામીન આપી દી
મુંબઇના ચકચારી શીના બોરા હત્યા કેસમાં ઇન્દ્રાણી મુખર્જીને મળ્યા જામીન
શીના બોરા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે ઇન્દ્રાણી મુખર્જીને જામીન આપી દીધા છે. ઇન્દ્રાણી મુખર્જીના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે ગત 11 મહિનામાં સુનાવણી આગળ ચાલી રહી ન હતી. ઉલ્લેખનીય છે કે ઇન્દ્રાણીના પતિ પીટર મુખર્જીને જામીન મળી ચૂકયા છે. 
મુંબઇના ચકચારી શીના બોરા મર્ડર કેસમાં બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં આરોપી ઇન્દ્રાણી મુખર્જીને જામીન આપી દીધાં છે. સુનાવણી દરમિયાન ઇન્દ્રાણી મુખર્જીની તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે કલમ 437 મુજબ આરોપી ઇન્દ્રાણીને વિશેષ છૂટ મળવા પાત્ર છે. તેની સાથે તેઓ ઘણા વર્ષોથી જેલમાં છે. પણ પાછલા 11 મહિનાથી સુનાવણી આગળ વધતી જ ન હતી. 
મુકુલ રોહતગીએ કહ્યું કે 237 સાક્ષીઓમાંથી 68 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. પણ પાછલા કોઇ વર્ષથી કોઇને પેરોલ પણ મળી નથી. તેના પર બેંચે કહ્યું કે પેરોલ કેમ આપવામાં આવી નથી. તેના પર મુકુલ રોહતગીએ કહ્યું કે તેમણે પેરોલ લીધી ન હતી. જો કે ઇન્દ્રાણીના પતિ પીટરને જામીન મળી ગયા હતા. 
મામલાની સુનાવણી જસ્ટિસ બી.આર.ગવઇએ કરી હતી. તેમાં એએસજી એસ.વી રાજુએ કહ્યું કે સાક્ષીઓની પૂછપરછ કરાઇ હતી કે શીના બોરાની હત્યા કોણે કરી હતી. તેમાં પીટરની ભૂમિકા સિમિત હતી. એટલું જ નહી પણ આ કેસમાં પુરાવા સાથે છેડછાડ પણ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલો પરિસ્થિતિજન્ય સાક્ષ્ય પર છે. તેઓ મામલાના ગુણ દોષ પર ટીપ્પણી કરતા નથી. જો 50 સાક્ષીઓને પણ છોડવામાં આવે તો પણ કેસ જલ્દી ખતમ નહી થાય. તે સાડા છ વર્ષથી જેલમાં છે. ઇન્દ્રાણી ને ભલે આ મામલામાં જામીન મળી ગયા હોય પણ નીચલી અદાલત સંતુષ્ઠ થશે ત્યાર બાદ જ તેમને જામીન આપવામાં આવશે. 
Advertisement
Tags :
Advertisement

.